સૂર્યકુમાર યાદવ 360 ડીગ્રી પ્લેયર કહેવાતા પહેલા ઘણું બધુ સાંભળ્યુ છે, છતાં અંદાજ ના બદલ્યો, કર્યો ખુલાસો

|

Nov 29, 2022 | 10:04 AM

સૂર્યકુમાર યાદવ હાલમાં ટી20 ક્રિકેટમાં ધમાલ મચાવી રહ્યો છે. સ્વીપ શોટ, સ્કૂપ શોટ અને રિવર્સ સ્વીપ જેવા શોટને આરામ થી રમી શકે છે. તેના આ શોટને ચાહકો પણ ખૂબ માણી રહ્યા છે.

સૂર્યકુમાર યાદવ 360 ડીગ્રી પ્લેયર કહેવાતા પહેલા ઘણું બધુ સાંભળ્યુ છે, છતાં અંદાજ ના બદલ્યો, કર્યો ખુલાસો
Suryakumar Yadav એ રમતના દમ પર સ્થાન મજબૂત કરી લીધુ

Follow us on

ટી20 ક્રિકેટ માં એક નામ હાલમાં ખૂબ જ ગૂંજવા લાગ્યુ છે અને એ છે સૂર્યકુમાર યાદવ. આ ક્રિકેટરે છેલ્લા એક વર્ષમાં જ્યાં પણ રમ્યો ત્યાં ધમાલ મચાવી દીધી છે. સૌનુ ધ્યાન પોતાના તરફ ખેંચી રાખ્યુ છે. ટી20 ફોર્મેટની ક્રિકેટમાં જાણે કે સૂર્યાએ 2022 માં પોતાના નામનો ઝંડો લહેરાવી દીધો છે. તે બિન્દાસ્ત રમે છે અને મેદાનમાં ચારે તરફ ગ્રાઉન્ડ શોટ કે હવાઈ શોટ વડે બોલને મોકલતો રહે છે. ના ધારેલા અંદાજમાં પણ તે શોટ જમાવતો રહે છે. 360 ડીગ્રી પ્લેયર તરીકે ઓળખાવવા લાગેલા સૂર્યકુમારે હવે પોતાની રમતના દમ પર ટીમ ઈન્ડિયામાં પોતાનુ સ્થાન મજબૂત કરી લીધુ છે. પરંતુ અહીં સુધી પહોંચવા માટે તેણે ખૂબ જ સહન કર્યુ છે.

સૂર્યકુમાર તેના શોટને કારણે પણ હાલમાં ખૂબ ચર્ચામાં રહ્યો છે. સૂર્યા સ્વીપ શોટ, સ્કૂપ શોટ અને રિવર્સ સ્વીપ જેવા શોટને આરામ થી રમી શકે છે. તેના આ શોટને ચાહકો પણ ખૂબ માણી રહ્યા છે. તેના અંદાજની રમતની તસ્વીરો અને વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

ઘરેલુ ક્રિકેટ મુંબઈ થી રમે છે સૂર્યકુમાર

મુંબઈએ અનેક શાનદાર ક્રિકેટરો ક્રિકેટ વિશ્વને ભેટ આપ્યા છે. જેમાં એક નામ હવે સૂર્યકુમાર યાદવનુ ઉમેરાયુ છે. ઘરેલુ ક્રિકેટ સૂર્યકુમાર યાદવ મુંબઈ ક્રિકેટ ટીમ વતી રમે છે. સૂર્યાની આક્રમક રમતે સૌનુ ધ્યાન જ નથી ખેંચ્યુ પરંચુ દિલ પણ જીતી લીધા છે. તેની રમવાની શક્તિ અને અંદાજ ગબબના છે. તે પોતાના અલગ અગલ અંદાજમાં શોટ લગાવીને હરીફ ટીમની મુશ્કેલીઓને વધારી જે છે. તો બોલરોની હાલત પણ ખરા સમયે કફોડી કરી મુકે છે. ઘણી વાર તેની કરિયરની શરુઆતમા ઘરેલુ ક્રિકેટ માટે કેટલાક કહેતા હતા કે, તે બોમ્બે સ્કૂલના બેટ્સમેનોની જેમ બેટીંગ કરતો નથી. પરંતુ સૂર્યાએ પોતાની જાત સિવાય બીજા કોઈને કંઈ જ સાંભળ્યુ નહીં.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જાત પ્રત્યે સ્પષ્ટ રહ્યો

એક મીડિયા અહેવાલ મુજબ સૂર્યાએ ખાસ ઈન્ટરવ્યુમાં પોતાના કરિયરની શરુઆતની વાતો કરી હતી. જેમાં ઘરેલુ ક્રિકેટ દરમિયાન તેને લોકો શુ કહેતા અને બેટીંગ માટે શુ કહેતા એ તમામ વાતો પણ સૂર્યાએ કરી છે. જેમાં એક વાત એ હતી કે સૂર્ય જે પ્રમાણે બેટીંગ કરી રહ્યો છે, તે બોમ્બે સ્કૂલની બેટિંગ કરતો નથી. તેનામાં એ અંદાજ નથી. આ વાત ઘરેલુ ક્રિકેટની શરુઆતની છે. આ અંગે સૂર્યાએ કહ્યુ, “મારા માટે તે ખૂબ જ મુશ્કેલ છે. જ્યારે હું ડોમેસ્ટિક ક્રિકેટ રમતો હતો, ત્યારે મેં ઘણું સાંભળ્યું હતું કે આ બોમ્બે સ્કૂલની બેટિંગ નથી. આ રીતે તમે ચાર દિવસીય મેચ રમી શકતા નથી. પરંતુ હું મારા મનમાં સ્પષ્ટ હતો કે હું જે પણ ફોર્મેટમાં રમીશ, હું મારી જાતને એક્સપ્રેસ કરીને રમીશ.”

તેણે આગળ પણ કહ્યું, “હું મારી જાતને ટેકો આપીશ અને તે સમયે મારા માટે જે યોગ્ય હશે તે કરીશ. કારણ કે પાછળથી હું એમ કહેવા માંગતો નથી કે મેં તેને સાંભળ્યું, મેં તેને સાંભળ્યું. જો કંઈક ખોટું થાય, તો હું મારી જાતને દોષ આપવા માંગુ છું.”

T20 વર્લ્ડ કપ દરમિયાન છવાઈ ગયો

ભારતીય ક્રિકેટ ટીમ માટે મીડલ ઓર્ડર માટે સૂર્યકુમાર યાદવ એક મહત્વનો ખેલાડી છે. તે મીડલ ઓર્ડરમાં આવી ટીમને મહત્વનુ યોગદાન પુરુ પાડે છે અને એ વાત ઓસ્ટ્રેલિયામાં જોવા મળી હતી. ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વિશ્વકપ દરમિયાન તેણે જબરદસ્ત રમત દર્શાવી હતી. મહત્વના ખેલાડીઓ પેવેલિયન પરત ફરવાની સ્થિતીમાં પણ તે દબાણ વિના શાનદાર રમત દર્શાવતો રહ્યો હતો. વિશ્વકપમાં તેણે 6 ઈનીંગ રમી હતી અને જેમાં 239 રન નોંધાવ્યા હતા. આમ તે વિશ્વકપમાં સૌથી વધુ રન નોંધાવનાર ખેલાડીઓની યાદીમાં તે ત્રીજા સ્થાને હતો.

 

Published On - 9:52 am, Tue, 29 November 22

Next Article