T20 World Cup 2021: અક્ષર પટેલનુ કેમ કપાઇ ગયુ પત્તુ ? ટીમ ઇન્ડીયામાં કયા સમિકરણોએ પસંદગી બાદ બતાવ્યો બહારનો રસ્તો, જાણો

|

Oct 14, 2021 | 12:46 PM

T20 વિશ્વકપ 2021 (T20 World Cup 2021) ની ટીમમાં ફેરફાર કરતા શાર્દૂલ ઠાકુરનો સમાવેશ કરાયો છે, જ્યારે અક્ષર પટેલ (Akshar Patel) ને ટીમમાં સ્ટેન્ડ બાય રખાયો છે.

T20 World Cup 2021: અક્ષર પટેલનુ કેમ કપાઇ ગયુ પત્તુ ? ટીમ ઇન્ડીયામાં કયા સમિકરણોએ પસંદગી બાદ બતાવ્યો બહારનો રસ્તો, જાણો
Akshar Patel

Follow us on

T20 વિશ્વકપ 2021 (T20 World Cup 2021) ને લઇને જોવાઇ રહેલી રાહનો હવે અંત થવા આવી રહ્યો છે. અનેક ટીમોએ તેમની ટીમોમાં નાના મોટા ફેરાફારો કર્યા છે. કેટલાકે તેમના ખેલાડીઓની ફીટનેસને ધ્યાને લઇને બદલાવ કરવામાં આવ્યો છે. આ દરમ્યાન ટીમ ઇન્ડીયા (Team India) માં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અક્ષર પટેલ (Akshar Patel) ને ટીમની બહાર કરી દેવામાં આવ્યો છે. તેના બદલે શાર્દૂલ ઠાકુર (Shardul Thakur) ને સ્થાન આપવામા આવ્યુ છે. આ અક્ષરને બહાર કરવાને લઇ હવે તેના કારણોને લઇ ચર્ચા થવા લાગી છે.

આમ તો જોકે BCCI દ્વારાઆ ફેરફાર અંગે કોઇ જ ફોડ પાડ્યો નથી. BCCI એ ટીમમાં કરેલા બદલાવને લઇને જાણકારી જારી કરી દીધી છે. ત્યાર બાદ ક્રિકેટ એક્સપર્ટ થી લઇને પૂર્વ દિગ્ગજો દ્વારા તેને બહાર કરવાના કારણો પણ અલગ અલગ ધરી રહ્યા છે. જેમાં ખાસ કરીને શાર્દૂલ ઠાકુરના IPL 2021 માં રહેલા પ્રદર્શનને આગળ ધરવામાં આવી રહ્યુ છે.

જાડેજા પહેલા થી જ અંતિમ 11 માટે ફીટ

રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ટીમ ઇન્ડીયામાં પહેલા થી જ નિશ્વિત છે. તે ટીમ નો મહત્વનો હિસ્સો છે. જાડેજા લેફર્ટ આર્મ સ્પિન ઓલ રાઉન્ડર છે. તે હાલમાં પૂરી રીતે ફીટ છે અને ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમના માટે મહત્વની ભૂમિકા નિભાવી રહ્યો છે. ચેન્નાઇની ટીમ હાલમાં ફાઇનલ સુધી પહોંચી ચુકી છે. જેમાં જાડેજાએ ટીમની આશાઓ પૂરી કરવાની જવાબદારી નિભાવવાની છે. આવી સ્થિતીમાં તે ટીમ ઇન્ડીયા માટે પણ ખૂબ જ મહત્વવતા ધરાવે છે.

'હું શાહરૂખ ખાન નથી, મારી પાસે એટલા પૈસા નથી', સૈફ અલી ખાને આવું કેમ કહ્યું ?
પાણીમાં જહાજ કેવી રીતે લગાવે છે બ્રેક ?
લગ્ઝરી કાર બાદ અભિનેત્રીએ 6.24 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું, જુઓ ફોટો
LIC ની ખાસ યોજના: તમને દર મહિને મળશે 17000 રૂપિયા, જાણો કઈ રીતે
BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે
Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન

સ્પિનર ઉપરાંત ઝડપી બોલીંગ સાથેનો ઓલરાઉન્ડર સામેલ

શાર્દૂલ ઠાકુરના ટીમમાં આવવાનુ આ એક કારણ માનવામાં આવે છે. જેમાં જાડેજા સ્પિન ઓલરાઉન્ડર છે, તો શાર્દૂલ ઝડપી બોલીંગ કરતો ઓલરાઉન્ડર ખેલાડી છે. આમ શાર્દૂલે બોલીંગ અને બેટીંગ બંને રીતે આઇપીએલમાં શાનદાર પ્રદર્શન તેની ટીમ માટે કર્યુ છે. તેના ટીમમાં આવવા થી હવે સ્પિન અને ઝડપી બંને પ્રકારે એક સંતુલન મળી રહેવાની આશા છે.

હાર્દિક પંડ્યાને લઇ અસમંજસ

ટીમમાં હાર્દિક પંડ્યાનો સમાવેશ તો કરવામાં આવ્યો છે, પરંતુ તે બોલીંગ કરી રહ્યો નથી. તેણે આઇપીએલમાં મુંબઇ ઇન્ડીયન્સ માટે પણ બોલીંગ નહોતી કરી. હવે તે વિશ્વકપ દરમ્યાન પણ બોલીંગ કરવાને લઇને પણ સ્પષ્ટ નથી. વળી તેને લઇને કોઇ જ અપડેટ સામે આવી રહ્યા નથી. શાર્દૂલ ઠાકુર હાર્દિક પંડ્યાનો પણ વિકલ્પ બની શકે છે. આમ હાર્દિકના કવર તરીકે પણ અક્ષરને દૂર કરીને શાર્દૂલને ટીમમાં સમાવવાનુ ગણિત અપનાવ્યુ હોઇ શકે છે.

આઇપીએલ 2021માં શાર્દૂલનુ પ્રદર્શન

સિઝનમાં શાર્દૂલ ઠાકુરે સારુ પ્રદર્શન ચેન્નાઇ સુપક કિંગ્સ વતી રમતા કર્યુ છે. તેણે આઇપીએલ 2021માં કરેલા પ્રદર્શને જ ટીમ ઇન્ડીયાના સિલેક્ટર્સનુ ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે. તેણે સિઝનમાં 15 મેચ રમી છે. બોલીંગમાં આ દરમ્યાન 27.16 ની સરેરાશ થી 18 વિકેટ ઝડપી છે. જ્યારે તેનો ઇકોનોમી રેટ 8.75 રહ્યો છે.

 

આ પણ વાંચોઃ IPL 2021: ધોની પાસે તૈયાર થયો, અને રાજસ્થાન થી કોલકાતા પહોચેલો રાહુલ ત્રિપાઠી 2021 ની સિઝનમાં ચમકી ઉઠ્યો

આ પણ વાંચોઃ IPL 2021: આસાન જીત કેમ કોલકાતા માટે મુશ્કેલ બની ગઇ ? લાગલગાટ 5 બેટ્સમેનોના ખાતામાં માત્ર ‘શૂન્ય’ જ નોંધાયા!

Next Article