T20 World Cup: ટીમ ઇન્ડીયા પર ટૂર્નામેન્ટથી બહાર થવાનુ તોળાતુ સંકટ, આ 4 બાબતો છે મુખ્ય કારણ

|

Oct 28, 2021 | 9:01 AM

T20 World Cup 2021: પાકિસ્તાન (Pakistan) સામેની હાર બાદ હવે ન્યુઝીલેન્ડ (New Zealand) સામેની મેચ ભારત માટે કરો યા મરોનો છે.

T20 World Cup: ટીમ ઇન્ડીયા પર ટૂર્નામેન્ટથી બહાર થવાનુ તોળાતુ સંકટ, આ 4 બાબતો છે મુખ્ય કારણ
Virat Kohli-Indian Cricket Team

Follow us on

T20 World Cup 2021માં ભારત (Team India) ની ખૂબ જ ખરાબ શરૂઆત હવે તેમના માટે મોટી મુશ્કેલીનું કારણ બની ગઈ છે. પાકિસ્તાન સામે 10 વિકેટે હાર્યા બાદ હવે ભારતીય ટીમ (Indian Cricket Team) માટે સેમીફાઈનલમાં પહોંચવું મુશ્કેલ બની ગયું છે. ટીમ ઈન્ડિયાને હવે રવિવારે ન્યૂઝીલેન્ડ (New Zealand) સામે મેચ રમવાની છે. જેમાં ભારતે કોઇ પણ સંજોગોમાં જીત મેળવવાની છે, નહીતર ટૂર્નામેન્ટમાંથી પત્તુ સાફ થઈ શકે છે.
ટીમ ઈન્ડિયા એકથી વધુ મેચ વિનર ખેલાડીઓથી ભરેલી છે. પરંતુ 4 એવી નબળાઈઓ છે જેનો ફાયદો ન્યુઝીલેન્ડ લઈ શકે છે. ચાલો તેમના પર એક નજર કરીએ.

ખેલાડીઓ આઉટ ઓફ ફોર્મ

ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ઘણા એવા ખેલાડીઓ છે, જે પોતાના દમ પર મેચ જીતાડી શકે છે. કેએલ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ જેવા મોટા નામ ટીમ ઈન્ડિયામાં છે. પરંતુ ટીમના કેટલાક ખેલાડીઓ બિલકુલ ફોર્મમાં નથી. જેના કારણે ભારતીય ટીમ નબળી પડી રહી છે. સૂર્યકુમાર યાદવ ફોર્મમાં નથી. IPL 2021 થી રોહિત શર્મા રંગમાં નથી. સૂર્યકુમાર યાદવનું પણ એવું જ છે. હાર્દિક પંડ્યા પણ બેટિંગ રંગમાં નથી અને પંત પણ મજબૂત બેટિંગ કરી શકતો નથી.

છઠ્ઠા બોલરનો અભાવ

બુધવારે ભારતીય ટીમને સારા સમાચાર મળ્યા કે હાર્દિક પંડ્યાએ દુબઈમાં બોલિંગની પ્રેક્ટિસ કરી છે. પરંતુ તે કિવી ટીમ સામે બોલિંગ કરશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ પાસે હજુ છઠ્ઠો બોલર નથી. જો પંડ્યા બોલિંગ કરશે તો પણ તે બોલ સાથે કેટલો પ્રભાવશાળી રહેશે તે પણ એક મોટો પ્રશ્ન છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ટોસના બોસ બનવું જરુરી

સ્વીકાર્યું કે, ટોસ કોઈના નિયંત્રણમાં નથી. પરંતુ જો વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામે ટોસ હારી જાય છે, તો તે ખૂબ મુશ્કેલ હશે. દુબઈમાં પહેલા બેટિંગ કરવી મુશ્કેલ છે અને ઝાકળને કારણે પીછો કરવો એટલો જ સરળ છે. પાકિસ્તાન સામેની મેચમાં પણ આવું જ જોવા મળ્યું હતું. જો ન્યુઝીલેન્ડની ટીમ ટોસ જીતશે તો તેઓ પણ પાછળથી બેટિંગ કરશે.

ભારત સામે ન્યૂઝીલેન્ડનો રેકોર્ડ સારો

એ પણ જાણી લો કે, ICC ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમનો રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. ICC ટૂર્નામેન્ટમાં છેલ્લી 6 મેચોમાં ભારતે માત્ર 1 મેચમાં જ ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે. સૌરવ ગાંગુલીની કેપ્ટન્સીમાં વર્ષ 2003ના વર્લ્ડ કપમાં પણ આ જીત હાંસલ કરવામાં આવી હતી. ત્યારથી, 2007 T20 વર્લ્ડ કપ, 2016 T20 વર્લ્ડ કપ, 2019 વર્લ્ડ કપ સેમિફાઇનલ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ દ્વારા ભારતને હાર મળી છે.

 

 

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021, Points Table: નામીબિયાએ સ્કોટલેન્ડ સામે જીત મેળવી ભારતીય ટીમની સ્થિતી વધુ મુશ્કેલ બનાવી દીધી!

આ પણ વાંચોઃ Cricket: ડિ કોક નુ દુ:સાહસ અને વકાર યૂનુસની ‘ચાલાકી’ પાછળ શુ છે કહાની, જાણો પૂરી ડીટેઇલ

Next Article