T20 World Cup Prize Money : ચેમ્પિયન ઈંગ્લેન્ડ માલામાલ, ભારત પણ ખાલી હાથ નથી

|

Nov 14, 2022 | 9:55 AM

T20 વર્લ્ડ કપ (T20 World Cup )માં માત્ર વિજેતા ટીમને જ ઈનામ આપવામાં આવતું નથી, પરંતુ જે ટીમો પહેલા રાઉન્ડમાં બહાર થઈ જાય છે તેમને પણ અમુક રકમ આપવામાં આવે છે. જાણો કઈ ટીમને કેટલા મળ્યાં છે રૂપિયા

T20 World Cup Prize Money : ચેમ્પિયન ઈંગ્લેન્ડ માલામાલ, ભારત પણ ખાલી હાથ નથી
: ચેમ્પિયન ઈંગ્લેન્ડ માલામાલ, ભારત પણ ખાલી હાથ નથી
Image Credit source: Twitter

Follow us on

જોરદાર, રોમાંચક અને ક્રિકેટ મેચોની એક મહિનાની સફરનો અંત આવ્યો છે. ઓસ્ટ્રેલિયામાં આયોજિત T20 વર્લ્ડ કપ 2022 તેના અંત સુધી પહોંચી ગયો છે અને એક નવો વર્લ્ડ ચેમ્પિયન અથવા કહો કે ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ફરીથી ટાઇટલ પર કબજો કરી ગયો છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રવિવારે 13મી નવેમ્બરે રમાયેલી ફાઇનલમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને બીજી વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી. તેના ખિસ્સામાં ટાઈટલ આવ્યું, પરંતુ માત્ર ટાઈટલ જ નહીં, પણ તેના હિસ્સામાં તગડી રકમ પણ આવી.

આઈસીસી દ્વારા દરેક વર્લ્ડકપના વિજેતા અને રનર અપ માટે ઈનામમાં મોટી રકમ આપવામાં આવે છે. ફાઈનલમાં પોતાની તાકાત દેખાડનારી પાકિસ્તાનની ટીમને ટૂર્નામેન્ટમાં મોટી રકમ મળી છે જ્યારે ઈંગ્લેન્ડને પણ ઈનામ મળ્યું છે પરંતુ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી અન્ય ટીમ પણ ખાલી હાથે ઘરે ગઈ નથી.

જીતવાનું ઈનામ કેટલું ?

icc માચે આ વર્લ્ડકપ માટે કુલ 45.68 કરોડ રુપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ટૂર્નામેન્ટની તમામ 16 ટીમને ઈનામ સ્વરુપે નાની-મોટી રકમ મળી છે. ચાલો જાણીએ કોને કેટલું ઈનામ મળ્યું

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

ચેમ્પિયન ઈંગ્લેન્ડ

વર્લ્ડ ચેમ્પિયન બનનાર ઈંગ્લેન્ડને ખિતાબ જીતવા પર અંદાજે 13.05 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. આ સિવાય તેને સુપર-12માં દરેક જીત માટે અલગથી 32.6 લાખ રૂપિયા આપવામાં આવશે. ઈંગ્લેન્ડે 3 મેચ જીતી હતી એટલે કે તેને 97 લાખથી વધુ મળશે. આ રીતે પાકિસ્તાન લગભગ 14 કરોડ રૂપિયા લેશે.

રનર અપ: પાકિસ્તાન

ટૂર્નામેન્ટના રનર્સ અપ તરીકે પાકિસ્તાનને લગભગ 6.5 કરોડ રૂપિયાનું ઈનામ મળશે. ઇંગ્લેન્ડની જેમ તેને પણ સુપર-12ની જીત માટે વધારાના પૈસા મળશે. આ રીતે તેના ખાતામાં 3 જીત સાથે 97 લાખથી વધુ આવશે અને તે લગભગ 7.5 કરોડ સાથે ઘરે જશે.

સેમીફાઈનલિસ્ટ ભારત-ન્યુઝીલેન્ડ

ભારત અને ન્યુઝીલેન્ડને સેમીફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો સેમીફાઈનલમાં હારનારી ટીમને 3.6 કરોડ રુપિયા મળશે. એટલે કે, ભારતીય ટીમ 3.6 કરોડ રુપિયા પોતાના પર્સમાં લઈ જશે. આ સિવાય સુપર-12ની જીત માટે તેને રકમ મળશે. ભારતે 3 મેચ જીતી અને તેને 97 લાખથી વધુ રકમ મળશે એટલે કે, અંદાજે 4.6 કરોડ રુપિયા ભારતના ખાતામાં આવશે.ન્યુઝીલેન્ડે પણ 3 મેચ જીતી છે અને તેને એટલી જ રકમ મળશે.

સુપર-12

આ રાઉન્ડમાં 8 ટીમો બહાર થઈ ગઈ હતી અને દરેક ટીમને 57.08 લાખ રૂપિયા મળશે. આ સિવાય દરેક જીત માટે 32.6 લાખ રૂપિયા આપવામાં આવશે. એટલે કે ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, અફઘાનિસ્તાન, આયર્લેન્ડ, ઝિમ્બાબ્વે, શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ પણ સારી રકમ સાથે સ્વદેશ પરત ફરશે.

પ્રથમ રાઉન્ડ

આ રાઉન્ડમાં 8 ટીમો વચ્ચે મુકાબલો થયો હતો જેમાંથી 4 ટીમો બહાર થઈ ગઈ હતી. દરેક એલિમિનેટ ટીમને લગભગ 32.50 લાખ રૂપિયા મળશે. આ સિવાય આ રાઉન્ડમાં કોઈપણ મેચ જીત્યા બાદ પણ તે જીતના હિસાબે વધારાના 32.50 લાખ રૂપિયા આપવામાં આવશે. વેસ્ટ ઈન્ડિઝ, સ્કોટલેન્ડ, નામિબિયા અને યુએઈ આ રાઉન્ડમાં બહાર થઈ ગયા હતા. જ્યારે નેધરલેન્ડ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડે અહીંથી સુપર-12માં જગ્યા બનાવી છે.

Next Article