T20 World Cup: પાકિસ્તાન ટીમનો વિડીયો વાયરલ થયો તો ગુસ્સે થઈ ગયો અક્રમ, કહ્યુ હું બાબર હોત તો …

ICC T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશને હરાવ્યા બાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમનો ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને ઉત્સાહિત કરતો વીડિયો વાયરલ થયો હતો.

T20 World Cup: પાકિસ્તાન ટીમનો વિડીયો વાયરલ થયો તો ગુસ્સે થઈ ગયો અક્રમ, કહ્યુ હું બાબર હોત તો ...
Wasim Akram ડ્રેસિંગ રુમના વિડીયોને લઈ રોષે ભરાયો
| Edited By: | Updated on: Nov 07, 2022 | 11:31 PM

પાકિસ્તાન ક્રિકેટ ટીમ કોઈક રીતે ICC T20 વર્લ્ડ કપ-2022 ની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. પ્રથમ સેમિફાઇનલમાં આ ટીમ હવે ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. પરંતુ આ મેચ પહેલા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમે ટીમ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. પાકિસ્તાને તેની છેલ્લી સુપર-12 મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું અને આ જીત બાદ કેપ્ટન બાબર આઝમ, કોચ મેથ્યુ હેડને ડ્રેસિંગ રૂમમાં ટીમના ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આના પર અકરમ ગુસ્સે થઈ ગયો.

અકરમના કહેવા પ્રમાણે, ડ્રેસિંગ રૂમમાંથી બહાર આવતા આવા વીડિયો જોવું સારું નથી. તેમનું માનવું છે કે ટીમ સાથે જોડાયેલી કેટલીક બાબતો ટીમની અંદર જ રહેવી જોઈએ અને બહાર ન આવવી જોઈએ. તેનું માનવું છે કે ડ્રેસિંગ રૂમની વસ્તુઓ બહારના લોકોને જાણવાની નથી.

જો હું ત્યાં હોત, તો મેં તે વ્યક્તિને પકડ્યો હોત-અકરમ

અકરમે કહ્યું કે જો તે બાબર આઝમની જગ્યાએ હોત તો તેણે વીડિયો બનાવનાર વ્યક્તિને પકડી લીધો હોત. એ-સ્પોર્ટ્સ પર વાત કરતા અકરમે કહ્યું, “જો હું બાબર આઝમ હોત, તો મેં તે ખેલાડીને પકડી લીધો હોત જે વીડિયો બનાવી રહ્યો હતો. કેટલીકવાર કેટલીક બાબતો ખાનગી રહે છે. મને સોશિયલ મીડિયા, ખેલાડીઓના ચાહકોને મળવા, વાતચીતમાં કોઈ વાંધો નથી. પરંતુ મેં આ વર્લ્ડ કપમાં અન્ય કોઈ ટીમને આવું કરતા જોયા નથી. તેથી, વધારાની લાઈક્સ, ફોલોઅર્સ મેળવવાની અરજ સમાપ્ત થવી જોઈએ. આ ખુબજ વધુ છે.”

‘ડ્રેસિંગ રૂમ સિવાય બીજે ક્યાંક જાઓ’

અકરમે કહ્યું કે જો તે ત્યાં હોત તો તેણે વીડિયો બનાવનારને કહ્યું હોત કે ડ્રેસિંગ રૂમ સિવાય બીજે ક્યાંક જઈને આ કામ કરો. તેણે કહ્યું, રેકોર્ડિંગ હંમેશા થાય છે. કલ્પના કરો કે જો હું ત્યાં હોઉં અને મને ખબર ન હોય કે કોઈ રેકોર્ડ કરી રહ્યું છે-તે જ સંદેશ છે જે હું ટીમને આપવા માંગુ છું. હું તેને કહીશ કે બે દિવસ આરામ કર. આ કામ અન્ય જગ્યાએ કરવું પણ ડ્રેસિંગ રૂમમાં નહીં.

બાંગ્લાદેશ સામેની જીત અને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યા બાદ ટીમના કેપ્ટન બાબર આઝમે ડ્રેસિંગ રૂમમાં પોતાના ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેણે મોહમ્મદ હેરિસના વખાણ કર્યા હતા અને તેને મેચ પૂરી કર્યા પછી આવવાની સલાહ આપી હતી. ટીમના ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા મેથ્યુ હેડનનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જોકે આ પ્રથમ વખત નહોતું. આ પહેલા જ્યારે પાકિસ્તાન ભારત સામે હારી ગયું હતું ત્યારે પણ બાબરના ડ્રેસિંગ રૂમનો વીડિયો સામે આવ્યો હતો.

Published On - 10:13 pm, Mon, 7 November 22