ICC T20 વર્લ્ડ કપ 2022 (World Cup )ના સુપર-12 રાઉન્ડની મેચો ચાલી રહી છે અને હવે માત્ર થોડી જ મેચો બાકી છે, ત્યાર બાદ સ્પષ્ટ થશે કે કઈ 4 ટીમો સેમિફાઈનલમાં પહોંચશે. જો કે, અત્યારે આ સ્થિતિ સ્પષ્ટ નથી અને ઘણી ટીમો માટે દરવાજા હજુ પણ ખુલ્લા છે. બુધવાર, 2 નવેમ્બરના રોજ, ભારત અને નેધરલેન્ડ્સે પોતપોતાની મેચો જીતી હતી, ત્યારબાદ પોઈન્ટ ટેબલમાં કેટલાક ફેરફારો થયા હતા. બાંગ્લાદેશને હરાવનારી ટીમ ઈન્ડિયા સેમીફાઈનલની નજીક છે પરંતુ તેનું સ્થાન હજુ પણ નિશ્ચિત નથી.
ગુરુવારના રોજ વર્લ્ડકપમાં માત્ર 2 જ મેચ રમાઈ હતી અને આ બંન્ને ગ્રુપ 2ની મેચ હતી. એડિલેડ ઓવલ મેદાનમાં પ્રથમ મેચ નેધરલેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ હતી. ટૂર્નામેન્ટમાં અત્યારસુધી શાનદાર પ્રદર્શન કરી રહેલી ઝિમ્બાબ્વેની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો અને નેધરલેન્ડે 5 વિકેટથી જીત મેળવી હતી. સુપર 12 રાઉન્ડમાં નેધરલેન્ડની આ પ્રથમ જીત છે પરંતુ ટીમ પહેલાથી જ સેમીફાઈનલમાંથી બહાર થઈ ચૂકી છે.
તો બીજી મેચમાં ભારત અને બાંગ્લાદેશની ટક્કર થઈ હતી જે વરસાદથી થોડી બ્રેક પણ લાગી હતી આ મેચમાં ભારતીય ટીમે છેલ્લા બોલ પર બાંગ્લાદેશને 5 રનથી હરાવી (ડર્કવર્થ લુઈસનો નિયમ) ત્રીજી જીત મેળવી હતી. આ જીતે સેમીફાઈનલ નજીક પહોચાડી દીધો છે. આ પરિણામે પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર કર્યો છે.
હવે 4 મેચમાં 3 જીત સાથે ભારતના 6 પોઈન્ટ થઈ ગયા છે અને તે પહેલા સ્થાને પહોંચી ગયું છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકા બીજા સ્થાને સરકી ગયું છે. ભારતીય ટીમે છેલ્લી મેચમાં રવિવારના રોજ ઝિમ્બામ્વે સાથે થશે. આ જીત સાથે ભારતનું સ્થાન પાક્કું છે, બીજી બાજુ પાકિસ્તાને તેની છેલ્લી બંન્ને મેચ જીતવી પડશે. આ બંન્ને મેચ જીતે તો પાકિસ્તાન પાસે સેમિફાઈનલમાં પહોંચવાના ચાન્સ છે.
ગ્રુપ-1ની વાત કરીએ તો અહિ પણ ખુબ રોમાંચક મેચ જોવા મળી હતી. ઈંગ્લેન્ડથી હાર્યા બાદ ન્યુઝીલેન્ડ પ્રથમ સ્થાન પર છે તો ઈંગ્લેન્ડ યજમાન ઓસ્ટ્રેલિયાને પછાડી બીજું સ્થાન મેળવ્યું છે. આ ત્રણેય ટીમ પાસે 5-5 પોઈન્ટ છે હવે માત્ર ફરક છે તો તે રનરેટનો છે. ત્યારે હજુ આ ગ્રુપમાં પણ સેમીફાઈનલનું ચિત્ર સ્પષ્ટ થયું નથી. 4 અને 5 નવેમ્બરના રોજ આ ગ્રુપની બાકી રહેલી ત્રણ મેચ રમાશે. જેનાથી જાણ થશે કે કઈ ટીમ સેમીફાઈનલમાં પહોચશે.
Published On - 9:31 am, Thu, 3 November 22