Final મા પણ બેકાર રહ્યો બાબર આઝમ, T20 World Cup માં સાબિત થયો ‘સૌથી ખરાબ’ બેટ્સમેન

|

Nov 14, 2022 | 9:09 AM

પાકિસ્તાનના સુકાની બાબર આઝમ માટે ઓગસ્ટમાં એશિયા કપ બાદ બેટએ વધુ સાથ આપ્યો નથી. તે ટૂર્નામેન્ટમાં પણ તે અસફળ રહ્યો હતો અને આ વખતે પણ તેનું બેટ ચાલ્યું ન હતું.

Final મા પણ બેકાર રહ્યો બાબર આઝમ, T20 World Cup માં સાબિત થયો સૌથી ખરાબ બેટ્સમેન
Babar Azam

Follow us on

13 વર્ષ જુની વર્લ્ડ કપ જીતવાની પાકિસ્તાનની રાહ વધુ લાંબી થઈ ગઈ છે. બાબર આઝમની કપ્તાની હેઠળની પાકિસ્તાની ટીમ જ્યારે T20 વર્લ્ડ કપ 2022 નું ટાઇટલ જીતવાની નજીક આવી ત્યારે સફળતાથી વંચિત રહી હતી. રવિવારે 13 નવેમ્બરે રમાયેલી ફાઇનલમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આખી ટૂર્નામેન્ટની જેમ આ ફાઈનલમાં પણ પાકિસ્તાનના બોલરોએ પોતાની તાકાત બતાવી હતી પરંતુ ત્યાર બાદ ટીમની બેટિંગ ફ્લોપ રહી હતી, જેમાં કેપ્ટન બાબર આઝમ પણ હાંફળા-ફાંફળા દેખાતા હતા અને ટૂર્નામેન્ટના ‘સૌથી ખરાબ’ બેટ્સમેન સાબિત થયા હતા.

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને માત્ર 137 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનના બોલરોએ ટીમને જીત અપાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ બેન સ્ટોક્સની શાનદાર ઇનિંગના આધારે ઇંગ્લેન્ડે ટાઇટલ જીત્યું હતું. આ વર્લ્ડ કપમાં ખૂબ જ ખરાબ ફોર્મમાં જોવા મળી રહેલા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ફાઇનલમાં 32 રનની ઇનિંગ રમી હતી, પરંતુ આ માટે તેણે 28 બોલ રમ્યો હતો.

બાબર આઝમ સૌથી ધીમો બેટ્સમેન

આ પહેલીવાર નથી જ્યારે બાબર આઝમે ખૂબ ધીમી બેટિંગ કરી હતી. સત્ય એ છે કે આ વર્લ્ડ કપમાં તે પાવરપ્લે (1-6 ઓવર) માં બેટિંગ કરવા ઉતરેલા બેટ્સમેનોમાં સૌથી ઢીલો, ધીમો અને સૌથી ખરાબ બેટ્સમેન સાબિત થયો હતો.

Remove evil eye : ઘરની ખરાબ નજર કેવી રીતે ઉતારવી ? જુઓ Video
BSNLનો 84 દિવસનો સસ્તામાં સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, માત્ર આટલી કિંમત
કુંડળીમાં છે શની દોષ તો શનિદેવને અર્પણ કરો આ તેલનો દીવો
તમે વ્હાઇટ કોલર જોબ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે પિંક, ગ્રે, બ્લુ અને ગોલ્ડ કોલર જોબ વિશે જાણો છો?
Girlfriend On Rent : અહીં ભાડે મળે છે ગર્લફ્રેન્ડ ! એક કલાકનું છે આટલું ભાડુ
ઘરના મુખ્ય દરવાજા પર કપૂરનું પાણી છાંટવાથી થશે આ ફાયદો

આંકડા દર્શાવે છે કે ટુર્નામેન્ટના સુપર-12 રાઉન્ડથી ફાઈનલ સુધી, પાવરપ્લેમાં બાબરનો સ્ટ્રાઈક રેટ માત્ર 80.0 હતો.

બાબર ઉપરાંત ઝિમ્બાબ્વેના કેપ્ટન ક્રેગ ઈરવિનનો સ્ટ્રાઈક રેટ પણ આ સમયગાળા દરમિયાન 80.0 હતો. જો કે ભારતીય ઓપનર પણ વધુ પ્રભાવ પાડી શક્યા ન હતા. કેએલ રાહુલે પાવરપ્લેમાં માત્ર 89.47 અને કેપ્ટન રોહિત શર્માએ 94.74ના સ્કોર કર્યા હતા.

 

સતત બીજી ટુર્નામેન્ટમાં ફ્લોપ બાબર

એશિયા કપ 2022થી બાબર આઝમનું ખરાબ ફોર્મ શરૂ થયું. તે ટૂર્નામેન્ટમાં પણ પાકિસ્તાની કેપ્ટન સંપૂર્ણ ફ્લોપ દેખાતો હતો. આ વખતે વર્લ્ડ કપમાં પણ તેનું બેટ શાંત રહ્યું હતું. બાબરે સેમીફાઈનલમાં જ ન્યુઝીલેન્ડ સામે અડધી સદી ફટકારી હતી. તેણે 6 ઇનિંગ્સમાં 17.71ની એવરેજ સાથે માત્ર 124 રન બનાવ્યા, જ્યારે સ્ટ્રાઇક રેટ માત્ર 93નો હતો. બાબરે ટૂર્નામેન્ટમાં 13 ચોગ્ગા ફટકાર્યા હતા પરંતુ એક પણ છગ્ગો મારી શક્યો ન હતો.

 

Published On - 9:08 am, Mon, 14 November 22

Next Article