India vs Zimbabwe Weather Report: ભારતીય ટીમ માટે વિલન બનશે મેલબોર્નનું વાતાવરણ?

|

Nov 05, 2022 | 5:27 PM

આ T20 વર્લ્ડ કપમાં ઘણો વરસાદ જોવા મળ્યો છે. તેમાં ઘણી ટીમોએ મેચ હારી હતી. સેમીફાઈનલના સમીકરણમાં પણ વરસાદે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેની અસર બાંગ્લાદેશ સામેની ભારતની મેચ પર પણ જોવા મળી હતી.

India vs Zimbabwe Weather Report: ભારતીય ટીમ માટે વિલન બનશે મેલબોર્નનું વાતાવરણ?

Follow us on

ભારતીય ટીમ રવિવારે તેની સુપર 12ની છેલ્લી મેચ રમશે જ્યાં તેનો સામનો ઝિમ્બાબ્વે સાથે થશે. ભારતે અત્યાર સુધી ચાર મેચ રમી છે, જેમાં ત્રણ જીત સાથે તેના છ પોઈન્ટ છે અને તે પોતાના ગ્રુપમાં ટોપ પર છે. જો ટીમ ઈન્ડિયાએ ટોચ પર રહેવું હોય તો તેણે ઝિમ્બાબ્વેને હરાવવું પડશે. ભારત જે શાનદાર ફોર્મમાં છે તે જોતા લાગે છે કે તેઓ આ મેચ સરળતાથી જીતી જશે, પરંતુ વરસાદ વિલન બની શકે છે.

આ T20 વર્લ્ડ કપમાં ઘણો વરસાદ જોવા મળ્યો છે. તેમાં ઘણી ટીમોએ મેચ હારી હતી. સેમીફાઈનલના સમીકરણમાં પણ વરસાદે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેની અસર બાંગ્લાદેશ સામેની ભારતની મેચ પર પણ જોવા મળી હતી. હવે એડિલેડમાં મેચ બાદ પણ વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે.

ટોસમાં વિલંબ થઈ શકે છે

ઝિમ્બાબ્વે અને ભારત વચ્ચેની મેચ મેલબોર્નમાં યોજાવા જઈ રહી છે. weather.comનું માનીએ તો રવિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ વરસાદ પડી શકે છે. જો આવું થાય તો ટોસમાં વિલંબ થઈ શકે છે. જો કે મેચ દરમિયાન વરસાદ ઓછો રહેવાની સંભાવના છે. પિચને જોઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીં બોલરોને નવા બોલથી મદદ મળશે અને બેટ્સમેનોએ થોડા ધ્યાનથી રમવું પડશે. MCGની બાઉન્ડ્રી ઘણી મોટી છે, તેથી સ્પિનરોની ભૂમિકા મહત્વની રહેશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ભારતે એમસીજીમાં જ પાકિસ્તાનને હરાવ્યું હતું

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)માં બે અઠવાડિયા પહેલા ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ અને વિરાટ કોહલીની ધમાકેદાર ઈનિંગ્સનું સાક્ષી બન્યું હતું, પરંતુ ઝિમ્બાબ્વે સામેની મેચ પણ ઓછી મહત્વની નથી કારણ કે તે ભારત માટે અંતિમ ચારમાં પહોંચવાનો માર્ગ મોકળો કરશે. ગ્રુપમાં અન્ય એક ટીમ સાઉથ આફ્રિકા હાલમાં પાંચ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે અને નેધરલેન્ડ સામેની જીતશે તો આગળ જશે, પરંતુ જો તે હારશે અને પાકિસ્તાન જીતશે તો પાકિસ્તાન અને ભારત અંતિમ ચારમાં જગ્યા બનાવી લેશે. જો ભારત ગ્રુપમાં ટોપ પર રહે છે તો સેમિફાઈનલમાં તેનો મુકાબલો ઈંગ્લેન્ડ અથવા ઓસ્ટ્રેલિયા સામે થઈ શકે છે.

Next Article