IPL અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ફાઇનલ બાદ ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ T20 મેચની સીરિઝ રમશે. જે માટે ટીમ ઈન્ડિયાના મોટાભાગના ખેલાડીઓ વેસ્ટ ઈન્ડિઝ પહોંચી ગયા છે. 12 જુલાઈથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ શ્રેણી શરૂ થશે. ટેસ્ટ મેચ શરૂ થવા પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વોલીબોલ રમ્યા હતા.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ટેસ્ટ સિરીઝ પહેલા બીચ પર મસ્તી કરી રહ્યા છે. સ્ટાર ખેલાડી વિરાટ કોહલી, વિકેટ કીપર ઈશાન કિશન અને અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન સહિત ઘણા ખેલાડીઓ દરિયા કિનારે રમતા જોવા મળ્યા હતા. અહીં ક્રિકેટરોએ ક્રિકેટ નહીં પરંતુ વોલીબોલ રમવાની મજા માણી હતી.
!
Ishan Kishan takes over the camera to shoot #TeamIndia‘s beach volleyball session in Barbados
How did Ishan – the cameraman – do behind the lens #WIvIND | @ishankishan51 pic.twitter.com/ZZ6SoL93dF
— BCCI (@BCCI) July 3, 2023
BCCIએ ટીમ ઈન્ડિયાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ આ ખાસ વીડિયો શેર કર્યો હતો, જે બાદ લાખો ફેન્સે આ વીડિયો પર પ્રતિક્રિયા આપી હતી. ચાહકોને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનો આ મિજાજ ખૂબ પસંદ આવ્યો હતો અને અત્યાર સુધી સાઢા ત્રણ લાખથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. આ સાથે જ સેંકડો લોકોએ કોમેન્ટ પણ કરી છે. વેસ્ટ ઈન્ડિઝના મહાન ક્રિકેટર બ્રાયન લારાએ પણ કોમેન્ટ કરી હતી અને ‘વેસ્ટ ઈન્ડિઝમાં તમારું સ્વાગત છે’ એવું કોમેન્ટ કરી લખ્યું હતું.
Team India’s fixtures for ICC Men’s Cricket World Cup 2023
#CWC23 #TeamIndia pic.twitter.com/LIPUVnJEeu
— BCCI (@BCCI) June 27, 2023
ટીમ ઈન્ડિયાનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ એક મહિનાથી વધુ સમયનો છે, આ દરમિયાન બંને ટીમો વચ્ચે કુલ દસ મેચો યોજાશે. જેમાં બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ T20 મેચનો સમાવેશ થશે. 12 જુલાઈથી ડોમિનિકામાં ટેસ્ટ સિરીઝની શરૂઆત થશે અને પહેલી મેચ રમાશે. ત્યારબાદ 20 જુલાઈથી ત્રિનિદાદમાં બીજી ટેસ્ટ મેચ યોજાશે. ટેસ્ટ સીરિઝ બાદ 27 જુલાઈથી વનડે શ્રેણીની શરૂઆત થશે. પ્રથમ ODI મેચ બાર્બાડોસમાં રમાશે. 3 થી 13 ઓગસ્ટ દરમિયાન પાંચ T20 મેચ યોજાશે. 13 ઓગસ્ટે ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ સમાપ્ત થશે.