
ભારતમાં ક્રિકેટની રમત ગલીએ ગલીએ જોવા મળે છે અને તેમાંથી શાનદાર ખેલાડીઓ બહાર આવે છે. કેટલાક એવા ખેલાડીઓ છે જે પોતાની મંજિલ સુધી પહોંચી જાય છે અને અંતે તે ટીમ ઈન્ડિયામાં પણ સ્થાન બનાવે છે. ભારતીય ટીમમાં સમાવેશ થતા દેશનું નામ રોશન કરે છે પરંતુ કેટલાક એવા ખેલાડીઓ છે જેને ક્રિકેટમાં નાની ઉંમરે જ મોટી સિદ્ધિ મેળવી લીધી છે, આવા જ એક યુવા ભારતીય ક્રિકેટરનું નામ સામે આવી રહ્યું છે, જેણે પોતાના બેટથી બધાને એલર્ટ કરી દીધા છે.
આ ખેલાડીનું નામ તન્મય મંજુનાથ છે, જે શિમોગાના સાગરનો છે. તેણે અંડર-16 ક્રિકેટમાં પોતાની શાનદાર ઇનિંગ્સથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. તન્મય મંજુનાથે 50 ઓવરની એક મેચમાં 407 રનની તાબડતોડ ઈનિગ્સ રમી હતી. આ યુવા બેટ્સમેન આ ઈનિગ્સ માત્ર 165 બોલ રમ્યા હતા. તન્મય મંજુનાથે પોતાની આ ઈનિગ્સમાં 48 ચોગ્ગા ફટકાર્યા જ્યારે 24 સિક્સ ફટકારી હતી. તેની આ ઈનિગ્સ જોનારા ક્રિકેટ ચાહકો પાગલ થઈ ગયા છે.
તન્મય મંજુનાથે 407 રનની ઈનિગ્સ રમી ઈતિહાસ રચ્યો છે. તેમને જણાવી દઈએ કે, તન્મય મંજુનાથ સાગર ક્રિકેટ ક્લબ માટે રમે છે. શિમોગામાં 50-50 ઓવરના ઈન્ટર ડિસ્ટ્રિક્ટ ટૂર્નામેન્ટ રમવામાં આવી છે. આ દરમિયાન તન્મયે પોતાની આ 407 રનની ઈનિગ્સ રમી છે. સાગર ક્રિકેટ ક્લબ માટે રમતા તન્મયે આ ઈનિગ્સ ભદ્રાવતી NTCC ટીમ વિરુદ્ધ રમી છે.
ચાહકોને જણાવી દઈએ કે, આ સમગ્ર મામલો કર્ણાટકનો છે. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોશિએશન હેઠળ આ અંડર 16 ટૂર્નામેન્ટ રમાઈ હતી. આ ટૂર્નામેન્ટ હેઠળ સાગર ક્રિકેટ ક્લબ અને ભદ્રાવતી વચ્ચે આ મેચ રમાઈ હતી. આ મેચમાં તન્મય મંજુનાથે આ ઐતિહાસિક ઇનિંગ રમી હતી. આ ઇનિંગના કારણે ટીમે 50 ઓવરમાં 583 રન બનાવ્યા હતા. ક્રિકેટ એકેડમીના કોચ નાગેન્દ્ર પંડિતે જણાવ્યું કે, તન્મય નાગેન્દ્ર ક્રિકેટ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે.