T20 World Cup : એડિલેડમાં ટીમ ઈન્ડિયાને નહીં મળે જીત, આશાઓ પર પાણી ફરી વળશે!

|

Oct 31, 2022 | 4:54 PM

2 નવેમ્બરે રમાનારી મેચ ભારત અને બાંગ્લાદેશ (India vs Bangladesh) બંને માટે મહત્વની છે. પરંતુ મોટી વાત એ છે કે, આ મહત્વપૂર્ણ મેચ પર વરસાદનો ખતરો જોવા મળી રહ્યો છે.

T20 World Cup : એડિલેડમાં ટીમ ઈન્ડિયાને નહીં મળે જીત, આશાઓ પર પાણી ફરી વળશે!
T20 World Cup: એડિલેડમાં ટીમ ઈન્ડિયાને નહીં મળે જીત, આશાઓ પર પાણી ફરી વળશે
Image Credit source: Twitter

Follow us on

T20 World Cupમાં ભારતની આગામી મેચ એડિલેડમાં છે. આ મેચ માટે ભારતીય ટીમના ખેલાડી પર્થ માટે પણ રવાના થયા છે. ભારત અને બાંગ્લાદેશ બંન્ને માટે 2 નવેમ્બરના રોજ રમાનારી મેચ મહત્વની છે પરંતુ મોટી વાત એ પણ છે કે, આ મહત્વની મેચમાં ભારતીય ટીમ જીતી શકશે નહિ અને માત્ર ભારતીય ટીમ જ નહિ પરંતુ બાંગ્લાદેશ સાથે પણ આવું થઈ શકે છે હવે તમે પુછશો કે, આવું કઈ રીતે ? તો આનું કારણ છે આ બંન્ને ટીમોની આશા પર પાણી ફરવાનું છે.

શહેરમાં વરસાદની પ્રબળ સંભાવના

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

એડિલેડમાં 2 નવેમ્બરે મેચ રમાશે. અને તે દિવસે ત્યાંના હવામાનનો મૂડ પણ બગડી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તે દિવસે ઓસ્ટ્રેલિયાના આ શહેરમાં વરસાદની પ્રબળ સંભાવના છે. ખાસ કરીને ભારત-બાંગ્લાદેશ મેચ શરૂ થવાના સમયે. હવે જો આવું થશે તો મેચ ક્યાં રમાશે? અને, જ્યારે મેચ જ નથી ત્યારે કોણ જીતશે અને કોણ હારશે?

એડિલેડમાં પાણી-પાણી

એડિલેડમાં હવામાન વિશે આવી રહેલા સમાચાર મુજબ તે દિવસે વાદળછાયું આકાશ રહેશે. 20-30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે સાંજે વરસાદ પણ વરસી શકે છે. 2 નવેમ્બરના રોજ એડિલેડમાં 60-70 ટકા વરસાદ પડી શકે છે.

એડિલેડમાં હવામાનના પેટર્નની અસર સ્પષ્ટ છે કે, તેની અસર ભારત-બાંગ્લાદેશ મેચ પર પડશે. જો મેચ ધોવાઇ જશે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશેબાંગ્લાદેશથી મેચ હારવી એ ભારત માટે સારો સંકેત નથી, કારણ કે તે તેમના સેમિફાઇનલ સમીકરણને બગાડશે. ટીમ ઈન્ડિયાના દૃષ્ટિકોણથી મેચ રમવી અને જીતવી એ સારું રહેશે.

પોઈન્ટ ટેબલમાં ભારત-બાંગ્લાદેશની સ્થિતિ

ચાલો આપણે પોઈન્ટ ટેબલની પરિસ્થિતિ જોઈએ તો પોઈન્ટ ટેબલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પોઈન્ટ ટેબલમાં માત્ર રન રેટનો તફાવત છે. અને આ જ કારણ છે કે 2 નવેમ્બરે એડિલેડમાં રમાનારી મેચ મહત્વપૂર્ણ છે, જ્યાં બંને ટીમો માટે જીતવું જરૂરી છે.

સૌથી પહેલા જાણી લો કે ભારતીય ટીમ ટૂર્નામેન્ટના સેમિ-ફાઇનલ રાઉન્ડ માટે કેવી રીતે ક્વોલિફાય કરી શકે છે. આ માટે સૌથી સરળ રસ્તો એ છે કે ટીમ ઈન્ડિયા હવે તેની બાકીની બે મેચ જીતે. એટલે કે જેણે 2 નવેમ્બરે બાંગ્લાદેશ સામે રમવાનું છે. અને, બીજી મેચ જે 6 નવેમ્બરે ઝિમ્બાબ્વે સામે રમવાની છે. આ બે મેચ જીત્યા બાદ તેને 8 પોઈન્ટ મળશે અને તે સરળતાથી સેમીફાઈનલમાં જઈ શકશે.

Published On - 4:38 pm, Mon, 31 October 22

Next Article