T20 World Cup 2022: ટી20 વિશ્વકપમાં કોરોના એટેક, પોઝિટિવ હોવા છતાં ઓલરાઉન્ડર ખેલાડી મેદાનમાં ઉતર્યો

|

Oct 23, 2022 | 2:11 PM

આયર્લેન્ડના સ્ટાર ખેલાડી જ્યોર્જ ડોકરેલે (George Dockrell) કોરોના (Covid 19) પોઝિટિવ હોવા છતાં શ્રીલંકા સામેની સુપર 12 મેચમાં બેટિંગ કરી હતી.

T20 World Cup 2022: ટી20 વિશ્વકપમાં કોરોના એટેક, પોઝિટિવ હોવા છતાં ઓલરાઉન્ડર ખેલાડી મેદાનમાં ઉતર્યો
George Dockrell કોરોના સંક્રમિત હોવા છતાં રમતમાં સામેલ

Follow us on

T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) પર કોરોનાએ હુમલો કર્યો છે. આયર્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર જ્યોર્જ ડોકરેલ (George Dockrell) કોરોનાની ઝપેટમાં આવ્યો છે. જો કે તેમ છતાં તે રવિવારે શ્રીલંકા સામે સુપર 12 મેચ રમવા મેદાનમાં ઉતર્યો હતો. આયર્લેન્ડ vs શ્રીલંકા (Sri Lanka Vs Ireland) લાઈવ મેચ દરમિયાન ક્રિકેટ આયર્લેન્ડે આ વાતની પુષ્ટિ કરી હતી. આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડે ટ્વીટ કરીને જાણકારી આપી કે ડોકરેલ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જો કે, તેમનામાં સામાન્ય લક્ષણો જોવા મળ્યા છે. ડોકરેલની વાત કરીએ તો તેણે શ્રીલંકા સામે 16 બોલમાં 14 રન બનાવ્યા હતા.

આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક

પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડે શ્રીલંકા સામે 20 ઓવરમાં 8 વિકેટે 128 રન બનાવ્યા હતા. કોરોના પોઝિટિવ હોવા છતાં ડોકરેલ મેદાનમાં ઉતર્યો હતો. ચાહકો આ પાછળનું કારણ સમજી શકતા નથી, કારણ કે પ્રથમ ખેલાડીને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો હતો, પરંતુ ડોકરેલ કોરોનાથી સંક્રમિત થયો હોવા છતાં રમ્યો હતો. વાસ્તવમાં તેની પાછળનું કારણ ટૂર્નામેન્ટ માટે બદલાયેલા ICC નિયમો છે.

 

 

ICCએ નિયમોમાં ફેરફાર કર્યો છે

ICC ના નિયમો અનુસાર, ખેલાડીને કોરોના સંક્રમિત હોવા છતાં રમવાની મંજૂરી આપવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાની સરકારે ભૂતકાળમાં તેના કોરોના નિયમોમાં ફેરફાર કર્યો હતો અને તેણે આઈસોલેશનનો અંત લાવી દીધો હતો. જે બાદ ICC એ પણ પોતાના નિયમમાં ફેરફાર કર્યો છે.

મેડિકલ સ્ટાફ રમવા અંગે નિર્ણય લે છે

T20 વર્લ્ડ કપ દરમિયાન કોવિડનું ફરજિયાત પરીક્ષણ કરવામાં આવી રહ્યું નથી. જો કોઈ ખેલાડી કોરોના પોઝિટિવ જોવા મળે છે, તો ટીમનો મેડિકલ સ્ટાફ તેના રમવા અંગે નિર્ણય લઈ રહ્યો છે. ક્રિકેટ આયર્લેન્ડે કહ્યું કે બાકીની ટીમને સુરક્ષિત રાખવામાં આવશે. મેચના દિવસો અને તાલીમના દિવસોમાં ડોકરેલને ટીમમાંથી અલગ કરવામાં આવશે. ડોકરેલે T20 વર્લ્ડ કપના પ્રથમ રાઉન્ડમાં સ્કોટલેન્ડ સામે અણનમ 39 રન બનાવ્યા હતા. જો કે, તેને વેસ્ટ ઈન્ડિઝ સામે બેટિંગ કરવાની તક મળી ન હતી, જ્યાં આયર્લેન્ડે 9 વિકેટથી જીત મેળવીને સુપર 12માં જગ્યા બનાવી હતી.

Published On - 2:06 pm, Sun, 23 October 22

Next Article