Suryakumar Yadav vs Rashid Khan: અમદાવાદમાં સૂર્યા અને રાશિદ વચ્ચે જામશે ખાસ ટક્કર, બતાવશે એકબીજા સામે પૂરો દમ

|

May 26, 2023 | 5:28 PM

GT vs MI, IPL 2023 Qualifier 2: ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલમાં પહોંચવા માટે ટકરાઈ રહ્યા છે. સિઝનમાં બંને ટીમો વચ્ચે બે વાર ટક્કર થઈ હતી અને બંને 1-1 વાર જીત મેળવી ચૂક્યા છે.

Suryakumar Yadav vs Rashid Khan: અમદાવાદમાં સૂર્યા અને રાશિદ વચ્ચે જામશે ખાસ ટક્કર, બતાવશે એકબીજા સામે પૂરો દમ
Suryakumar Yadav vs Rashid Khan

Follow us on

IPL 2023 માં આજે શુક્રવારે ફાઈનલમાં પહોંચવા માટેની ટક્કર થઈ રહી છે. શુક્વારે જીતનારી ટીમ ફાઈનલમાં ચેન્નાઈ સામે ટકરાશે. ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન બંને એક બીજા સામે સિઝનમાં ત્રીજીવાર આમનો સામનો કરી રહ્યા છે. બંનેએ સિઝનમાં એક બીજાની સામે એક એક વાર જીત મેળવી છે. ગુજરાતનો રાશિદ ખાન અને મુંબઈનો બેટર સૂર્યકુમાર યાદવ બંને શાનદાર ફોર્મમાં છે. બંને જ્યારે એક બીજા સામે ઉતરશે ત્યારે ખરી ટક્કર જામશે, જેની પર સૌની નજર ટકેલી છે.

પ્લેઓફમાં સૌથી પ્રથમ સ્થાન મેળવનારી ટીમ ગુજરાત ટાઈટન્સ રહી હતી. સિઝનમાં લીગ તબક્કામાં ગુજરાતે શાનદાર પ્રદર્શન કરીને સ્થાન મેળવ્યુ હતુ. પરંતુ ક્વોલિફાયર-1 મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હાર મળતા જ ગુજરાતની ટીમે શુક્રવારે ક્વોલિફાયર-2 માં ઉતરવુ પડ્યુ છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની સફર સિઝનમાં ખૂબ જ સંઘર્ષમય રહી હતી. મુંબઈએ એલિમિનિટર મેચમાં લખનૌ સામે જીત મેળવી હતી. આમ મુંબઈ અને ગુજરાત માટે ફાઈનલ હવે એક જ ડગલુ દૂર છે, પરંતુ આ માટે જીત મેળવવી જરુરી છે.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

સૂર્યા vs રાશિદખાન

મુંબઈ ઈન્ડિયન્સનો સૂર્યકુમાર યાદવ સિઝનમાં સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. સિઝનમાં સૂર્યાએ શાનદાર બેટિંગ કરીને સૌને પ્રભાવિત કર્યા છે. આ દરમિયાન ગુજરાત ટાઈટન્સ ટીમના મિસ્ટ્રી સ્પિનર રાશિદ ખાન પણ સારા ફોર્મમાં જોવા મળ્યો છે. તે વિકેટ નિકાળી રહ્યો છે અને રન પર પણ નિયંત્રણ જાળવી રાખી શકે છે. આવી સ્થિતીમાં સૂર્યા અને રાશિદનો આમનો સામનો પણ જબરદસ્ત રહેશે.બંનેમાંથી કોણ એક બીજા પર ભારે છે એ સમજવા માટે આંકડા પર નજર કરવી જરુરી છે.

 

 

આઈપીએલમાં અત્યાર સુધીમાં સૂર્યા અને રાશિદ બંને એક બીજા સામે 9 વાર ટકરાઈ ચૂક્યા છે. જેમાં સૂર્યાએ રાશિદ ખાનના 47 બોલનો સામનો કર્યો છે. જેમાં સૂર્યાએ 142 ની સ્ટ્રાઈક રેટ સાથે 67 રન નોંધાવ્યા છે. રાશિદ સૂર્યાનો શિકાર કરવામાં સફળ રહ્યો નથી. સિઝનમાં રાશિદ ખાને અત્યાર સુધીમાં 25 વિકેટ ઝડપી છે. જેમાં મુંબઈ સામેની 2 મેચમાં 6 વિકેટ ઝડપી છે.

 

 

જે રીતે હાલમાં સૂર્યકુમાર યાદવ લયમાં જોવા મળી રહ્યો છે એ પ્રમામે તે અમદાવાદમાં ધમાલ મચાવવા સક્ષમ છે. રાશિદ ખાન માટે ક્વોલિફાયર જેવી મહત્વની મેચમાં સૂર્યાનો શિકાર કરવોએ મોટી વાત હશે. જોકે રાશિદ માટે આ વાત આસાન નથી. આવામાં આજે રાશિદની ચાર ઓવરના 24 બોલ જબરદસ્ત રહી શકે છે.

 

આ પણ વાંચોઃ MI vs GT, IPL 2023 Qualifier 2: રાશિદ ખાન, શમી અને નૂર અહેમદથી બચીને રહે મુંબઈ, નહીંતર 12 ઓવરમાં જ અમદાવાદમાં ખેલ ખતમ!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:28 pm, Fri, 26 May 23

Next Article