IND vs PAK: રોહિત શર્માને આઉટ કરવાનો પ્લાન પાકિસ્તાનમાં કોણે બનાવ્યો ? PCB ચિફે જાતે કર્યો રસપ્રદ ખુલાસો!

T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચમાં રોહિત શર્મા (Rohit Sharma) પહેલા જ બોલ પર આઉટ થયો હતો. હવે તેની વિકેટ પર નવો દાવો કરવામાં આવી રહ્યો છે.

IND vs PAK: રોહિત શર્માને આઉટ કરવાનો પ્લાન પાકિસ્તાનમાં કોણે બનાવ્યો ? PCB ચિફે જાતે કર્યો રસપ્રદ ખુલાસો!
India Vs Pakistan
| Edited By: | Updated on: Dec 05, 2021 | 10:19 AM

T20 વર્લ્ડ કપ 2021 પૂરો થઈ ગયો છે પરંતુ હજુ પણ પાકિસ્તાન (Pakistan) માં તેની ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાને પ્રથમ વખત વર્લ્ડ કપ મેચમાં ભારતને હરાવ્યું હતું અને તેથી જ તેના ભૂતપૂર્વ ક્રિકેટરો તેનો ઉલ્લેખ કરતા રહે છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના ચીફ રમીઝ રાજા (Ramiz Raja) એ એક મોટી વાત કહી છે. રમીઝ રાજાએ પોડકાસ્ટમાં કહ્યું કે તેણે બાબર આઝમને ભારત સામેની મેચમાં રોહિત શર્મા (Rohit Sharma) ને આઉટ કરવાની યોજના જણાવી હતી. તે મેચમાં રોહિત શર્માને પહેલા જ બોલ પર શાહીન આફ્રિદી (Shaheen Afridi) એ આઉટ કર્યો હતો અને ભારત મેચ 10 વિકેટથી હારી ગયું હતું.

પીસીબી ચીફ રમીઝ રાજાએ દાવો કર્યો હતો કે રોહિત શર્માની વિકેટ માટેની યોજના 24 ઓક્ટોબરના દિવસો પહેલા બનાવવામાં આવી હતી. રમીઝ રાજાએ જ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમને રોહિત શર્માની સામે માત્ર શાહીન આફ્રિદીને મૂકવા અને ભારતીય બેટ્સમેનને ઇન-સ્વિંગ યોર્કર બોલિંગ કરવા માટે કહ્યું હતું.

 

રમીઝ રાજાનો રસપ્રદ દાવો

રમીઝ રાજાએ બીબીસી પોડકાસ્ટમાં કહ્યું, ‘મેં બાબર આઝમને પૂછ્યું કે ભારત વિરુદ્ધ તમારી શું યોજના છે? બાબરે કહ્યું કે તેણે તેની યોજના બનાવી લીધી છે અને તે ક્રિકેટના આંકડાઓનો પણ આશરો લઈ રહ્યો છે. મેં જવાબ આપ્યો કે ભારત પણ આંકડાઓની મદદ લેશે. રોહિત શર્માને આઉટ કરવા માટે મેં બાબર આઝમ સાથે પ્લાન બનાવ્યો હતો. મેં બાબર આઝમને શાહીન આફ્રિદીને બોલિંગ પર મૂકવા અને તેને 100 માઈલ પર યોર્કર ફેંકવા માટે કહ્યું. રોહિતની સામે શોર્ટ મિડ-વિકેટ ફિલ્ડર મૂકો. તમે તેની વિકેટ લઈ લેશો. રમીઝ રાજા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રહી ચૂક્યા છે અને તેમણે વર્ષ 1997માં ક્રિકેટને અલવિદા કહ્યું હતું.

રોહિત ગોલ્ડન ડક પર આઉટ થયો હતો

દુબઈમાં રમાયેલી આ મેચમાં શાહીન આફ્રિદીએ મેચના ચોથા બોલ પર રોહિત શર્માની વિકેટ લીધી હતી. રોહિત શાહીન આફ્રિદીના સ્વિંગ યોર્કરને બિલકુલ જોઈ શક્યો નહીં અને બોલ તેના પેડ સાથે અથડાયો. અમ્પાયરે રોહિતને આઉટ આપ્યો. શાહીન આફ્રિદીએ આ મેચમાં કેએલ રાહુલની વિકેટ પણ લીધી હતી. તેના ખાતામાં કુલ 3 વિકેટ આવી અને શાહીનને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. ટુર્નામેન્ટમાં, પાકિસ્તાને એક પણ લીગ મેચ હાર્યા વિના સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ નોકઆઉટ મેચમાં ઓસ્ટ્રેલિયા દ્વારા તેનો પરાજય થયો હતો. અંતે, ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને હરાવીને પ્રથમ વખત T20 વર્લ્ડ કપ પર કબજો કર્યો.

 

 

આ પણ વાંચોઃ IPL: ગત સિઝનમાં ધૂમ મચાવનાર હર્ષલ પટેલનો ખુલાસો, ઝાહીર ખાને આપેલી એક સલાહે તેની દુનિયા બદલી દીધી

 

આ પણ વાંચોઃ IND vs NZ: મુંબઇ ટેસ્ટમાં એક જ દાવમાં 10 વિકેટ લઇ ઇતિહાસ રચનારા એજાઝ પટેલે કહી ખાસ વાત, સિદ્ધિથી ખુશ બોલરે હારના ખતરાંને લઇ નિરાશ !

Published On - 10:15 am, Sun, 5 December 21