T20 World Cup 2021 બાદ ટીમ ઇન્ડીયામાંથી વિરાટ કોહલી અને રોહિત શર્મા આ કારણ થી થશે બહાર, જાણો શુ છે કારણ

|

Oct 14, 2021 | 7:34 PM

ટી20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) પછી ભારતીય ટીમે (Team India) ન્યૂઝીલેન્ડ સામે ટી20 શ્રેણી રમવાની છે, જેમાં ભારતના ઘણા સિનીયર ખેલાડીઓને આરામ આપી શકાય છે.

T20 World Cup 2021 બાદ ટીમ ઇન્ડીયામાંથી વિરાટ કોહલી અને રોહિત શર્મા આ કારણ થી થશે બહાર, જાણો   શુ છે કારણ
t20 world cup india vs england warm up match

Follow us on

ટી20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) પછી તરત જ, ટીમ ઇન્ડીયા (Team India) એ ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની ટી20 સીરીઝ અને 2 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. એવા અહેવાલો છે કે ન્યૂઝીલેન્ડ (New Zealand) સામેની ટી20 શ્રેણી દરમિયાન ભારતીય વરિષ્ઠ ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે, જે વર્લ્ડ કપની ફાઇનલ પછી એક સપ્તાહથી પણ ઓછા સમયમાં શરૂ થાય છે.

સુકાની વિરાટ કોહલી (Virat Kohli), ઉપ-કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) અને ઝડપી બોલર જસપ્રીત બુમરાહ જેવા ટોચના ભારતીય ખેલાડીઓ જૂન માસમાં સાઉથમ્પ્ટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆતથી ‘બાયો-બબલ’ માં રહ્યા છે. તેમાંથી, ઇંગ્લેન્ડમાં જોતે બાયોબબલ સુરક્ષા માહોલ ઓછું પ્રતિબંધિત હતું. જેના કારણે ભારતીય કેમ્પમાં કોવિડ-19 કેસ આવવાને કારણે માન્ચેસ્ટરમાં પાંચમી ટેસ્ટ રદ કરવામાં આવી હતી.

ન્યૂઝીલેન્ડ સામે ટી20 શ્રેણીમાં યુવાનોને તક મળશે

મીડિયા રિપોર્ટ અનુસાર, મોટાભાગના ભારતીય ખેલાડીઓ, વરિષ્ઠ ખેલાડીઓ છેલ્લા ચાર મહિનામાં સતત ત્રણ’ બાયો-બબલ્સ’માં હતા. સંભવ છે કે ટી ​20 વર્લ્ડ કપ પછી, તેઓ ડિસેમ્બરના અંતમાં શરૂ થનારી દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા તેમને વિરામ અને ફ્રેશ કરવા ઇચ્છશો. કોહલી, બુમરાહ અને મોહમ્મદ શામી જેવા ખેલાડીઓને આરામ આપવામાં આવશે તે પહેલાથી જ નક્કી છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

રોહિત શર્મા, જે ઇંગ્લેન્ડ સામેની ઘરેલુ શ્રેણીથી સતત રમી રહ્યો છે, તેને પણ આરામની જરૂર પડશે. પરંતુ કોહલીએ ટી20 કેપ્ટન પદ છોડ્યા બાદ વર્કલોડ મેનેજમેન્ટ પરિસ્થિતિને કેવી રીતે હલ કરે છે તે જોવું રહેશે. આવી સ્થિતિમાં ઋતુરાજ ગાયકવાડ, હર્ષલ પટેલ, આવેશ ખાન અને વેંકટેશ ઐય્યરને અજમાવી શકાય છે.

દ્રાવિડ ફરી મુખ્ય કોચની જવાબદારી સંભાળશે!

અટકળો એવી છે કે રાહુલ દ્રાવિડ ન્યૂઝીલેન્ડ શ્રેણી દરમિયાન વચગાળાના કોચ હશે. તમને જણાવી દઈએ કે રવિ શાસ્ત્રીનો કાર્યકાળ આ મહિને T20 વર્લ્ડ કપ સાથે સમાપ્ત થઈ રહ્યો છે. જોકે, નેશનલ ક્રિકેટ એકેડમીના ચીફ દ્રાવિડે આગામી વર્ષના અંડર-19 વર્લ્ડ કપ માટે બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરવી પડશે.

BCCI (ભારતીય ક્રિકેટ બોર્ડ) ને વિશ્વાસ છે કે, તેઓ સમયસર નવા કોચની નિમણૂક કરશે. ભારતે 17, 19 અને 21 નવેમ્બરે જયપુર, રાંચી અને કોલકાતામાં ત્રણ ટી 20 મેચ રમવાની છે.

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021: અક્ષર પટેલનુ કેમ કપાઇ ગયુ પત્તુ ? ટીમ ઇન્ડીયામાં કયા સમિકરણોએ પસંદગી બાદ બતાવ્યો બહારનો રસ્તો, જાણો

આ પણ વાંચોઃ IPL 2021: ધોની માટે કાંટા રુપ KKR ની આ ખાસ બાબત ! જ્યારે-જ્યારે કોલકાતા ફાઇનલમાં પહોંચ્યુ ત્યારે વિજેતા જ બન્યુ છે

Next Article