
દિલ્હી કેપિટલ્સના ઝડપી બોલર આવેશ ખાન પણ ટીમ ઇન્ડીયા સાથે નેટ બોલર તરીકે જોડાશે. આવેશ ખાને અત્યાર સુધી IPL 2021 માં 23 વિકેટ લીધી છે. તેના ફાસ્ટ પેસ બાઉન્સર્સ અને યોર્કર્સ ભારતીય બેટ્સમેનોના નેટ્સમાં ટેસ્ટ લેશે.

સનરાઇઝર્સ હૈદરાબાદના ઝડપી બોલર ઉમરાન મલિકને પણ ટીમ ઇન્ડીયા સાથે નેટ બોલર તરીકે ઉમેરવામાં આવ્યો છે. ઉમરાન મલિકને 3 મેચમાં રમવાની તક મળી, જેમાં આ ઝડપી બોલરે 2 વિકેટ લીધી. પરંતુ તેની ગતિએ બધાને ખૂબ પ્રભાવિત કર્યા છે. ઉમરાન મલિકે 154 કિ.મી. પ્રતિ કલાકની સ્પીડ બોલ પણ ફેંકવામાં આવ્યો હતો. વિરાટ કોહલી પણ આ ઝડપી બોલરની ઝડપનો ચાહક બની ગયો છે.

ડાબા હાથના ઝડપી બોલર લુકમાન મેરીવાલા નેટ બોલર તરીકે પણ ટીમ ઇન્ડિયા સાથે જોડાયેલા છે. મેરીવાલા દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ટીમનો ભાગ છે.

Venkatesh Iyer

ચેન્નાઈ સુપર કિંગ્સના સ્પિનર કર્ણ શર્મા, કૃષ્ણપ્પા ગૌતમને પણ ટીમ ઈન્ડીયા સાથે નેટ બોલર તરીકે ઉમેરવામાં આવ્યા છે. આ બંને ખેલાડીઓ આઈપીએલના યુએઈ લેગમાં રમતા જોવા મળ્યા ન હતા. પરંતુ T20 નિષ્ણાત ગણાતા કર્ણ અને કૃષ્ણપ્પા ભારતીય ટીમની તૈયારીઓમાં નોંધપાત્ર યોગદાન આપી શકે છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ડાબા હાથના સ્પિનર શાહબાઝ અહમદને પણ નેટ બોલર તરીકે ટીમ ઇન્ડીયામાં ઉમેરવામાં આવ્યો છે. શાહબાઝ સારી સ્પિન બોલિંગ કરે છે. શાહબાઝે આ સિઝનમાં 11 મેચમાં 7 વિકેટ લીધી હતી અને તેનો ઇકોનોમી રેટ માત્ર 6.57 હતો.