T20 women’s world cupનો આજથી થશે પ્રારંભ, જાણો વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ

|

Feb 12, 2023 | 6:44 AM

T20 women world cup schedule : દર વખતની જેમ આ વખતે પણ ભારતીય ટીમને દાવેદાર માનવામાં આવી રહી છે, જે હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ મેદાન પર ઉતરશે.

T20 womens world cupનો આજથી થશે પ્રારંભ, જાણો વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ
T20 women world cup 2023
Image Credit source: twitter

Follow us on

આજે એટલે કે 10 ફેબ્રુઆરીથી દક્ષિણ આફ્રિકાની ધરતી પર ટી-20 મહિલા વર્લ્ડ કપનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. 17 દિવસ સુધી કુલ 23 મેચો રમાશે. ટુર્નામેન્ટના ચેમ્પિયનનો નિર્ણય 26 ફેબ્રુઆરીએ થશે. દર વખતની જેમ આ વખતે પણ ભારતીય ટીમને દાવેદાર માનવામાં આવી રહી છે, જે હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ મેદાન પર ઉતરશે.સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર તમે આ વર્લ્ડ કપની તમામ મેચ જોઈ શકશો.

ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારતને ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝની સાથે ગ્રુપ બીમાં રાખવામાં આવ્યું છે. બીજી તરફ ગ્રુપ Aમાં યજમાન દક્ષિણ આફ્રિકા સિવાય વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડની ટીમ સામેલ છે. ગ્રુપ રાઉન્ડમાં દરેક ટીમ તેમના ગ્રુપની બાકીની ટીમો સામે એક-એક મેચ રમશે. બંને ગ્રૂપની ટોચની બે ટીમો સેમિ ફાઇનલમાં પ્રવેશ કરશે.

ટી-20 મહિલા વર્લ્ડ કપની વિજેતા ટીમો

  1. વર્ષ  2009 –  ચેમ્પિયન ટીમ  ઇંગ્લેન્ડ
  2. વર્ષ  2010 –  ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા
  3. વર્ષ  2012 – ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા
  4. વર્ષ  2014 –  ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા
  5. વર્ષ  2016 –  ચેમ્પિયન ટીમ વેસ્ટ ઇન્ડિઝ
  6. વર્ષ  2018 –  ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા
  7. વર્ષ  2020 –  ચેમ્પિયન ટીમ   ઓસ્ટ્રેલિયા

આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર

મહિલા T20 વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ

10 ફેબ્રુઆરી – સાઉથ આફ્રિકા v/s શ્રીલંકા – રાત્રે – 10.30 કલાકે

11 ફેબ્રુઆરી – વેસ્ટ ઈન્ડિઝ v/s ઈંગ્લેન્ડ – રાત્રે6.30 કલાકે

11 ફેબ્રુઆરી – ઓસ્ટ્રેલિયા v/s ન્યુઝીલેન્ડ – રાત્રે 10.30 કલાકે

12 ફેબ્રુઆરી – ભારત v/s પાકિસ્તાન – રાત્રે6.30 કલાકે

12 ફેબ્રુઆરી – બાંગ્લાદેશ v/s શ્રીલંકા – રાત્રે 10.30 કલાકે

13 ફેબ્રુઆરી – આયર્લેન્ડ v/s ઈંગ્લેન્ડ – રાત્રે 6.30 કલાકે

13 ફેબ્રુઆરી – દક્ષિણ આફ્રિકા v/s ન્યુઝીલેન્ડ – રાત્રે 10.30 કલાકે

14 ફેબ્રુઆરી – ઓસ્ટ્રેલિયા v/s બાંગ્લાદેશ – રાત્રે 10.30 કલાકે

15 ફેબ્રુઆરી – ભારત v/s વેસ્ટ ઈન્ડિઝ – રાત્રે6.30 કલાકે

15 ફેબ્રુઆરી – પાકિસ્તાન v/s આયર્લેન્ડ – રાત્રે 10.30 કલાકે

16 ફેબ્રુઆરી – શ્રીલંકા v/s ઓસ્ટ્રેલિયા – રાત્રે 6.30 કલાકે

17 ફેબ્રુઆરી – ન્યુઝીલેન્ડ વિ બાંગ્લાદેશ – રાત્રે 6.30 કલાકે

17 ફેબ્રુઆરી – વેસ્ટ ઈન્ડિઝ v/s આયર્લેન્ડ – રાત્રે 10.30 કલાકે

18 ફેબ્રુઆરી – ભારત v/s ઈંગ્લેન્ડ – રાત્રે 6.30 કલાકે

18 ફેબ્રુઆરી – દક્ષિણ આફ્રિકા v/s ઓસ્ટ્રેલિયા – રાત્રે 10.30 કલાકે

19 ફેબ્રુઆરી – પાકિસ્તાન v/s વેસ્ટ ઈન્ડિઝ – રાત્રે 6.30 કલાકે

19 ફેબ્રુઆરી – ન્યુઝીલેન્ડ v/s શ્રીલંકા – રાત્રે 10.30 કલાકે

20 ફેબ્રુઆરી – ભારત v/s આયર્લેન્ડ – રાત્રે 6.30 કલાકે

21 ફેબ્રુઆરી – ઈંગ્લેન્ડ v/s પાકિસ્તાન – રાત્રે 6.30 કલાકે

સાઉથ આફ્રિકા v/s બાંગ્લાદેશ – રાત્રે 10.30

સેમિ ફાઈનલ અને ફાઈનલ મેચ

23 ફેબ્રુઆરી – પ્રથમ સેમિફાઇનલ – રાત્રે 6.30 કલાકે

24 ફેબ્રુઆરી – બીજી સેમિફાઇનલ – રાત્રે 6.30 કલાકે

26 ફેબ્રુઆરી – ફાઇનલ – સાંજે 6.30 કલાકે

રમતગમતનો ગઢ બની રહ્યું છે દક્ષિણ આફ્રિકા

દક્ષિણ આફ્રીકામાં હાલમાં ઘણી સ્પોર્ટસ ઈવેન્ટ ચાલી રહી છે. SA20 ક્રિકેટ ટુર્નામેન્ટ, અંડર 19 મહિલા વર્લ્ડ કપ બાદ હવે દક્ષિણ આફ્રીકાની ધરતી પર ટી-20 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપના પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ દેશે વર્ષ 2003ના વર્લ્ડ કપ, 2007ના ટી-20 વર્લ્ડ કપ, 2009 આઈપીએલ, 2009 ચેમ્પિયનન્સ ટ્રોફી અને 2010ના ફિફા વર્લ્ડ કપની સફળતા પૂર્વક યજમાની કરી હતી.

Published On - 8:52 am, Fri, 10 February 23

Next Article