T20 World Cup 2021: સુપર 12 ના ‘ગૃપ ઓફ ડેથ’ માં ફસાઇ આ 6 ટીમો, કેવી રહેશે ટીમ ઇન્ડિયાની સ્થિતી, જાણો

|

Oct 23, 2021 | 9:41 AM

સુપર-12 રાઉન્ડમાં 8 ટીમો પહેલેથી હાજર હતી, જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ, નામીબિયા અને સ્કોટલેન્ડ સહિત 4 ટીમોને પ્રથમ રાઉન્ડના આધારે પ્રવેશ મળ્યો છે.

T20 World Cup 2021: સુપર 12 ના ગૃપ ઓફ ડેથ માં ફસાઇ આ 6 ટીમો, કેવી રહેશે ટીમ ઇન્ડિયાની સ્થિતી, જાણો
T20 World Cup 2021

Follow us on

ICC T20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) ની ટાઈટલ જંગ શનિવાર 23 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. ઓમાન અને યુએઈમાં 17 ઓક્ટોબરથી શરૂ થયેલી ટૂર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ગયો છે. શ્રીલંકા (Sri Lanka) અને બાંગ્લાદેશ (Bangladesh) જેવી મહાન ટીમો સહિત 8 દેશો વચ્ચે આ રાઉન્ડમાં કુલ 12 મેચ રમાઈ હતી અને આમાંથી 4 ટીમો બીજા રાઉન્ડ એટલે કે સુપર-12 તબક્કામાં પહોંચી ગઈ છે, જ્યાંથી ખિતાબ માટેની ખરી રેસ શરૂ થાય છે.

સુપર-12 માં પહેલેથી જ 8 ટીમો છે, જે ક્વોલિફિકેશન સમયે આઈસીસી રેન્કિંગમાં ટોપ 8 સ્થાન પર હતી. આ તમામ ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા છે અને તેમાં બે-બે ટીમોએ વર્લ્ડ કપના પ્રથમ રાઉન્ડથી જ પોતાનું સ્થાન બનાવી લીધું છે. હવે જ્યારે પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો છે. બંને જૂથો પર એક નજર નાખવી જરૂરી છે, કારણ કે આમાંથી એક જૂથ ફૂટબોલની ભાષામાં ‘ગ્રુપ ઓફ ડેથ’ બની ગયું છે.

પ્રથમ રાઉન્ડની છેલ્લી બે મેચો શુક્રવારે 22 ઓક્ટોબરે રમાઈ હતી. જેમાં નામિબિયાએ ગ્રુપ Aમાંથી રોમાંચક મેચમાં આયર્લેન્ડને હરાવીને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. શ્રીલંકાએ આ ગ્રુપમાંથી પોતાની ત્રીજી મેચ પણ જીતી હતી. શ્રીલંકાની ટીમે બે દિવસ પહેલા જ સુપર-12 માં પોતાના સ્થાન નિશ્વિત કરી દીધુ હતુ અને તેના જૂથ પર પણ શુક્રવારે મહોર લાગી ગઇ હતી.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

આ દિવસે એટલે કે ગુરુવાર 21 ઓક્ટોબર, ગ્રુપ-બીની છેલ્લી મેચ રમાઈ હતી. જેમાં બાંગ્લાદેશે પાપુઆ ન્યૂ ગિનીને હરાવ્યુ હતુ, જ્યારે સ્કોટલેન્ડે ઓમાનને હરાવ્યુ હતુ. ગ્રુપમાં સ્કોટલેન્ડ પ્રથમ સ્થાને, જ્યારે બાંગ્લાદેશ બીજા ક્રમે આવ્યું હતુ. આ પરિણામો સાથે, સુપર-12 ના બંને જૂથોની સ્થિતિ કંઈક આ પ્રકારની બની ગઈ છે.

સુપર-12 ગ્રુપ 1: ત્રણ વર્લ્ડ ચેમ્પિયન સાથે ‘ગ્રુપ ઓફ ડેથ’.

વર્તમાન વિશ્વ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝ, 2010 વિશ્વ ચેમ્પિયન ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા. સુપર-12નું ગ્રુપ-1 પહેલેથી જ આ ચાર જબરદસ્ત ટીમોથી ભરેલું હતું. આ ગ્રુપમાં બે ટીમો માટે જગ્યા ખાલી હતી, જેમને પહેલા રાઉન્ડ પછી એન્ટ્રી મળવાની હતી. પહેલા રાઉન્ડના પરિણામો પછી જે પરિસ્થિતિ આવી હતી, ભાગ્યે જ કોઈએ કલ્પના કરી હશે.

શ્રીલંકાએ ગ્રુપ Aમાં ટોચ પર રહીને આ ગ્રુપમાં જગ્યા બનાવી છે. તે જ સમયે, બાંગ્લાદેશને પણ ગ્રુપ-બીમાં બીજા સ્થાનને કારણે તે જ ગ્રુપમાં સ્થાન મળ્યું. એટલે કે, હવે આ ગ્રુપમાં 3 વર્લ્ડ ચેમ્પિયન ટીમો છે, જેમણે મળીને 6 માંથી 4 ટી20 વર્લ્ડ કપ ટાઇટલ જીત્યા છે. આ અર્થમાં, આ જૂથ આ વિશ્વ કપનું સૌથી મુશ્કેલ જૂથ બની ગયું છે, જેને સરળતાથી ‘ગ્રુપ ઓફ ડેથ’ કહી શકાય.

સુપર-12 ગ્રુપ 2: ટીમ ઈન્ડિયાનો રસ્તો સરળ?

આ દરમિયાન ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન સુપર-12 ના બીજા જૂથમાં પહેલેથી જ હતા. આ ગ્રુપમાં પ્રથમ રાઉન્ડથી જ બે ટીમોને એન્ટ્રી મળવાની હતી. આદર્શ એ જ બન્યું હોત કે બાંગ્લાદેશની ટીમે અહીં એન્ટ્રી મારી હોત. પરંતુ સ્કોટલેન્ડે તેને પરાજય આપતાં આવું થતું અટકાવ્યું હતું. ઇનામ સ્કોટલેન્ડને ગયું, જે ગ્રુપ બીમાં પ્રથમ સ્થાન હોવાને કારણે અહીં પહોંચ્યું.

ગ્રુપ A માં સૌથી નબળી ટીમ નામીબિયાએ પ્રથમ વખત વર્લ્ડકપમાં ભાગ લેતા બધાને આશ્ચર્યચકિત કર્યા અને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી. જો કે ક્રિકેટના મેદાનમાં મેચના દિવસે કોઈ જબરજસ્ત બની શકે છે. પરંતુ અનુભવ, ક્ષમતા અને રેકોર્ડને જોતા ભારત, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ જેવી ટીમો માટે સુપર-12 રાઉન્ડ સરળ બની ગયો છે.

સુપર-12 રાઉન્ડમાં મેચો 23 ઓક્ટોબરથી શરૂ થશે અને બંને ગ્રુપમાં કુલ 30 મેચ રમાશે. આ બે ગ્રુપમાંથી માત્ર બે ટીમો જ આગળ વધશે અને સેમીફાઈનલમાં પ્રવેશ કરશે. દેખીતી રીતે, જે રીતે બંને જૂથો તૈયાર કરવામાં આવ્યા છે, તેમાં થોડી ઉથલપાથલ થવાની સંભાવના છે.

 

 

આ પણ વાંચોઃ IND vs PAK, T20 World Cup 2021: પાકિસ્તાનના પ્રેકટીશ એરીયામાં ધોની ! હરિફ ટીમનો આ ખેલાડી મળવા થયો બેતાબ, જુઓ Video

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021: ‘મૌકા-મૌકા’ એડ વાળો છોકરો એન્જીનીયર છે, શાહરુખ-સલમાન સાથે અભિનય કરી ચૂક્યો છે, જાણો પૂરી ડીટેઇલ

 

 

 

Next Article