T20 World Cup: 24 વર્ષ બાદ 24 તારીખે ભારતને વિશ્વકપ જીતાડ્યો હતો, તેના કેટલાક ‘હિરો’ ચમક દમકની દુનિયાથી દૂર થઇ ચાલ્યા ગયા છે

|

Sep 24, 2021 | 11:41 AM

ભારતની તે ફાઇનલ મેચને જીતાડવામાં ઘણા હિરો રહ્યા હતા. તે હિરોએ પછી ઘણી પ્રશંસા લૂંટી હતી. તેમાંથી કેટલાક હજુ પણ ક્રિકેટ ચાહકોના દિલ પર રાજ કરે છે, પરંતુ કેટલાક માત્ર યાદો બનીને રહી ગયા છે.

1 / 6
ભારતે વર્ષ 1983 માં પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ (World Cup) જીત્યો હતો. પછી તેને બીજો વર્લ્ડ કપ જીતવામાં 24 વર્ષ લાગ્યા. વર્ષ 2007 માં દક્ષિણ આફ્રિકામાં T20 વર્લ્ડ કપ (T20 World Cup 2007)  ની પ્રથમ સિઝન રમાઈ ત્યારે આ જીત ભારતે મેળવી હતી. કપિલ દેવના નેતૃત્વમાં ભારતે વનડેમાં ચેમ્પિયન બનીને પોતાનો પ્રથમ વર્લ્ડ કપ જીત્યો હતો. જ્યારે એમએસ ધોની (MS Dhoni) ના નેતૃત્વમાં તેણે બીજા વર્લ્ડ કપને પોતાના માથાનો તાજ બનાવ્યો. પ્રથમ T20 વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકામાં રમાયો હતો. જેમાં ભારતે 24 સપ્ટેમ્બર 2007 ના રોજ રમાયેલી ફાઇનલમાં રોમાંચક રીતે પોતાના, કટ્ટર હરીફ પાકિસ્તાન (Pakistan) ને 5 રને હરાવ્યુ હતુ. ભારતની આ ફાઇનલ મેચમાં ઘણા ખેલાડીઓ હિરો હતા અને પ્રથમ T20 ચેમ્પિયન બન્યા હતા. તે હિરોએ ત્યાર બાદ ઘણી પ્રશંસા લૂંટી. તેમાંથી કેટલાક હજુ પણ ક્રિકેટ ચાહકોના દિલ પર રાજ કરે છે, પરંતુ કેટલાક માત્ર યાદો બનીને રહી ગયા છે. તેઓનો વારંવાર ઉલ્લેખ થાય છે. 24 તારીખે ભારતને વિશ્વ ચેમ્પિયન બનાવ્યા બાદ ગૂમનામીમાં ગયેલા ખેલાડીઓની લાંબી યાદી છે.

2 / 6
જોગીન્દર શર્મા- 2007 T20 વર્લ્ડ કપની ફાઇનલની છેલ્લી ઓવર હતી. પાકિસ્તાનને જીતવા માટે 13 રનની જરૂર હતી. અને મિસ્બાહ ઉલ હક સ્ટ્રાઇક પર હતો. આવી સ્થિતિમાં જ્યારે ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ જોગિન્દર શર્માને બોલ સોંપ્યો ત્યારે બધાને લાગ્યું કે મેચ હાથમાંથી નીકળી ગઈ છે. આ પછી જ્યારે બીજા બોલ પર સિક્સર ફટકારવામાં આવી. ત્યારે લાગ્યું કે ધોનીએ જોગિન્દર શર્માને બોલ આપીને ખરેખર ભૂલ કરી છે. પરંતુ, પછી ની કહાનીમાં ટ્વિસ્ટ આવ્યો. જોગીન્દર શર્મા ધોનીના વિશ્વાસ પર ખરો ઉતર્યો. મિસ્બાહ તેના ત્રીજા બોલને ફટકારવાતા શોર્ટ ફાઇન લેગ પર કેચ થયો હતો.  ભારતને તે વિકેટ મળી  એ સાથે જ T20 વર્લ્ડ કપનો પ્રથમ ચેમ્પિયન ટીમ ઇન્ડીયા બની હતી. ભારતને ચેમ્પિયન બનાવનાર બોલર જોગીન્દર શર્મા હાલમાં હરિયાણા પોલીસમાં ડીએસપી તરીકે તૈનાત છે.

3 / 6
શ્રીસંત-જોગિન્દર શર્માએ તે બોલ ફેંક્યો હતો જેના પર મિસ્બાહે સ્કૂપ ઝડ્યો હતો. પરંતુ જે ખેલાડીએ મિસબાહનો ઐતિહાસિક કેચ લીધો તે શ્રીસંત હતો. આ રીતે, કેરળના આ ફાસ્ટ બોલરનું નામ પણ ભારતને ચેમ્પિયન બનાવવા માટેની અંતિમ સ્ક્રિપ્ટ લખવામાં સામેલ હતું. જેણે તે સમગ્ર ટુર્નામેન્ટમાં રમાયેલી 7 મેચમાં 6 વિકેટ લીધી હતી. આ પછી, શ્રીસંત 2011 માં રમાયેલા વનડે વર્લ્ડ કપ નો પણ ભાગ હતો. પરંતુ 2013 માં IPL માં સ્પોટ ફિક્સિંગ કેસમાં ફસાયા બાદ તે ધીમે ધીમે ગૂમનામીના અંધકારમાં ડૂબતો ચાલ્યો.

4 / 6
રોબિન ઉથપ્પા -ગજબનુ ટેલેન્ટ. ક્રિકેટના બોલનો હાર્ડ હિટર બેટ્સમેન. પરંતુ આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્યાંય નામ નથી. ટીમ ઈન્ડિયા સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી રહ્યો. હા, હવે જો લોકો ઉથપ્પાને થોડું ઘણું ઓળખે છે, તો આઈપીએલમાં તેની સ્ટાઈલને કારણે. ઉથપ્પા હાલમાં IPL માં ચેન્નઈ સુપર કિંગ્સનો ભાગ છે. 2007 T20 વર્લ્ડ કપમાં રોબિન ઉથપ્પા ભારતનો 5 મો સૌથી સફળ બેટ્સમેન હતો. તેણે 7 મેચમાં 113 રન બનાવ્યા હતા. ભલે ઉથપ્પા પાકિસ્તાન સામેની ફાઇનલમાં માત્ર 8 રનમાં આઉટ થયો હતો. પરંતુ જ્યારે ગ્રુપ સ્ટેજ પર ભારતે પાકિસ્તાનનો સામનો કર્યો અને મેચનું પરિણામ બોલ આઉટ કરીને બહાર આવ્યું. ત્યારે તેમાં ઉથપ્પાની ભૂમિકા મહત્વની હતી. તે સહેવાગ, હરભજન સાથે પિચ પર બોલને ફટકારનારા ખેલાડીઓમાં હતો.

5 / 6
આરપી સિંહ- 2007 ના T20 વર્લ્ડકપનો આ પણ મોટા હીરો હતો. આઈસીસીની આ મોટી ટુર્નામેન્ટ પછી પણ આરપી એ ભારતીય ક્રિકેટને થોડા વર્ષો આપ્યા. આ ડાબા હાથના ઝડપી બોલરે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડીયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પરંતુ પછી ધીરે ધીરે આરપી સિંહ ક્રિકેટ ચાહકોની યાદોનો એક ભાગ બની ગયો. આરપી સિંહ ટી-20 વર્લ્ડ કપ 2007 માં ભારતનો સૌથી સફળ બોલર હતો. તેણે 7 મેચમાં 12 વિકેટ લીધી હતી.

6 / 6
યુસુફ પઠાણ- 2007 T20 વર્લ્ડ કપમાં પઠાણ ભાઈઓની જોડી ભારત તરફથી ટીમ ઈન્ડીયાનો ભાગ બની હતી. આમાંથી બડે મિયાંનું નામ યુસુફ પઠાણ અને તેનો નાનો ભાઈ ઈરફાન પઠાણ હતો.છોટે મિયાં હજુ પણ લોકોના દિમાગમાં રહે છે, કારણ કે તે મેચ દરમ્યાન કોમેન્ટ્રી કરતો જોવા મળે છે. પરંતુ યુસુફ પઠાણ લાઈમ લાઈટથી દૂર રહ્યો છે. યુસુફ 2007 T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ ભાગ હતો, પરંતુ તેને ટીમ ઇન્ડીયા માટે માત્ર એક મેચ રમવાની તક મળી હતી. તેણે ઓસ્ટ્રેલિયા સામે સેમીફાઇનલમાં એક એકમાત્ર મેચ રમી હતી. વીરેન્દ્ર સહેવાગ અનફિટ હોવાને કારણે તેને આ તક પણ મળી.

Next Photo Gallery