T20 World Cup 2021: ભારત અને પાકિસ્તાન માટે ઓમાન ક્રિકેટે આપ્યો જબરદસ્ત સંદેશ, ચાહકોને શિખવી રહી છે એકતાનો પાઠ

|

Oct 20, 2021 | 9:02 AM

જોકે ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચેની સ્થિતિ વિભાજન પછી સારી નથી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ સંબંધ સતત બગડતો જઇ રહ્યો છે.

T20 World Cup 2021: ભારત અને પાકિસ્તાન માટે ઓમાન ક્રિકેટે આપ્યો જબરદસ્ત સંદેશ, ચાહકોને શિખવી રહી છે એકતાનો પાઠ
Oman Cricket Team

Follow us on

T20 વર્લ્ડકપ (T20 World Cup) માં ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે શાનદાર મેચ 24 ઓક્ટોબરે રમાવાની છે. જ્યારથી ICC એ વર્લ્ડ કપનું સમયપત્રક બહાર પાડ્યું છે, ત્યારથી ચાહકો આ માટે ખૂબ જ ઉત્સુક છે. માત્ર ક્રિકેટ જ નહીં, જ્યારે પણ કોઈ રમતમાં ભારત અને પાકિસ્તાન સામસામે આવે છે, ત્યારે તે મેચ ઓછી અને યુદ્ધ વધુ બની જાય છે. વર્ષો પહેલા બંને દેશો એક હતા, જેમાં આજે કડવાશ ભરાઇ ચૂકી છે. આજે બંને દેશના ખેલાડીઓ, ખાસ કરીને ક્રિકેટરો એકબીજાના દેશમાં જતા અચકાતા હોય છે.

વર્લ્ડ કપના આ મહામુકાબલા પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને બાબર આઝમ બંનેએ સ્પષ્ટ કરી દીધું હતું. કે તેમના માટે આ મેચ અન્ય મેચની જેમ છે. જોકે તે જાણે છે કે, હકિકતમાં આવું નથી. એક તરફ ભારત-પાકિસ્તાન ક્રિકેટ ચાહકો આ મેચને યુદ્ધનું મેદાન બનાવવામાં વ્યસ્ત છે. તો બીજી તરફ આ વર્લ્ડ કપમાં એક એવી ટીમ છે, જે વિશ્વને ભારત-પાકિસ્તાન એકતાનો સંદેશ આપી રહી છે.

ઓમાનની ટીમ એક ઉદાહરણ છે

જે લોકો એવું વિચારે છે કે ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ ક્યારેય સાથે નથી આવી શકતા. તેઓએ વર્તમાન T20 વિશ્વકપમાં રમી રહેલી ઓમાન (Oman Cricket Team) ની ટીમના વિશે જાણવું જોઈએ. મંગળવારે રમવા માટે ઉતરેલી ઓમાન ટીમમાં પાંચ ખેલાડીઓ પાકિસ્તાનમાં અને છ ખેલાડીઓ ભારતમાં જન્મેલા હતા.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

ઓમાન ટીમમાં સામેલ જતીન્દર સિંહ (લુધિયાણા), કે પ્રજાપતિ (ગુજરાત), સંદીપ ગૌર (હૈદરાબાદ), અયાન ખાન (ભોપાલ) નો જન્મ ભારતમાં થયો હતો. બિલાલ ખાન (પાયશ્વર), ફયાઝ ભટ્ટ (સિયાલકોટ) મોહમ્મદ નદીમ (સિયાલકોટ) નસીન ખુશી (સિયાલકોટ) જેવા ખેલાડીઓ પાકિસ્તાનના છે. ઓમાનની ટીમે સાબિત કર્યું છે, કે ભારત અને પાકિસ્તાન એક સાથે આવીને કમાલ કરી શકે છે. આ ટીમ બંને દેશોને એકતાનો પાઠ ભણાવતી હોય તેવું લાગે છે.

ટુર્નામેન્ટમાં સફર

શાકિબ અલ હસનની ઓલરાઉન્ડર રમતે મંગળવારે આT20 વર્લ્ડ કપની ગ્રુપ બી મેચમાં ઓમાનને 26 રનથી હરાવ્યુ હતુ. આ સાથે બાંગ્લાદેશે સુપર 12 માં પહોંચવાની આશા જાળવી રાખી હતી. ઓમાનની ટીમ સામે બાંગ્લાદેશ 20 ઓવરમાં 153 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. પરંતુ તેઓએ લક્ષ્યનો શાનદાર બચાવ કર્યો હતો, જેના કારણે ઓમાનને નવ વિકેટે માત્ર 127 રન બનાવ્યા હતા.

આ પહેલા ઓમાને રવિવારે T20 વર્લ્ડ કપના ગ્રુપ બીની પ્રથમ મેચમાં જતીન્દર સિંહ (અણનમ 73) અને આકિબ ઇલ્યાસ (અણનમ 50) વચ્ચે 131 રનની અણનમ ભાગીદારી સાથે ઘરેલુ પરિસ્થિતિઓનો ભરપૂર લાભ લીધો હતો. પાપુઆ ન્યુ ગિનીને 10 વિકેટથી હરાવીને બે પોઈન્ટ મેળવ્યા હતા.

કેપ્ટન અસદ વાલાની 56 રનની અડધી સદીની મદદથી બેટિંગ માટે આમંત્રિત કર્યા બાદ, પાપુઆ ન્યૂ ગિનીએ નવ વિકેટે 129 રન બનાવ્યા હતા. ઓમાને 13.4 ઓવરમાં 131 રન બનાવીને વિકેટ ગુમાવ્યા વગર જતિન્દર અને ઇલ્યાસ દ્વારા 85 બોલમાં અણનમ ભાગીદારી નોંધાવી હતી.

 

આ પણ વાંચોઃ Team India: ભારતીય ટીમના ખેલાડીઓની જર્સી પર જોવા મળતા ત્રણ સ્ટારનુ શુ છે મહત્વ ? શા માટે અંકિત કરવામાં આવે છે, જાણો

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021: 12 વર્ષની બાળકીએ ડિઝાઇન કરી દીધી વિશ્વકપ ટીમની સ્ટાઇલિસ્ટ જર્સી સહીતની કિટ, જર્સી ફેમસ થતા આવી ચર્ચામાં

 

 

Next Article