
યુવરાજ સિંહ ભારતીય ટીમ (Indian Cricket Team) ને અનેક મોટી મેટમાં વિનર્સ તરીકે જોવા મળ્યો છે. તેણે એવી અનેક ઈનીંગ રમી છે, જેમાં તેની હિરોગીરી જોવા મળી હોય. તેનો બેટીંગનો અંદાજ પણ અલગ હતો. ડાબા હાથનો આ બેટ્સમેન પોતાના બેટીંગના અલગ અંદાજ માટે જાણિતો હતો. બરાબર આજની તારીખે 15 વર્ષ અગાઉ યુવરાજ સિંહે (Yuvraj Singh) બેટ વડે વિશ્વ ક્રિકેટ માટે યાદગાર કમાલ કર્યો હતો. તેણે ટી20 વિશ્વકપ દરમિયાન ઈંગ્લેન્ડ સામેની મેચમાં 6 બોલમાં 6 છગ્ગા (Yuvraj Singh Hit Six Sixes) ફટાકર્યા હતા. તે જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં હતુ. તેનો આ કમાલ ક્રિકેટ વિશ્વમાં હલચલ મચાવી ચૂક્યો હતો. તેનો એ અંદાજ વિશ્વભરના બોલરો માટે ધાક સમાન હતો.
જોકે આ છ છગ્ગા ફટકારવાના એ કમાલને એક બદલા તરીકે પણ જોવામાં આવે છે, યુવરાજ સિંહની ઓવરમાં આ પહેલા ઈંગ્લીશ બેટ્સમેને 5 છગ્ગા ફટકાર્યા હતા. તે આગ તેના દિલમાં સળગેલી હતી અને તેનો બદલો તેણે માત્ર 14 દિવસમાં જ છ છગ્ગા ફટકારીને લીધો હતો. આ વાત વર્ષ 2007ની છે. તે વર્ષે 5 સપ્ટેમ્બર એ તારીખ હતી જ્યારે યુવરાજના હૃદયમાં અંગારા જેવી સ્થિતી હતી, જેને તેણે 19 સપ્ટેમ્બરે શાંત કર્યા હતા. આજે 19 સપ્ટેમ્બર છે, તો વાત એ જ દિવસે બનેલી ઘટનાની પણ સમજ હોવી જોઈએ, પરંતુ તેને વધુ સારી રીતે સમજવા માટે ફ્લેશબેકમાં જવું જરૂરી છે.
2007માં T20 વર્લ્ડ કપની પ્રથમ આવૃત્તિ શરૂ થાય તે પહેલા, ભારતીય ટીમ રાહુલ દ્રવિડની કપ્તાનીમાં ODI શ્રેણી રમવાના ઈરાદા સાથે ઈંગ્લેન્ડના પ્રવાસે હતી. આ શ્રેણીની છઠ્ઠી મેચ 5 સપ્ટેમ્બર 2007 ના રોજ રમાઈ હતી. આ મેચમાં રાહુલ દ્રવિડે છેલ્લી ઓવર યુવરાજ સિંહને આપી હતી, જેની સામે ઈંગ્લેન્ડના ખેલાડી દિમિત્રી મસ્કરેન્હાસે સતત 5 સિક્સ ફટકારી હતી. દિમિત્રીએ આ મેચમાં 15 બોલમાં 36 રન ફટકાર્યા હતા, જેમાં તેને યુવરાજ સિંહની ઓવરમાં માત્ર 5 સિક્સર ફટકારીને 30 રન જ મળ્યા હતા.
દિમિત્રીના આ માર બાદ યુવરાજ સિંહ બેચેનીથી ફરવા લાગ્યો હતો. તેની ઊંઘ ઊડી ગઈ હતી. તે તકની રાહ જોઈ રહ્યો હતો. અને, તે તક પણ ટૂંક સમયમાં આવી, જ્યારે બરાબર 14 દિવસ પછી એટલે કે 19 સપ્ટેમ્બર 2007 ના રોજ બદલાની આગમાં સળગી રહેલો યુવરાજ સિંહ બોલ નહીં પણ હાથમાં બેટ લઈને ઈંગ્લેન્ડની સામે હતો. માત્ર દેશ અને ક્રિકેટનું ફોર્મેટ બદલાયું હતું, બાકીનું બધું સરખું હતું. એટલે કે, સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું હતું અને આગ જગાડવા માટે જે સ્પાર્કની જરૂર હતી, તે એન્ડ્રુ ફ્લિન્ટોફે યુવરાજને ચીડવીને પૂરી કરી હતી. એવું લાગતું હતું કે જાણે બધુ જ ફિલ્મની પહેલાથી લખેલી સ્ક્રિપ્ટ જેવું હોય. જો કે, આ પછી કિંગ્સમીડના મેદાનમાં જે થયું તે ઇતિહાસના પાનામાં કાયમ માટે નોંધાયેલું છે.
#OnThisDay in 2007, Yuvraj Singh smashed 6 sixes in an over against Stuart Broad.#T20WorldCup2022 #T20WorldCup #INDvsAUS #INDvAUS#YuvrajSingh #Yuvipic.twitter.com/YP1va1u1vM
— Cricket Videos🏏 (@Crickket__Video) September 19, 2022
યુવરાજ સિંહે 19 સપ્ટેમ્બરે 5મી સપ્ટેમ્બરનો બદલો લીધો હતો. ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર દિમિત્રીએ તેને ક્રિકેટના ODI ફોર્મેટમાં સતત 5 સિક્સર ફટકારી હતી. તો યુવરાજ સિંહે ક્રિકેટના T20 ફોર્મેટમાં ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડના 6 બોલમાં 6 સિક્સર ફટકારી હતી. T20 ક્રિકેટમાં આવું કરનાર તે એકમાત્ર બેટ્સમેન છે. યુવરાજ સિંહે આ મેચમાં 16 બોલમાં 58 રન બનાવ્યા હતા, જેમાં તેણે માત્ર 12 બોલમાં પોતાની અડધી સદી ફટકારી હતી, જે હજુ પણ એક રેકોર્ડ છે.
Published On - 8:18 am, Mon, 19 September 22