T20 વર્લ્ડ કપ (T20 World Cup) ની પ્રથમ સેમિફાઇનલમાં બુધવારે ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડ (England) ને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ફાઈનલમાં ન્યુઝીલેન્ડ (New Zealand) સામે કોણ ટકરાશે તે ગુરુવારે નક્કી થશે. પાકિસ્તાન (Pakistan) અને ઓસ્ટ્રેલિયાની ટીમો ગુરુવારે બીજી સેમિફાઇનલમાં દુબઈમાં સામસામે ટકરાશે. પાકિસ્તાનની ટીમને ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ હાર મળી નથી. જ્યારે ઓસ્ટ્રેલિયાને ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
પાકિસ્તાન માટે તેમના સ્ટાર બેટ્સમેન ફખર ઝમાનનું ફોર્મ ચિંતાનું કારણ છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે મંગળવારે આઉટ ઓફ ફોર્મ બેટ્સમેન ફખર ઝમાન અને ફાસ્ટ બોલર હસન અલીનું સમર્થન કરતાં કહ્યું કે તેઓ ચાલી રહેલા T20 વર્લ્ડ કપના નોકઆઉટ તબક્કામાં સારો દેખાવ કરશે કારણ કે તેઓ મોટા મેચના ખેલાડીઓ છે.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે આ સેમીફાઈનલમાં શાહીન આફ્રિદીની મહત્વની ભૂમિકા હતી. શાહીન પાકિસ્તાન માટે ખૂબ સારા ફોર્મમાં છે. હા, તેથી આ એક મહત્વપૂર્ણ મેચ બનવા જઈ રહી છે, તેમાં કોઈ શંકા નથી.
પાવરપ્લેની છ ઓવરના મહત્વ વિશે વાત કરતાં ફિન્ચે કહ્યું, મને લાગે છે કે અમે સમગ્ર ટૂર્નામેન્ટમાં જોયું છે કે પાવરપ્લે ઓવર્સ બેટિંગ અને બોલિંગ માટે કેટલી મહત્વપૂર્ણ છે. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ડેથ ઓવરના આંકડા લગભગ સમાન રહ્યા છે પરંતુ પાવરપ્લે ચોક્કસપણે મહત્વ ધરાવે છે.
પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી સેમિફાઇનલ મેચ 11 નવેમ્બર (ગુરુવાર)ના રોજ રમાશે.
પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી સેમી ફાઈનલ મેચ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી સેમિફાઇનલ મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. ટોસ સાંજે 7 વાગ્યે થશે.
પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી સેમિફાઇનલ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.
ડિઝની+હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમિંગ સબ્સ્ક્રિપ્શન સાથે મેચ ઓનલાઈન જોઈ શકાય છે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.
Published On - 8:35 am, Thu, 11 November 21