T20 વર્લ્ડ કપનો સુપર 12 રાઉન્ડ હવે છેલ્લા તબક્કામાં પહોંચી ગયો છે. સોમવારે સુપર 12ની છેલ્લી મેચ ભારત અને નામિબિયા (India vs Namibia) વચ્ચે રમાશે. આ મેચ હવે માત્ર ઔપચારિકતા રહી ગઈ છે કારણ કે બંને ટીમો સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ગ્રુપ 1 માંથી ઈંગ્લેન્ડ (Enland) અને ઓસ્ટ્રેલિયા (Australia) અને ગ્રુપ 2 માંથી પાકિસ્તાન (Pakistan) અને ન્યુઝીલેન્ડે (New Zealand) સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે. ટીમ ઈન્ડિયા (Team India) પોતાના અભિયાનનો અંત જીત સાથે કરવાનો પ્રયાસ કરશે.
ટી20 વર્લ્ડ કપમાં ભારતની સફર નિરાશાજનક રહી છે. ટીમને પ્રથમ મેચમાં પાકિસ્તાને હરાવ્યું હતું જ્યારે બીજી મેચમાં ન્યૂઝીલેન્ડે તેને હરાવ્યું હતું. આ પછી ભારતે સ્કોટલેન્ડ અને અફઘાનિસ્તાનને હરાવ્યું, પરંતુ ન્યૂઝીલેન્ડે તેની બાકીની તમામ મેચ જીતીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી અને ટીમ ઈન્ડિયા આ રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાના બોલરોનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે.
પ્રેસ કોન્ફરન્સમાં બોલિંગ કોચ ભરત અરુણને જ્યારે આ વર્લ્ડ કપ દરમિયાન બોલરોના પ્રદર્શન વિશે પૂછવામાં આવ્યું ત્યારે, તેમણે કહ્યું કે હું કોઈ બહાનું બનાવવા માંગતો નથી. પરંતુ આ વર્લ્ડ કપમાં ટોસ જીતનારી ટીમ દુબઈ સ્ટેડિયમમાં ફાયદો થયો. બીજા દાવમાં બોલિંગ કરવી મુશ્કેલ હતી. અમારી પાસે પ્રથમ મેચમાં બચાવ કરવાની તક હતી, પરંતુ અમે તે ના કરી શક્યા.
ભારત અને નામિબિયાની ટીમો 8 નવેમ્બર (સોમવાર)ના રોજ સામસામે ટકરાશે.
T20 વર્લ્ડ કપ 2021 ભારત અને નામિબિયા વચ્ચેની મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
T20 વર્લ્ડ કપ 2021 ભારત અને નામિબિયા વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. ટોસ સાંજે 7 વાગ્યે થશે.
ભારત અને નામિબિયા વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.
Disney+Hotstar પર લાઈવ સ્ટ્રીમિંગ સબ્સ્ક્રિપ્શન સાથે મેચ ઓનલાઈન જોઈ શકાય છે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચના લાઈવ અપડેટ્સ વાંચી શકાશે.