T20 World Cup: કોલકાતાને ફાઇનલ નજીક લઇ આવનારા સુનિલ નરેનને વિશ્વકપ ટીમ માટે દરવાજા બંધ, પોલાર્ડે આ કારણ સામે ધર્યુ

|

Oct 13, 2021 | 9:53 AM

સુનિલ નરેન (Sunil Narine) IPL 2021 માં કોલકાતા નાઈટ રાઈડર્સ (kolkata Knight Riders) તરફથી રમે છે અને તેણે ટીમની સફળતામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે.

T20 World Cup: કોલકાતાને ફાઇનલ નજીક લઇ આવનારા સુનિલ નરેનને વિશ્વકપ ટીમ માટે દરવાજા બંધ, પોલાર્ડે આ કારણ સામે ધર્યુ
Sunil Narine-Eoin Morgan

Follow us on

કોલકાતા નાઇટ રાઇડર્સ (kolkata Knight Riders) ની ટીમ લાંબા સમય બાદ આઇપીએલની ફાઇનલ રમવાની નજીક છે. IPL 2021 માં, તે બુધવારે ક્વોલિફાયર-2 માં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) સામે ટકરાશે. આ મેચ જીતનાર ટીમ ફાઇનલમાં પહોંચશે અને તે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે રમશે. કોલકાતાએ એલિમિનેટર મેચમાં વિરાટ કોહલી (Virat Kohli) ના નેતૃત્વમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને હરાવ્યું હતું.

જે મેચમાં RCB સામે ઓફ સ્પિન કરતા ​​મિસ્ટ્રી સ્પિનર ​​સુનિલ નરેને (Sunil Narine), જે ટીમની જીતનો મુખ્ય હિરો હતો. તેણે શાનદાર બોલિંગ કરી, ચાર ઓવરમાં 21 રન આપ્યા અને ચાર વિકેટ પોતાના નામે કરી હતી. આ મેચમાં તેણે વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ અને ગ્લેન મેક્સવેલ જેવા ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ પછી, તેણે તેના બેટથી પણ કર્યો હતો.

આઈપીએલમાં તેણે કરેલું પ્રદર્શન જોઈને દરેક વ્યક્તિ તેને પોતાની ટીમમાં સામેલ કરવા ઈચ્છશે. પરંતુ ટી20 વર્લ્ડકપ (T20 World Cup 2021) માટે વેસ્ટ ઈન્ડિઝનો કેપ્ટન કિરોયન પોલાર્ડ આ દિગ્ગજ સ્પિનરને પોતાની ટીમમાં નથી ઈચ્છતો. પોલાર્ડ IPL માં મુંબઈ ઇન્ડીયન્સ ટીમ તરફથી રમે છે. તેમની ટીમ આ વખતે પ્લેઓફમાં સ્થાન મેળવી શકી નથી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પોલાર્ડ હાલમાં દુબઈમાં છે કારણ કે ટી ​20 વર્લ્ડ કપ UAE માં જ રમાવાનો છે. પોલાર્ડે મંગળવારે ટીમમાં નરેનનો સમાવેશ કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે 15 સભ્યોની ટીમમાં કોઈ ફેરફાર નથી.

ટીમમાં કોઈ ફેરફાર થશે નહીં

પોલાર્ડે કહ્યું છે કે ઈજા સિવાય ટીમમાં કોઈ ફેરફાર થશે નહીં. મીડિયા રિપોર્ટસમાં પોલાર્ડને ટાંકીને કહ્યું હતુ કે, આ વાત કહેવામાં આવી ચૂકી છે. જો હું તેને ટીમમાં શા માટે સામેલ કરવામાં ન આવ્યો તેના બે શબ્દો કહું, તો તે શારજાહમાં તેના બોલની જેમ જ સ્પિન કરશે, બધી દિશામાં. અમારી પાસે રહેલા 15 ખેલાડીઓ સાથે અમારે રહેવું પડશે. આ જરૂરી છે.

આગળ કહ્યુ હતુ, અમે જોઈએ કે શું અમે અમારુ ટાઇટલ બચાવી શકીએ છીએ. હું આ અંગે ટિપ્પણી કરતો નથી. આ બાબતમાં ઘણું કહેવામાં આવ્યું છે. હું જાણું છું કે સંબંધિત વ્યક્તિએ તેને ટીમની બહાર રાખવાની વાત કરી છે. અંગત રીતે, હું નરેનને પહેલા એક મિત્ર તરીકે ઓળખું છું, જ્યારે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પણ નહોતો. અમે સાથે ક્રિકેટ રમીને મોટા થયા છીએ. તે વર્લ્ડ ક્લાસ ક્રિકેટર છે.

 

આ પણ વાંચોઃ  Sports: હિમા દાસ કોરોના પોઝિટિવ જણાઇ, તાલીમ માટે પટિયાલા પહોંચતા જ થયો ખુલાસો

 

આ પણ વાંચોઃ  DC vs KKR, Qualifier 2, IPL 2021: આજે ફાઇનલમાં પહોંચવાનો જંગ, ઋષભ પંત મારશે બાજી કે, ઇયોન મોર્ગન કાપશે ટિકિટ, જાણો

Next Article