Viral : ટીમ ઈન્ડિયાએ 1 બોલ પર 14 રન લૂટી લીધા, કોહલીએ હંગામો મચાવ્યો, જુઓ Video

પુણેમાં બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયા માટે બોલરોએ જબરદસ્ત વાપસી કરી હતી અને ત્યારબાદ કેપ્ટન રોહિત શર્માએ પોતાની વિસ્ફોટક બેટિંગથી જબરદસ્ત શરૂઆત કરી હતી. રોહિતની વિકેટ પડ્યા બાદ આવેલા કોહલીએ બાંગ્લાદેશની ભૂલોનો ફાયદો ઉઠાવ્યો અને આવતાની સાથે જ બાઉન્ડ્રી ફટકારી. સાથે જ એક જ બોલમાં 14 રન ટીમ સ્કોરમાં ઉમેરી દીધા હતા.

Viral : ટીમ ઈન્ડિયાએ 1 બોલ પર 14 રન લૂટી લીધા, કોહલીએ હંગામો મચાવ્યો, જુઓ Video
Team India
| Edited By: | Updated on: Oct 20, 2023 | 9:04 AM

વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી શાનદાર રહ્યો છે. ગુરુવારે બાંગ્લાદેશ સામે કેપ્ટન રોહિત શર્માની વિસ્ફોટક બેટિંગ બાદ વિરાટ કોહલી (Virat Kohli) ની સદીના સહારે ભારતે દમદાર જીત મેળવી હતી. રોહિતના આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલ વિરાટે એક જ બોલમાં બે સિક્સર ફટકારી ટીમ ઈન્ડિયા (Team India) ના સ્કોર બોર્ડમાં વધુ તેજી લાવી દીધી હતી.

રોહિત બાદ વિરાટે મચાવ્યો કહેર

પુણેમાં ટીમ ઈન્ડિયાના બોલરોએ જોરદાર વાપસી કરીને બાંગ્લાદેશને માત્ર 256 રન પર રોકી દીધું હતું. આ પછી, કેપ્ટન રોહિત શર્માએ ફરી એકવાર વિસ્ફોટક શરૂઆત કરી અને બાંગ્લાદેશને બેકફૂટ પર ધકેલી દીધું હતું. આ વખતે રોહિત પોતાની અડધી સદી પૂરી કરવામાં ચૂકી ગયો હતો અને 48 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ કોહલી મેદાનમાં આવ્યો અને આવતાની સાથે જ તેણે હંગામો મચાવી દીધો હતો.

કોહલીએ એક બોલમાં 14 રન બનાવી તોફાની શરૂઆત કરી

કોહલી 13મી ઓવરના પાંચમા બોલ પર ક્રિઝ પર આવ્યો અને માત્ર એક બોલમાં 14 રન બનાવીને તોફાની શરૂઆત કરી. કોહલીએ પહેલા બોલ પર 2 રન લીધા પરંતુ તે નો બોલ હતો, જેથી વધારાના એક રન સાથે 3 રન મળ્યા. ભારતને ફ્રી હિટ મળી અને કોહલીએ ફોર ફટકારી. આ પણ નો બોલ હતો એટલે કે આ બોલ પર 5 રન આવ્યા. ફરી એકવાર ફ્રી હિટ મળી અને આ વખતે કોહલીએ સિક્સર ફટકારી હતી.

આ પણ વાંચો : World Cup 2023 : જીત છતાં ટીમ ઈન્ડિયાની ‘હાર’, પુણેમાં રોહિત સાથે શું થયું?

કોહલીએ વર્લ્ડ કપની ચાર ઈનિંગ્સમાં પહેલી સદી ફટકારી

આ રીતે ટીમ ઈન્ડિયાને 1 બોલ પર 14 રન મળ્યા. તેમાંથી 12 રન કોહલીના બેટમાંથી આવ્યા હતા. કોહલીએ પોતાની જોરદાર બેટિંગ ચાલુ રાખી ODI કારકિર્દીની 69મી અડધી સદી 48 બોલમાં પૂરી કરી, જે બાદ તેણે આ ફિફ્ટીને શાનદાર સદીમાં પરિવર્તિત કરી. વર્લ્ડ કપ 2023ની ચાર ઈનિંગ્સમાં આ તેની પહેલી સદી હતી. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે 85, અફઘાનિસ્તાન સામે 55, પાકિસ્તાન સામે 16 રન બનાવ્યા હતા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો