T20 World Cup : ભારત-પાક મેચમાં અમ્પાયર કોણ ? આઈસીસીએ નિર્ણય લેવા માટે ‘સ્પેશિયલ 16’ પસંદ કરી

|

Oct 04, 2022 | 5:01 PM

ICC દ્વારા જાહેર કરાયેલ 16 અમ્પાયરોની એલિટ પેનલમાં નીતિન મેનન એકમાત્ર ભારતીય છે. નિતિન મેનન પણ ટી-20 વર્લ્ડ કપમાં અમ્પાયરિંગ કરવાના ઈરાદા સાથે ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો છે.

T20 World Cup : ભારત-પાક મેચમાં અમ્પાયર કોણ ? આઈસીસીએ નિર્ણય લેવા માટે સ્પેશિયલ 16 પસંદ કરી
ICC દ્વારા જાહેર કરાયેલ 16 અમ્પાયરોની એલિટ પેનલમાં નીતિન મેનન એકમાત્ર ભારતીય છે
Image Credit source: Twitter

Follow us on

T20 World Cup: ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે તમામ દેશોએ ટીમની જાહેરાત કરી દીધી છે. દરેક ખેલાડીનું નામ ICC ટેબલ સુધી પહોંચી ગયું છે. અને, હવે ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા દ્વારા અમ્પાયરોની એલિટ પેનલની પણ જાહેરાત કરવામાં આવી છે અટલે કે, ટી 20 વર્લ્ડકપમાં અમ્પાયરિંગ કોણ કોણ કરશે, ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરના રોજ રમાનારી મેચમાં અમ્પાયર (ICC Umpire) કોણ હશે ? આ સવાલનો જવાબ સામે આવી ચૂક્યો છે. આઈસીસીએ આ માટે 16 અમ્પાયરના નામની જાહેરાત કરી છે. જેમાં એક ભારતીય અમ્પાયર સામેલ છે.

ICC દ્વારા જાહેર કરાયેલ 16 અમ્પાયરોની એલિટ પેનલમાં નીતિન મેનન એકમાત્ર ભારતીય છે. નિતિન મેનન પણ ટી-20 વર્લ્ડ કપમાં અમ્પાયરિંગ કરવાના ઈરાદા સાથે ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે. આ સિવાય પેનલમાં આવા ત્રણ અમ્પાયર છે, જેમનો આ 7મો વર્લ્ડ કપ હશે. એટલે કે તેની પાસે ICC ઈવેન્ટ્સમાં ઘણો અનુભવ હશે.

ICCએ 16 અમ્પાયરોની યાદી જાહેર કરી

ICC દ્વારા પ્રથમ રાઉન્ડ અને સુપર 12 તબક્કા માટે અમ્પાયરોના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ માટેના અધિકારીઓની જાહેરાત હવે પછી કરવામાં આવશે. ICCએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, “ટૂર્નામેન્ટમાં કુલ 16 અમ્પાયર અમ્પાયરિંગ કરશે. રિચર્ડ કેટલબોરો, નીતિન મેનન, કુમાર ધર્મસેના અને મેરાઈસ ઈરાસ્મસ 2021ની ફાઇનલમાં અમ્પાયરિંગ કરી હતી,

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ હશે મેચ રેફરી

આઈસીસી મેચ રેફરીની પેનલના મુખ્ય રેફરી રંજન મદુગલે પણ આ ટી 20 વર્લ્ડ કપનો ભાગ હશે. તેના સિવાય ઝિમ્બામ્વે ઈંગ્લેન્ડના ક્રિસ્ટોફર બ્રૉડ અને ઓસ્ટ્રેલિયાના ડેવિડ બૂન પણ મેચ રેફરી પેનલમાં સામેલ થશે

ઇરાસ્મસ, ટકર અને અલીમ ડારનો 7મો વર્લ્ડ કપ

પાયક્રોફ્ટ 16 ઓક્ટોબરે શ્રીલંકા અને નામિબિયા વચ્ચે પ્રથમ રાઉન્ડની મેચ માટે રેફરી હશે. જ્યારે જોએલ વિલ્સન અને રોડની ટકર તે મેચમાં અધિકૃત રહેશે. પોલ રીફેલ ટીવી અમ્પાયર હશે અને ઈરાસ્મસ ચોથા અમ્પાયર હશે. તમને જણાવી દઈએ કે, ઈરાસ્મસ, ટકર અને અલીમ ડારનો આ સાતમો T20 વર્લ્ડ કપ હશે.

આ ભારત-પાક મેચમાં અમ્પાયર હશે

હવે સવાલ એ છે કે, 23મી ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન પહેલીવાર ટકરાશે ત્યારે ઓન-ફિલ્ડ અમ્પાયર કોણ હશે? પ્રાપ્ત માહિતી અનુસાર, રોડની ટકર અને મેરાઈસ ઈરાસ્મસ આ હાઈ વોલ્ટેજ મેચમાં ઓન-ફીલ્ડ અમ્પાયર હશે.

ટી 20 વર્લ્ડ કપના 16 અમ્પાયર

એડ્રિયન હોલ્ડસ્ટોક, અલીમ ડાર, અહેસાન રઝા, ક્રિસ્ટોફર બ્રાઉન, ક્રિસ્ટોફર ગેફેની, જોએલ વિલ્સન, કુમાર ધર્મસેના, લેંગટન રૂસેરે, મેરાઈસ ઈરાસ્મસ, માઈકલ ગફ, નીતિન મેનન, પોલ રીફેલ, પોલ વિલ્સન, રિચાર્ડ ઈલિંગવર્થ, રિચાર્ડ કેટલબોરો, રોડની ટકર

Next Article