T20 World Cup 2021: વિશ્વકપ શરુઆત અગાઉ જ વિરાટ કોહલી એ ઋષભ પંતને લઇ કેમ સંભળાવ્યુ કે મારી પાસે તો ઘણાં કીપર છે! જુઓ Video

|

Oct 14, 2021 | 10:31 PM

ટી20 વર્લ્ડકપ (T20 World Cup 2021) પહેલા ભારતે બે પ્રેક્ટિસ મેચ રમવાની છે. આ અંતર્ગત ઇંગ્લેન્ડ 18 ઓક્ટોબરે અને ઓસ્ટ્રેલિયા 20 ઓક્ટોબરે ટક્કર કરશે.

T20 World Cup 2021: વિશ્વકપ શરુઆત અગાઉ જ વિરાટ કોહલી એ ઋષભ પંતને લઇ કેમ સંભળાવ્યુ કે મારી પાસે તો ઘણાં કીપર છે! જુઓ Video
Rishabh Pant

Follow us on

આઇસીસી ટી20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) થોડા જ દિવસોમાં ધૂમ મચાવશે. ભારત સહિત વિશ્વભરની ટીમો T20 ક્રિકેટની સૌથી મોટી ટુર્નામેન્ટમાં પોતાનો દાવો રજૂ કરશે. T20 વર્લ્ડ કપ 2021 17 ઓક્ટોબરથી UAE અને ઓમાનમાં શરૂ થશે. ટીમ ઇન્ડીયા (Team India) ટુર્નામેન્ટ જીતવા માટે પ્રબળ દાવેદાર હશે. વિરાટ કોહલી (Virat Kohli) T20 ટીમના કેપ્ટન તરીકે છેલ્લી વખત આ ટુર્નામેન્ટમાં રમશે.

ટીમ ઇન્ડીયાની પ્રથમ મેચ પાકિસ્તાન (India vs Pakistan) સામે થશે. આ મેચ 24 ઓક્ટોબરે રમાશે. આ પહેલા ટુર્નામેન્ટને લઈને વાતાવરણ બનાવવામાં આવ્યું છે. ટુર્નામેન્ટના બ્રોડકાસ્ટ રાઇટ્સ સ્ટાર સ્પોર્ટ્સ પાસે છે અને તેઓએ ભારતીય મેચો સંબંધિત તેમના વિજ્ઞાપન બહાર પાડ્યા છે. આ એપિસોડમાં, તેણે ફરી એકવાર ભારત-પાકિસ્તાન મેચ માટે મૌકા-મૌકા વિડીયો વિજ્ઞાપનની શરૂઆત કરી છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા ભારતે વોર્મ-અપ મેચ પણ રમવાની છે. આ માટે જાહેરાતો પણ તૈયાર કરવામાં આવી છે. વિરાટ કોહલી અને ઋષભ પંત (Rishabh Pant) ભારતની વોર્મ-અપ મેચ સાથે જોડાયેલી એડ વિજ્ઞાપનમાં જોવા મળે છે. જેમાં પંત પોતાને ટીમમાં રાખવા માટે વાત કરે છે. તે ટીમ ઇન્ડીયાને વર્લ્ડ કપ જીતાડનાર એમએસ ધોની (MS Dhoni) નું ઉદાહરણ આપીને પોતાનો દાવો રજૂ કરે છે. પરંતુ કોહલી પંતને અસંમંજસમાં મુકી દે છે. બંનેએ આવી વાતચીત કરી છે-

વિરાટ કોહલી– ઋષભ ટી20 માં માત્ર સિક્સરથી જ મેચ જીતાય છે. આપડે…

ઋષભ પંત-ચિંતા ન કરો ભાઈ. હું દરરોજ પ્રેક્ટિસ કરું છું… આમ તો યાદ છે ને ભારતે વિકેટ કીપર દ્વારા સિક્સર ફટકારીને વર્લ્ડ કપ જીત્યો હતો.

વિરાટ કોહલી– હા, પણ માહી ભાઈ પછી આવો કીપર આજદિન સુધી મળ્યો નથી.

ઋષભ પંત– ભાઈ, હું છુ ને તમારો કિપર

વિરાટ કોહલી– જો કીપર તો મારી પાસે બીજા પણ ગણાં છે. વોર્મ અપ્સમાં કોણ રમશે? વિચારીએ છીએ

ઋષભ પંત– શું વિરાટ ભૈયા …

 

 

ભારત બે વોર્મ અપ મેચ રમશે

ટી20 વર્લ્ડકપ પહેલા ભારતે બે પ્રેક્ટિસ મેચ રમવાની છે. આ અંતર્ગત તે 18 ઓક્ટોબરે ઇંગ્લેન્ડ સાથે ટક્કર કરશે. આ મેચ સાંજે 7:30 વાગ્યાથી રમાશે. બીજી પ્રેક્ટિસ મેચ 20 ઓક્ટોબરે રમાશે. આ મેચ ઓસ્ટ્રેલિયાની છે અને આ મેચ બપોરે 3.30 થી રમાવાની છે. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બંને ટી20 વર્લ્ડ કપમાં ભારતના ગ્રુપમાં નથી. પરંતુ ગ્રુપ સ્ટેજ પછી તેઓ સ્પર્ધા કરી શકે છે. આ અર્થમાં, આ મેચ મહત્વપૂર્ણ હોઈ શકે છે. ઉપરાંત, ભારત આ મેચો દ્વારા તેની પ્લેઇંગ ઇલેવનનું પરીક્ષણ કરી શકે છે. આ બંને મેચનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

 

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021 બાદ ટીમ ઇન્ડીયામાંથી વિરાટ કોહલી અને રોહિત શર્મા આ કારણ થી થશે બહાર, જાણો શુ છે કારણ

આ પણ વાંચોઃ IPL 2021: હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડીયામાં ધોનીની ખોટ પૂરવાની ભૂમિકા નિભાવશે, બોલીંગને બદલે ‘વિશેષ’ જવાબદારી સોંપાઇ

 

Next Article