
આ યાદીમાં હિમાચલ પ્રદેશના કેપ્ટન ઋષિ ધવન ત્રીજા સ્થાને છે. આ ઓલરાઉન્ડરે પોતાની બોલિંગથી બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા અને છ મેચમાં 14 વિકેટ લીધી હતી. ધવન IPLનો હિસ્સો રહી ચૂક્યો છે. તેણે છઠ્ઠી સિઝનમાં પંજાબ કિંગ્સ માટે અને સાતમી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે કેટલીક મેચો રમી છે.

વિદર્ભના અક્ષય કર્નેવાર માટે આ સિઝન ઘણી સારી રહી. તેણે વિદર્ભ તરફથી રમતા 8 મેચમાં 13 વિકેટ ઝડપી હતી. આ સાથે જ સ્પિન બોલરે T20 ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેણે મણિપુર સામેની મેચમાં 4 ઓવરમાં એક પણ રન આપ્યો ન હતો.

વિદર્ભના દર્શન નલકાંડે આ યાદીમાં પાંચમા સ્થાને છે. 23 વર્ષીય ફાસ્ટ બોલરે 8 મેચમાં 13 વિકેટ ઝડપી હતી. દર્શને કર્ણાટક સામેની મેચમાં તેની છેલ્લી ઓવરના ચાર બોલમાં સતત ચાર વિકેટ લીધી હતી. અત્યાર સુધી લસિથ મલિંગા, રાશિદ ખાન અને કર્ટિસ કેન્ફર એવા બોલર છે જેમણે T20માં સતત ચાર બોલમાં ચાર વિકેટ લીધી છે.