T20 World Cup: ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ શકે છે ફાઈનલની ટક્કર, આ છે સમિકરણ

|

Nov 06, 2022 | 4:05 PM

સેમિફાઇનલમાં ભારત અને પાકિસ્તાન બંને જીત મેળવે છે, એટલે કે એક ટીમ ન્યુઝીલેન્ડ અને બીજી ઇંગ્લેન્ડને હરાવે છે, તો 13 નવેમ્બરે ફાઇનલમાં તેમની ટક્કર થાય તેવી શક્યતાઓ છે.

T20 World Cup: ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ શકે છે ફાઈનલની ટક્કર, આ છે સમિકરણ
ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભાવનાનુ ગણિત

Follow us on

કોણ કહે છે કે વિતેલો સમય પાછો નથી આવતો. જો તે ન આવે તો ટી-20 વર્લ્ડ કપ 2022 માં ભારત અને પાકિસ્તાન ફરી ટકરાવાના સમીકરણો નથી બની શકતા. ભલે ભારત અને પાકિસ્તાને 23 ઓક્ટોબરે એકબીજા સામે મેચ રમીને ટૂર્નામેન્ટમાં પોતાના પ્રવાસની શરૂઆત કરી હતી. પરંતુ, હવે લાગે છે કે આ ICC ટૂર્નામેન્ટનો અંત એટલે કે ફાઇનલ મેચ પણ આ બંને ટીમો વચ્ચે જોવા મળી શકે છે. આ પણ શક્ય જણાઈ રહ્યું છે કારણ કે પરિસ્થિતિ કંઈક આવી બની રહી હોય તેવું લાગી રહ્યું છે.

હવે તમે વિચારતા હશો કે એવા કયા સમીકરણો છે જેના દ્વારા T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાનની ટીમો ટકરાતી જોવા મળી શકે છે. T20 વર્લ્ડ કપ 2022 ની ફાઇનલ મેચ 13 નવેમ્બરે મેલબોર્નમાં રમાશે. આ મેદાન પરથી જ ભારત-પાકિસ્તાનની ટુર્નામેન્ટમાં સફર શરૂ થઈ હતી. હવે આ બંને ટીમો ફાઇનલમાં કેવી રીતે સામસામે આવી શકે છે તેના પર નજર કરીએ.

પાકિસ્તાને સેમિફાઈનલમાં બાંગ્લાદેશને હરાવ્યું

વાસ્તવમાં બાંગ્લાદેશ સામેની જીત સાથે જ પાકિસ્તાનની ટીમે સેમીફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. ભારતની સાથે સાથે પાકિસ્તાન ગ્રૂપ 2માંથી સેમીફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ છે. હવે જોવાનું એ રહે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કઈ ટીમ ગ્રૂપ 2ની પોઈન્ટ ટેલીમાં ટોપ પર રહે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ભારત ઝિમ્બાબ્વેને હરાવી ટોપ પર રહેશે

જો ભારત ઝિમ્બાબ્વે સામેની તેની છેલ્લી મેચ જીતે છે, તો તે તેના ગ્રુપ 2 પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેશે. પરંતુ જો હારી જાય તો ભારત અને પાકિસ્તાન બંનેના 6-6 પોઈન્ટ હશે અને તે સ્થિતિમાં સારા રન રેટના આધારે પાકિસ્તાનની ટીમ પોઈન્ટ ટેલીમાં ટોચ પર રહીને સેમીફાઈનલમાં જશે.

સેમીફાઈનલમાં ભારત-પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ-ઈંગ્લેન્ડ વચ્ચે થશે

પોઈન્ટ ટેલીમાં તેમની સ્થિતિના આધારે, ભારત અને પાકિસ્તાન સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે ટકરાશે. પ્રથમ સેમિફાઇનલ 9 નવેમ્બરના રોજ ગ્રુપ 1 ની ટોચની ટીમ ન્યુઝીલેન્ડ અને ગ્રુપ 2 ની બીજી ટીમ વચ્ચે રમાશે. જ્યારે બીજી સેમિફાઇનલ 10 નવેમ્બરે ગ્રુપ 1 ની બીજી ટીમ ઈંગ્લેન્ડ અને ગ્રુપ 2 ની ટોચની ટીમ વચ્ચે રમાશે.

હવે જો સેમીફાઈનલમાં ભારત અને પાકિસ્તાન બંને જીતે છે. એટલે કે એક ટીમ ન્યુઝીલેન્ડ અને બીજી ઈંગ્લેન્ડને હરાવે છે, તો 13 નવેમ્બરે ફાઇનલમાં બંને વચ્ચે ટક્કર થાય તેવી શક્યતાઓ છે. મતલબ, જ્યાંથી આ સાહસની રમત સાચી રીતે શરૂ થઈ હતી, ત્યાં જ તેનો અંત જોવા મળશે.

Published On - 3:57 pm, Sun, 6 November 22

Next Article