
T20 વર્લ્ડ કપ માં ભારતની સફર સેમિફાઈનલમાં સમાપ્ત થઈ ગઈ છે. ઈંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવીને સપનું તોડી નાખ્યું હતું. આ શરમજનક હાર બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા પોતાની ભાવનાઓને કાબૂમાં રાખી શક્યો નહીં. તેની આંખોમાં આવેલા આંસુ આખી દુનિયાએ જોયા. કોચ રાહુલ દ્રવિડ પણ તેને સંભાળતા જોવા મળ્યા હતા. હવે એક રિપોર્ટ અનુસાર, રોહિત ડ્રેસિંગ રૂમમાં પણ તૂટી ગયો હતો. તેની હાલત જોઈને સાથી ખેલાડીઓએ તેનું ધ્યાન રાખવું પડ્યું.
મીડિયા અહેવાલ મુજબ ભારતીય ટીમના કોચ અને કેપ્ટન દ્રવિડે હાર બાદ ટીમને ભાષણ આપ્યું હતું. દ્રવિડે આ દરમિયાન કહ્યું કે ટીમ ખૂબ જ સારું ક્રિકેટ રમી અને દરેકને તેની મહેનત પર ગર્વ હોવો જોઈએ. સાથે જ રોહિતે બધાનો આભાર પણ માન્યો હતો.
I Stand with Team India
We all have to stand for our nation nd team players! Win or loose its just a part of Game #RohitSharma #ViratKohli #TeamIndia pic.twitter.com/cAYSd6v2HY
— Vedant Birla (@birla_vedant) November 10, 2022
અહેવાલો અનુસાર, ટીમના કેટલાક સભ્યોએ કહ્યું કે ભૂતકાળમાં પણ ઘણી હાર થઈ છે, પરંતુ તેઓએ રોહિતને આટલો તૂટતો ક્યારેય જોયો નથી. ઈંગ્લેન્ડ સામેની હાર બાદ ટીમ પોતાની મેચ માટે પેકિંગમાં વ્યસ્ત હતી, ત્યારે મોડી રાત્રે ટીમના વોટ્સએપ ગ્રુપ પર એક મેસેજ આવ્યો. દરેકને ભારત જતા પહેલા એક નાનકડી મીટિંગ માટે આવવાનું કહેવામાં આવ્યું અને આ દરમિયાન બધાએ એકબીજાને ગળે લગાવ્યા.
T20 વર્લ્ડ કપમાં ભારતની સફરની વાત કરીએ તો ગ્રુપમાં શાનદાર પ્રદર્શન બાદ ટીમને સેમિફાઈનલમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ભારત ICC ઈવેન્ટ્સના નોકઆઉટમાં ફરી એકવાર ફ્લોપ થઈ ગયું. ભારત 5માંથી 4 જીત સાથે ગ્રુપ 2માં ટોચ પર રહ્યુ હતુ.
ભારત લગભગ એક દાયકા સુધી ICC ટ્રોફી જીતી શક્યું નથી. ભારતે છેલ્લે 2013માં ICC ટ્રોફીમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. એવું માનવામાં આવતું હતું કે એમએસ ધોની પછી રોહિત શર્મા ભારત માટે ખિતાબ જીતી શકે છે, પરંતુ તે પણ ફ્લોપ રહ્યો.
Published On - 8:16 am, Sat, 12 November 22