T20 World Cup ના Video માં છવાઈ ગયો વિરાટ કોહલી, રોહિત શર્મા ગાયબ, ફેન્સ પૂછવા લાગ્યા-કેપ્ટન ક્યાં છે?

|

Oct 06, 2022 | 9:30 PM

15 વર્ષથી ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) ના ખિતાબની રાહ જોઈ રહેલી ભારતીય ટીમ (Indian Cricket Team) અને પ્રશંસકોની લાગણી આ નવી જાહેરાતમાં દર્શાવવામાં આવી છે અને આશા છે કે આ વખતે રાહ પૂરી થશે.

T20 World Cup ના Video માં છવાઈ ગયો વિરાટ કોહલી, રોહિત શર્મા ગાયબ, ફેન્સ પૂછવા લાગ્યા-કેપ્ટન ક્યાં છે?
Virat Kohli ને વિજય રથ સ્ટાર્ટ કરતો દર્શાવ્યો

Follow us on

ઓસ્ટ્રેલિયામાં શરૂ થવામાં ટી20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) માં હવે ગણતરીના દિવસો બાકી છે. ટીમ ઈન્ડિયા પણ 6 ઓક્ટોબર, ગુરુવારે આ મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ માટે ઓસ્ટ્રેલિયા ગઈ હતી. રોહિત શર્મા (Rohit Sharma) ની કપ્તાનીમાં ભારતીય ટીમે 15 વર્ષની ભારતીય રાહનો અંત લાવવા માટે તેના પગલાં ભર્યા છે અને હવે માત્ર 23 ઓક્ટોબરની રાહ છે, જ્યારે ભારતીય ટીમ (Indian Cricket Team) તેના અભિયાનની શરૂઆત કરશે. આવી સ્થિતિમાં ટૂર્નામેન્ટ માટે વાતાવરણ સર્જાયું છે અને અલગ-અલગ જાહેરાતો આવવા લાગી છે. આવા જ એક વિજ્ઞાપને ચાહકોને આકર્ષ્યા છે પરંતુ તેના પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

ભારતમાં ટૂર્નામેન્ટના સત્તાવાર પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા ગુરુવારે ઓસ્ટ્રેલિયા જવા રવાના થયા પછી એક વિજ્ઞાપન ભારતીય ટેલિવિઝન સ્ક્રીન પર શરૂ થઈ હતી. આ વિજ્ઞાપન ભારતીય ચાહકોના ઈંતઝાર પર હતી, જે છેલ્લા 15 વર્ષથી ચાલી રહી છે. 2007માં પહેલો T20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમ તે પછી ક્યારેય આ ટાઈટલ જીતી શકી નથી. આવી સ્થિતિમાં તેની ઈચ્છા થવી સ્વાભાવિક છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ટીમ ઈન્ડિયા ખતમ કરશે ઇંતઝાર

આવી સ્થિતિમાં, આ જાહેરાતમાં પણ ભારતીય ટીમ અને તેના પ્રશંસકોની આ રાહ સમાપ્ત કરવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે આ એડમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી જોવા મળ્યો હતો, જે ઘણા ફેન્સ સાથે જૂની બસને ચમકાવતો જોવા મળ્યો હતો, જેમાં લખ્યું હતું- વિજય રથ. તેને ચમકાવીને કોહલીએ બસ સ્ટાર્ટ કરી અને સંકેત આપ્યો કે આ વખતે રાહ પૂરી થશે.

 

ચાહકોએ કર્યો એક જ સવાલ

ટ્વિટર પર પણ આ નવો વીડિયો ઘણો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી બધુ જ સારું છે અને આ વીડિયોમાં વિરાટ કોહલીને જોઈને ફેન્સ પણ ખુશ થયા હતા. પરંતુ તે જ સમયે, ચાહકોએ એક એવો પ્રશ્ન પૂછ્યો જેણે જાહેરાતના નિર્માતાઓને સ્ટમ્પ કર્યા હશે. ઘણા ચાહકોએ અલગ-અલગ રીતે પોતાની પ્રતિક્રિયા આપી અને માત્ર એક જ સવાલ પૂછ્યો કે આ એડમાં કેપ્ટન રોહિત શર્માને કેમ લેવામાં આવ્યો નથી. આવી જ કેટલીક કોમેન્ટ વાંચો, જ્યાં ફેન્સ કોહલીને જોઈને ખુશ થાય છે, તો સાથે જ કેટલાકને આશ્ચર્ય પણ થાય છે કે કેપ્ટનને કેમ લેવામાં ન આવ્યો-

 

 

 

 

Published On - 8:50 pm, Thu, 6 October 22

Next Article