T20 World Cup 2022: ટીમ ઈન્ડિયાએ લઈ લીધુ મોટું ‘રિસ્ક’, વિશ્વ કપમાં આ દાવ ઉલટો પડશે?

|

Sep 16, 2022 | 11:38 PM

T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) માટે પસંદ કરાયેલી 15 સભ્યોની ભારતીય ટીમ (Indian Cricket Team) માં જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલની વાપસી થઈ છે, જ્યારે મોહમ્મદ શમીને રિઝર્વમાં રાખવામાં આવ્યો છે.

T20 World Cup 2022: ટીમ ઈન્ડિયાએ લઈ લીધુ મોટું રિસ્ક, વિશ્વ કપમાં આ દાવ ઉલટો પડશે?
Indian Cricket Team માં મહત્વની ઝડપી બોલરને રીઝર્વ રખાયા છે

Follow us on

ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ની જાહેરાત કરવામાં આવી છે. એશિયા કપની ટીમમાં રહેલા રોહિત શર્મા (Roht Sharma) ની કપ્તાની હેઠળ મોટાભાગના એ જ ભારતીય ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ હર્ષલ પટેલ ઈજાતી સ્વસ્થ થઈ પરત ફર્યા છે. તે જ સમયે, અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી અને દીપક ચહરને રિઝર્વમાં રાખવામાં આવ્યા છે. આ અંગે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે અને હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઘાતક ફાસ્ટ બોલર મિશેલ જોન્સને (Mitchell Johnson) ટીમ ઈન્ડિયાને ચેતવણી આપી છે કે ઓછા ઝડપી બોલરોની પસંદગી ખૂબ જોખમી હશે.

બુમરાહ અને હર્ષલ ઉપરાંત વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલી 15 સભ્યોની ભારતીય ટીમમાં ભુવનેશ્વર કુમાર અને અર્શદીપ સિંહ મુખ્ય ઝડપી બોલર છે. આ સિવાય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ મીડિયમ પેસ બોલિંગ કરી શકે છે. આ સિવાય ટીમ ઈન્ડિયાએ બોલિંગ વિભાગમાં યુઝવેન્દ્ર ચહલ, રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલના રૂપમાં 3 મોટા સ્પિનરોને સામેલ કર્યા છે.

ટીમ ઈન્ડિયાએ જોખમ ઉઠાવ્યું

જો કે પાંચ ફાસ્ટ બોલરો સાથેની ભારતીય ટીમ સંતુલિત દેખાઈ રહી છે, પરંતુ વર્તમાન સ્થિતીમાં કોઈપણ ભારતીય ક્રિકેટર કરતાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર વધુ ક્રિકેટ રમી ચૂકેલા ભૂતપૂર્વ તોફાની ઝડપી બોલર જોન્સનનું માનવું છે કે ઓસ્ટ્રેલિયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયા પાસે પૂરતો ઝડપી બોલર છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રાખવું લિજેન્ડ્સ લીગ ક્રિકેટ માટે ભારત આવેલા જ્હોન્સને ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, જો તમારી પાસે ટીમમાં એક ઓલરાઉન્ડર (ફાસ્ટ બોલિંગ), બે સ્પિનર્સ અને ચાર ફાસ્ટ બોલર છે, તો તે થોડું જોખમી છે. પરંતુ ભારત પ્લેઈંગ ઈલેવનમાં બે ફાસ્ટ બોલર અને એક ઓલરાઉન્ડર (હાર્દિક પંડ્યા) અને બે સ્પિનરોને રમવા ઈચ્છે છે.

એક સાથે 4 પેસરને ઉતારવા પડશે

જોન્સને એમ પણ કહ્યું કે પર્થ જેવા મેદાનમાં ભારતે ચારેય પેસરોને મેદાનમાં ઉતારવા પડશે. આ ભૂતપૂર્વ ડાબોડી ફાસ્ટ બોલરે કહ્યું, ઓસ્ટ્રેલિયામાં તમારે ટીમમાં ત્રણ ફાસ્ટ બોલર રાખવા પડશે. પર્થની સ્થિતિમાં ચાર ફાસ્ટ બોલરો લેવા પડશે. મને લાગે છે કે તેઓએ યોજના બનાવી છે અને ટીમ પસંદ કરી છે પરંતુ માત્ર ચાર ઝડપી બોલરો સાથે તે જોખમી બની શકે છે.

T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ અને યુઝવેન્દ્ર ચહલ.

રિઝર્વ ખેલાડીઃ મોહમ્મદ શમી, દીપક ચહર અને શ્રેયસ અય્યર

 

 

 

Published On - 11:37 pm, Fri, 16 September 22

Next Article