T20 World Cup 2022: ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા જવા માટે રવાના, પર્થ પહોંચી ટી20 વિશ્વકપની શરુ કરશે તૈયારીઓ

|

Oct 06, 2022 | 10:25 AM

ટીમ ઈન્ડિયા (Team Indian) ની ફ્લાઈટ સૌથી પહેલા ઓસ્ટ્રેલિયાના પર્થમાં લેન્ડ થશે. ભારતીય ખેલાડીઓ પર્થમાં પોતાની વચ્ચે કેટલીક પ્રેક્ટિસ મેચ રમશે અને પછી ત્યાંથી બ્રિસ્બેન જવા રવાના થશે.

T20 World Cup 2022: ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા જવા માટે રવાના, પર્થ પહોંચી ટી20 વિશ્વકપની શરુ કરશે તૈયારીઓ
Team India depart for Australia

Follow us on

ટી-20 વર્લ્ડ કપ જીતવાના ઈરાદા સાથે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ગઈ છે. ભારતીય ટીમ (Indian Cricket Team) ની યોજના એટલી જલ્દી ઓસ્ટ્રેલિયા જવાની નહોતી. પરંતુ, વિજયની તૈયારીના હેતુથી, તે યોજનામાં ફેરબદલ કરવામાં આવ્યો અને ટીમે એક અઠવાડિયા પહેલા ઓસ્ટ્રેલિયાની ફ્લાઇટ પકડી. જોકે, ગુરુવારે સવારે 4 વાગ્યે ઉપડેલી આ ફ્લાઈટમાં બુમરાહ સામેલ નહોતો. કારણ કે આ તસવીરો માત્ર તે 14 ખેલાડીઓની સામે આવી હતી કે જેમણે પર્થ માટેની ફ્લાઈટ પકડી હતી. રોહિત શર્મા (Rohit Sharma) ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો છે, બીજી તરફ દક્ષિણ આફ્રિકાની વન ડે શ્રેણી પણ ગુરુવારથી શરુ થઈ રહી છે. પહેલાથી નિર્ધારીત યોજના મુજબ શિખર ધવન (Shikhar Dhawan) વન ડે ટીમનુ સુકાન શ્રેણીમાં સંભાળશે.

ટીમ ઈન્ડિયાની ફ્લાઈટ સિંગાપોર થઈને ઓસ્ટ્રેલિયાના પર્થમાં લેન્ડ થશે. ભારતીય ખેલાડીઓ પર્થમાં પોતાની વચ્ચે કેટલીક પ્રેક્ટિસ મેચ રમશે અને પછી ત્યાંથી બ્રિસ્બેન જવા રવાના થશે. T20 વર્લ્ડ કપમાં ભારત તેની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમશે. આ હાઈ વોલ્ટેજ મેચ માટે ટીમ ઈન્ડિયાએ મેલબોર્ન જવું પડશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

14 ખેલાડીઓએ ફ્લાઇટ પકડી

BCCIએ ઓસ્ટ્રેલિયાની ફ્લાઈટ પકડતા પહેલા ટીમ ઈન્ડિયાની તસવીરો શેર કરી છે. જે તસવીર સામે આવી છે, તેમાં માત્ર 14 ખેલાડીઓના ચહેરા જ દેખાઈ રહ્યા છે, જ્યારે T20 વર્લ્ડ કપ માટે 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તે સ્પષ્ટ છે કે એક ખેલાડી જે તસવીરમાં નથી તે જસપ્રીત બુમરાહ છે, જે ઈજાના કારણે આ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. આ તસવીરમાં તેની જગ્યા ખાલી રાખવાનો હેતુ સ્પષ્ટ છે કે ટીમ મેનેજમેન્ટે હજુ સુધી તેના વિકલ્પની શોધ કરી નથી. જો કે શમી પણ ભારતીય ટીમ સાથે ઉડતો હોવાના સમાચાર હતા, પરંતુ તે પણ આ તસવીરમાં સામેલ નથી., શમી હાલમાં ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થઈ રહ્યો છે.

 

 

ખેલાડીઓ કરતાં સપોર્ટ સ્ટાફની ટીમ મોટી

14 ખેલાડીઓ ઉપરાંત, તસ્વીરમાં જમણી બાજુએ, મુખ્ય કોચ રાહુલ દ્રવિડના નેતૃત્વમાં ભારતીય ટીમના 16 સપોર્ટ સ્ટાફ છે. એટલે કે ઓસ્ટ્રેલિયા જતી ભારતીય ટીમમાં જેટલા ખેલાડીઓ છે તેના કરતા વધુ સપોર્ટ સ્ટાફ છે.

T20 વર્લ્ડ કપ માટે ઉત્સાહિત વિરાટ

ઓસ્ટ્રેલિયાની ફ્લાઈટમાં ચઢતા પહેલા વિરાટ કોહલીએ એરપોર્ટ પરથી એક તસવીર પણ શેર કરી હતી, જેમાં તેની સાથે હર્ષલ પટેલ અને યુઝવેન્દ્ર ચહલ પણ જોવા મળી રહ્યા છે. આ તસવીર પોસ્ટ કરીને વિરાટ કોહલીએ કેપ્શન દ્વારા જણાવ્યું કે તે આગામી T20 વર્લ્ડ કપ માટે કેટલો ઉત્સાહિત છે.

 

 

એકંદરે, ઓસ્ટ્રેલિયાએ ફક્ત એવા ખેલાડીઓને જ છોડી દીધા છે જેઓ T20 વર્લ્ડ કપની મુખ્ય ટીમનો ભાગ છે. આ સિવાય કેટલાક નેટ બોલરો પણ ટીમ સાથે ઉડી રહ્યા હોવાના અહેવાલ છે. સ્ટેન્ડ-બાયમાં સામેલ કરાયેલા ખેલાડીઓમાંથી 3 દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં રમતા જોવા મળશે. જ્યારે મોહમ્મદ શમી ટીમ ઈન્ડિયા સાથે ઉડાન ભરી રહ્યો હોવાના અહેવાલ હતા, તે શા માટે ન ગયો તે અંગે સ્થિતિ સ્પષ્ટ નથી.

 

Published On - 9:45 am, Thu, 6 October 22

Next Article