Arjun Tendulkar : અર્જુન તેંડુલકરે જીતાડી મેચ, એકલા હાથે લીધી આટલી વિકેટો

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ગોવાએ મધ્યપ્રદેશને 7 વિકેટથી હરાવ્યું. પહેલા બેટિંગ કરતા મધ્યપ્રદેશે 170 રન બનાવ્યા, જે ગોવાએ 18.3 ઓવરમાં હાંસલ કરી લીધા. આ મેચમાં અર્જુન તેંડુલકરે શાનદાર પ્રદર્શન કર્યું.

Arjun Tendulkar : અર્જુન તેંડુલકરે જીતાડી મેચ, એકલા હાથે લીધી આટલી વિકેટો
Arjun Tendulkar
Image Credit source: X
| Updated on: Dec 02, 2025 | 8:50 PM

સચિન તેંડુલકરના પુત્ર અર્જુને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ગોવાને શાનદાર જીત અપાવી છે. આ ડાબોડી બોલરે મધ્યપ્રદેશ સામે ત્રણ વિકેટ લીધી હતી અને પાવરપ્લેમાં તેની બોલિંગને કારણે, વિરોધી ટીમ મોટો સ્કોર કરી શકી ન હતી અને પછી ગોવાએ આ સિઝનમાં બીજી જીત નોંધાવી હતી. ગોવાએ મધ્યપ્રદેશને 7 વિકેટથી હરાવ્યું.

અર્જુન તેંડુલકરે 3 વિકેટ લીધી

પહેલા બેટિંગ કરતા મધ્યપ્રદેશે 170 રન બનાવ્યા, જેના જવાબમાં ગોવાએ 18.3 ઓવરમાં આ લક્ષ્ય હાંસલ કરી લીધું. કેપ્ટન સુયશ પ્રભુદેસાઈએ અણનમ 75 રન અને અભિનવ તેજરાનાએ 55 રનની ઇનિંગ રમી. તેના સિવાય અર્જુન તેંડુલકરે પણ શાનદાર બોલિંગ કરી. અર્જુન તેંડુલકરે ગોવા માટે શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કર્યું અને 3 વિકેટ લીધી.

અર્જુન તેંડુલકરનું દમદાર પ્રદર્શન

ગોવા તરફથી અર્જુન તેંડુલકરે પહેલી ઓવર નાખી, જેમાં શિવંગ કુમાર પાંચમા બોલ પર આઉટ થયો. શિવંગ પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહીં. ત્યારબાદ તેણે આગામી ઓવરમાં અંકુશ સિંહને આઉટ કર્યો. ડેથ ઓવરમાં તેંડુલકર થોડો મોંઘો સાબિત થયો હોવા છતાં, તેણે વેંકટેશ અય્યરને 6 રન પર આઉટ કર્યો, જે તેની ત્રીજી વિકેટ હતી. મધ્યપ્રદેશ તરફથી હરપ્રીત સિંહે અણનમ 80 રન બનાવ્યા. કેપ્ટન રજત પાટીદાર માત્ર 29 રન બનાવી શક્યા. અંતે, અંકિત વર્માએ ચાર છગ્ગા સહિત 34 રન ફટકાર્યા.

 

અર્જુન તેંડુલકરે બેટિંગમાં પણ બતાવી તાકાત

બોલિંગની કમાલ કર્યા પછી, અર્જુન તેંડુલકરે બેટિંગમાં પણ દમ બતાવ્યો. તેણે ક્રીઝ પર આવતાની સાથે જ ત્રણ ચોગ્ગા ફટકાર્યા, પરંતુ તિરુપરેશ સિંહે તેને 16 રનના સ્કોર પર આઉટ કરી દીધો. ત્યારબાદ ગોવાને અભિનવ તલરેજા અને સુયદ પ્રભુદેસાઈએ જીત અપાવી. બંનેએ 66 બોલમાં 89 રનની ભાગીદારી નોંધાવી. લલિત યાદવે પણ પ્રભુદેસાઈ સાથે માત્ર 27 બોલમાં 57 રન ઉમેરીને ટીમને જીત અપાવી.

આ પણ વાંચો: Hardik Pandya : હાર્દિક પંડ્યા બેટિંગ કરી રહ્યો હતો અને અચાનક પોલીસ પિચ પર પહોંચી, ચોંકાવનારો વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો