
સ્કોટલેન્ડ ક્રિકેટે એક તસવીર શેર કરી છે. જેમાં રેબેકા ટીમની જર્સી પહેરેલી જોવા મળી રહી છે અને ટીવીની પાછળ સ્કોટલેન્ડની મેચ ચાલી રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું, 'સ્કોટલેન્ડના કિટ ડિઝાઇનર. 12 વર્ષની રેબેકા ડાઉની હેડિંગ્ટનની રહેવાસી છે જે ટીવી પર પહેલી ગેમ જોઈ રહી હતી. આભાર રેબેકા.

સ્કોટલેન્ડે પોતાની પહેલી જ મેચમાં અદ્ભુત અપસેટ કર્યો છે. T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં તે બાંગ્લાદેશ સામે રમી હતી. રવિવારે T20 વર્લ્ડ કપની ગ્રુપ બી મેચમાં બાંગ્લાદેશને છ રનથી હરાવીને બે પોઇન્ટ મેળવ્યા. પ્રથમ બેટિંગ માટે આમંત્રિત કર્યા બાદ સ્કોટલેન્ડે નવ વિકેટે 140 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશ સાત વિકેટે 134 રન જ બનાવી શક્યું હતું.