T20 World Cup 2021: ટીમ ઇન્ડિયાના નસિબનો ફેંસલો શનિવારે થશે, જીત બાદ સમિફાઇનલની આવી છે ફોર્મ્યૂલા

|

Nov 06, 2021 | 8:25 AM

ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) સેમિફાઇનલ રેસ માટે નેટ રન રેટની લડાઈને પોતાની તરફેણમાં ફેરવી દીધી છે અને હવે તેને 2 પોઈન્ટ સાથે નસીબની જરૂર છે.

T20 World Cup 2021: ટીમ ઇન્ડિયાના નસિબનો ફેંસલો શનિવારે થશે, જીત બાદ સમિફાઇનલની આવી છે ફોર્મ્યૂલા
Indian Cricket Team

Follow us on

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 24 ઓક્ટોબર અને ફરીથી 31 ઓક્ટોબરે બનેલી ખરાબ પરિસ્થિતિને પાછળ છોડીને ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) અને તેના કરોડો ચાહકો ફરી એકવાર આશાથી ભરાઈ ગયા છે. ICC T20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) ની સેમી ફાઇનલમાં પહોંચવા માટેની આ આશા છે. સતત બે પરાજય બાદ આ આશા જાગી હતી અને સતત બે ધમાકેદાર જીતથી તેને બળ મળ્યું હતું

શુક્રવાર, 5 નવેમ્બરે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ના જન્મદિવસ પર, નસીબ અને ટીમના પ્રદર્શને તેનો સાથ આપ્યો હતો. હવે 7 નવેમ્બર, રવિવારે ટીમને આ જ નસીબની જરૂર પડશે. આ નસીબ પોતાની મેચમાં નહીં, પરંતુ પોતાના બે હરીફો વચ્ચેની મેચમાં જરૂર પડશે અને જો તે દિવસે નસીબ સાથ આપશે તો ટીમ ઈન્ડિયાને સેમિફાઈનલમાં પહોંચતા રોકવું મુશ્કેલ બનશે.

વર્લ્ડકપની શરૂઆતમાં જ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામેની હારના કારણે ભારતની સેમીફાઈનલમાં પહોંચવાની તકો પર ધોવાઇ ગઇ હતી. પરંતુ ત્યાર બાદ પહેલા અફઘાનિસ્તાન અને હવે સ્કોટલેન્ડને ધોઈ દઇને ટીમ ઈન્ડિયા નિરાશામાંથી બહાર આવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. હવે સેમિ ફાઇનલમાં સ્થાન બનાવવાની આશા રાખી શકે છે, સ્વપ્ન જોઈ શકે છે. શુક્રવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સ્કોટલેન્ડને માત્ર 85 રનમાં આઉટ કર્યા બાદ, ભારતે વિસ્ફોટક બેટિંગની મદદથી માત્ર 39 બોલમાં લક્ષ્યનો પીછો કરીને 8 વિકેટે જીત નોંધાવી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

ભારતના ભાગ્યનો નિર્ણય 7મી નવેમ્બરે થશે

આ જીતથી ભારતને સૌથી મોટો ફાયદો એ થયો કે ટીમ ઈન્ડિયા નેટ રન રેટના મામલે તેના હરીફ ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનને પાછળ છોડી દીધુ છે. ભારતીય ટીમે ખરાબ શરૂઆત બાદ જે કરવાનું હતું તે બધુ લગભગ કરી લીધું છે. હવે તેનું નસીબ અફઘાનિસ્તાન-ન્યૂઝીલેન્ડ મેચ પર ટકેલુ છે. 7 નવેમ્બરે યોજાનારી આ મેચના પરિણામની ભારતીય ટીમ અને ચાહકોને સૌથી વધુ રાહ જોવડાવી રહેશે. તે મેચનું પરિણામ નક્કી કરશે કે ભારતને સેમીફાઈનલમાં સ્થાન મળશે કે નહીં?

 

સેમી ફાઇનલમાં પહોંચવાનું ગણિત કેવું છે?

ટીમ ઈન્ડિયાને સેમીફાઈનલમાં પહોંચવા માટે કોઈપણ કિંમતે અફઘાનિસ્તાનનો વિજય જરૂરી છે. જો અફઘાન ટીમ ન્યુઝીલેન્ડને હરાવશે અને પછી ભારત 8 નવેમ્બરે છેલ્લી મેચમાં નામીબિયાને હરાવશે તો ત્રણેય ટીમોના 6-6 પોઈન્ટ હશે. ત્યારપછી નેટ રન રેટની રમત આવશે, જ્યાં સ્થિતિ ટીમ ઈન્ડિયાની તરફેણમાં જણાઈ રહી છે.

  • ભારતનો નેટ રન રેટ +1.619 છે, જ્યારે અફઘાનિસ્તાનનો +1.481 અને ન્યુઝીલેન્ડનો +1.277 છે. અત્યારે ભારત અહીં આગળ છે.
  • જો ન્યુઝીલેન્ડ અફઘાનિસ્તાન સામે મેચ હારી જાય છે, તો તેનો NRR ઘટશે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન બીજા સ્થાને પહોંચી જશે.
  • પછી જો ભારત નામિબિયાને હરાવશે તો તે ન્યુઝીલેન્ડને પણ પાછળ છોડી દેશે, કારણ કે ટીમ ઈન્ડિયાનો NRR પહેલાથી જ તેનાથી વધુ છે.
  • આવી સ્થિતિમાં ટક્કર ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે થશે. ભારતીય ટીમ ઈચ્છે છે કે કિવી સામે અફઘાનિસ્તાન જીતે, પરંતુ મોટા માર્જિનથી નહીં, જેથી તેનો NRR ભારતથી આગળ નીકળી ન શકે.
  • જો અફઘાનિસ્તાનની જીત પણ NRRમાં જબરદસ્ત ઉછાળો લાવે છે, તો ટીમ ઈન્ડિયાએ 8 નવેમ્બરે નામિબિયા સામે મોટા અંતરથી ફરીથી જીત મેળવવી પડશે.

 

 

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021: સ્કોટલેન્ડને રગદોળી ભારતની સેમિફાઇનલની આશા જીવંત, 8 વિકેટે ટીમ ઇન્ડિયાની શાનદાર જીત

 

આ પણ વાંચોઃ Cricket: હેડિંગ્લે ક્રિકેટ ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મુકાયો, યોર્કશાયરની આ બેદરકારીને લઇ ભરાયુ આકરુ પગલુ

 

 

Next Article