T20 World Cup 2022: T20 વર્લ્ડ કપને લઈને ICCનો મોટો નિર્ણય, હવે કોરોના સંક્રમિત ખેલાડીઓ પણ રમી શકશે મેચ

|

Oct 17, 2022 | 1:59 PM

ICC એ જાહેરાત કરી છે કે, જે ખેલાડીઓ કોવિડ-19 પોઝિટિવ છે તેમને T20 વર્લ્ડ કપની મેચોમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે.

T20 World Cup 2022: T20 વર્લ્ડ કપને લઈને ICCનો મોટો નિર્ણય, હવે કોરોના સંક્રમિત ખેલાડીઓ પણ રમી શકશે મેચ
હવે કોરોના સંક્રમિત ખેલાડીઓ પણ રમી શકશે મેચ
Image Credit source: Instagram

Follow us on

T20 World Cup 2022: T20 વર્લ્ડ કપને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે (ICC) જાહેરાત કરી કે, જે ખેલાડી કોવિડ-19 પોઝિટિવ હશે તે પણ ટી20 વર્લ્ડકપની તમામ મેચમાં ભાગ લેવાની પરવાનગી આપવામાં આવશે. હાલમાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022)માં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ચાલી રહેલા વર્લ્ડકપની ફાઈનલ ટક્કર 13 નવેમ્બરે રમાશે.

આઈસોલેશનમાંથી પણ છુટકારો

આ સિવાય નિયમોમાં ઢીલ આપવામાં આવી છે. ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓ ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓને ફરજિયાત કોવિડ-19 ટેસ્ટ આપવાની ફરજ પાડવામાં આવશે નહીં. આ ઉપરાંત જો કોઈ ખેલાડી કોરોના વાયરસથી સંક્રમિત થાય છે, તો તેણે ફરજિયાત આઇસોલેશનમાંથી પસાર થવું પડશે નહીં. જો કોઈ ખેલાડી કોરોના પોઝિટીવ છે, તો તેના રમવા અંગેનો નિર્ણય સંબંધિત ટીમના તબીબી સ્ટાફ દ્વારા લેવામાં આવશે. ટીમના ડૉક્ટર નક્કી કરશે કે ખેલાડીને રમવાની મંજૂરી આપવી કે નહીં.

આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય

 

કોવિડ-19 સંબંધિત આઇસોલેશન નિયમો

કોઈપણ ખેલાડીનો આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવે છે તો ટીમની સ્કવોર્ડમાં ફેરફાર કરવાની પરવાનગી આપવામાં આવશે ત્યારબાદ ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ ખેલાડી સ્કવોર્ડમાં જોડાઈ શકશે. ઓસ્ટ્રેલિયા સરકાર દ્વારા કોરોના સંક્રમિત વ્યક્તિ માટે કોવિડ-19 સંબંધિત આઇસોલેશન નિયમો આ અઠવાડિયે સમાપ્ત થયા છે. કેટલાક આવા જ નિયમ બર્મિંગહામમાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં પણ જોવા મળ્યા હતા.

 

 

ટ્રોફી માટે 16 ટીમો મેદાનમાં ઉતરશે. સુપર-12માં આઠ ટીમોને સીધી જગ્યા મળી છે. 8 ટીમો પ્રથમ રાઉન્ડમાં રમશે. 4 ટીમોને બે જૂથોમાં વહેંચવામાં આવી છે. બંને ગ્રુપમાંથી ટોપ 2 ટીમ સુપર-12માં પ્રવેશ કરશે. ભારતીય ટીમ 15 વર્ષ બાદ આ ટૂર્નામેન્ટ જીતવા જશે. તે છેલ્લે 2007માં પ્રથમ વર્લ્ડ કપ દરમિયાન ચેમ્પિયન બની હતી. તેમની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે.

ટીમ ઈન્ડિયાનો સુપર-12 તબક્કો

  • ભારત Vs પાકિસ્તાન – 23 ઓક્ટોબર, 13:30 IST, મેલબોર્ન
  • ભારત Vs રનર-અપ (ગ્રુપ A) – 27 ઓક્ટોબર, 12:30 IST, સિડની
  • ભારત Vs દક્ષિણ આફ્રિકા – 30 ઓક્ટોબર , 16:30 IST, પર્થ
  • ભારત Vs બાંગ્લાદેશ – 2 નવેમ્બર, 13:30 IST, એડિલેડ
  • ભારત Vs વિજેતા (ગ્રુપ બી) – 6 નવેમ્બર, 13:30 IST, મેલબોર્ન

Published On - 1:55 pm, Mon, 17 October 22

Next Article