T20 World Cup 2021: સ્કોટલેન્ડને રગદોળી ભારતની સેમિફાઇનલની આશા જીવંત, 8 વિકેટે ટીમ ઇન્ડિયાની શાનદાર જીત

|

Nov 06, 2021 | 8:07 AM

ભારતીય ટીમે (Team India) માત્ર 39 બોલમાં જ લક્ષ્ય હાંસલ કરીને વિજય સાથે ભારતે અફઘાનિસ્તાનને પોઇન્ટ ટેબલમાં પાછળ રાખી દીધુ છે.

T20 World Cup 2021: સ્કોટલેન્ડને રગદોળી ભારતની સેમિફાઇનલની આશા જીવંત, 8 વિકેટે ટીમ ઇન્ડિયાની શાનદાર જીત
KL Rahul

Follow us on

ટી20 વિશ્વકપ 2021 (T20 World Cup 2021) માં આજે સ્કોટલેન્ડ પર ભારતે શાનદાર જીત મેળવી હતી. વિરાટ કોહલી (Virat Kohli) એ પ્રથમ વાર ટોસ જીત્યો હતો. પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરીને સ્કોટલેન્ડ (Scotland) ની ટીમને પ્રથમ બેટીંગ કરવા માટે નિમંત્રણ આપ્યુ હતુ. ભારતે (Team India) સ્કોટલેન્ડને માત્ર 85 રન પર જ ઓલઆઉટ કરી દીધુ હતુ. ભારતે 6.3 ઓવરમાં જ 86 રનનો પડકાર પાર કરી લીધો હતો. આમ 8 વિકેટે ભારતની જીત થઇ હતી.

ભારતીય ટીમ બેટીંગ

ટીમ ઇન્ડિયાએ નેટ રન રનમાં સુધારો કરવા સાથે પોઇન્ટ ટેબલમાં ઉપર પહોંચવાના લક્ષ્ય સાથે રમત રમી હતી. શરુઆત થી જ બંને ઓપનરોએ આક્રમક રમત રમી હતી. બંને એ ઝડપથી રમત રમીને મેચ એકતરફી બનાવી દીધી હતી. ભારતીય ટીમે 43 બોલમાં જ વિજયી લક્ષ્ય મેળવવાનો પ્રયાસ કર્યો હતો. 43 રનમાં જો ભારતીય ટીમ 86 રનનો આંકડો પાર કરી લે તો ભારત પોઇન્ટ ટેબલમાં અફઘાનિસ્તાનને પાછળ છોડી મુકી શકે છે. જે પ્રયાસ સફળ કર્યો હતો અને 39 બોલમાં જ જીત મેળવી લીધી હતી. નેટ રન રેટના મામલામાં અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ બંને હવે પાછળ છૂટી ચૂક્યા છે.

રોહિત શર્મા (Rohit Sharma) અને કેએલ રાહુલે (KL Rahul)  70 રનની ભાગીદારી રમત 5 ઓવરમાં રમી હતી. કેએલ રાહુલે શાનદાર અર્ધશતક લગાવ્યુ હતુ, તેણે 3 છગ્ગા અને 6 ચોગ્ગા વડે ફીફીટી માત્ર 19 બોલમાં નોંધાવીને આઉટ થયો હતો. રોહિત શર્માએ 16 બોલમાં 30 રન ફટકાર્યા હતા. તેણે 4 ચોગ્ગા અને 1 છગ્ગો આ દરમિયાન નોંધાવ્યો હતો. વિરાટ કોહલીઅને સૂર્યકુમાર યાદવ અણનમ રહ્યા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

સ્કોટલેન્ડ બોલીંગ

હરીફ ટીમના સ્ટાર બોલરો માર્ક વોટ્ટે આમ તો વિરાટ કોહલી સામે રણનિતી ઘડી હોવાનુ હુકાર મેચ પહેલા કર્યો હતો. પરંતુ મેચમાં કોહલી અણનમ રહી ગયો અને કેએલ રાહુલ અને રોહિત શર્માને ખેલ ખતમ કરી દીધો હતો. વોટ્ટે જોકે રાહુલની વિકેટ ઝડપી હતી. તેણે 2 ઓવરમાં 20 રન ગુમાવ્યા હતા. બ્રાડલી વ્હિલે 1 વિકેટ ઝડપી હતી. તેણે 2 ઓવરમાં 32 રન આપ્યા હતા. ઇવન્સે 1 ઓવરમાં 16 અને સાફયાને 1 ઓવરમાં 14 રન લુટાવ્યા હતા.

 

સ્કોટલેન્ડ ની બેટીંગ

ભારતીય બોલરો સામે સ્કોટલેન્ડના બેટ્સમેનો પિચ પર ઉભા રહી શક્યા નહોતા. ઓપનર જ્યોર્જ મંન્સી અને મિશેલ લીસ્કે સૌથી વધુ રન નોંધાવ્યા હતા. જ્યોર્જે 19 બોલ રમીને 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકારી 24 રન નોંધાવ્યા હતા. તેને શામીએ પોતાનો શિકાર બનાવ્યો હતો. જ્યારે છઠ્ઠા ક્રમે રમતમા આવેલા મિશેલે 12 બોલમાં 21 રનની આક્રમક રમત રમી હતી. તેને રવિન્દ્ર જાડેજાએ પોતાનો શિકાર બનાવ્યો હતો.

ઓપનર કાયલ કોએત્ઝર 1 રન, મેથ્યુ ક્રોસ 2 રન, રિચી બર્મિઘટન શૂન્યમાં આઉટ થયા હતા. આમ 29 રનના સ્કોર પર જ સ્કોટલેન્ડે 4 વિકેટ ગુમાવી દીધી હતી. જ્યારે 81 રનના સ્કોર પર સળંગ ત્રણ વિકેટ ત્રણ બોલમાં ગુમાવી હતી. શામીએ પહેલા મેકલીયોડ ક્લીન બોલ્ડ બાદમાં સાફયાન શરીફ રન આઉટ અને ત્રીજા બોલે ઇવન્સને ક્લીન બોલ્ડ કર્યો હતો. આમ સ્કોટલેન્ડે ભારતીય બોલરો સામે ઘૂંટણ ટેકવી દીધા હતા.

ભારતીય ટીમ બોલીંગ

રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શામીએ જબરદસ્ત પ્રદર્શન મહત્વની મેચમાં દર્શાવ્યુ હતુ. બંનેએ 3-3 વિકેટ ઝડપી હતી. જાડેજાએ તેની 4 ઓવરમં માત્ર 15 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ શામીએ એટેક કરતા તેણે પણ 3 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જસપ્રિત બુમરાહે પણ 3.4 ઓવર કરીને 10 રન જ આપ્યા હતા અને 2 વિકેટ મેળવી હકી. અશ્વિન થોડો ખર્ચાળ રહ્યો હતો, તેમે 29 રન 4 ઓવરમાં આપીને 1 વિકેટ મેળવી હતી. વરુણ ચક્રવર્તીને વિકેટ નહોતી મળી, પરંતુ 3 ઓવરમાં તેણે 15 રન આપ્યા હતા.

 

આ પણ વાંચોઃ Virat Kohli Birthday: રેકોર્ડ તોડ રન મશીન, શતકનો શહેનશાહ અને સૌથી સફળ કેપ્ટન, જાણો વિરાટ કોહલીના કમાલના કિર્તીમાન

આ પણ વાંચોઃ Cricket: હેડિંગ્લે ક્રિકેટ ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મુકાયો, યોર્કશાયરની આ બેદરકારીને લઇ ભરાયુ આકરુ પગલુ

 

Published On - 9:52 pm, Fri, 5 November 21

Next Article