આજથી શરુ થઈ રહેલી ટી 20 સિરીઝમાં અનેક મોટા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવ આ સિરીઝમાં ભારતની કેપ્ટનશીપને લઈ ખુબ જ ઉત્સાહિત છે. ટી 20 સિરીઝ પહેલા સૂર્યકુમાર યાદવની એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યકુમાર યાદવે કહ્યું કે, હાલમાં વનડે વર્લ્ડકપમાં મળેલી હાર થી બહાર આવવામાં સમય તો લાગશે.
સૂર્યકુમાર વર્લ્ડકપમાં સારું પ્રદર્શન તો કરી શક્યો નથી ત્યારે ટી 20 સિરીઝના પ્રદર્શનને લઈ પુછવામાં આવ્યું તો કહેયું કે, તેમણે કહ્યું કે, વર્લ્ડકપમાં મળેલી હારમાંથી બહાર આવતા વાર લાગશે. એવું નથી કે, તમે સવારે ઉઠો અને રાત્રે શું થયું તેને ભુલી જાઓ. આ મોટી ટૂર્નામેન્ટ હતી. અમે જીતવાનું પસંદ કરતા હતા.
પ્રેસ કોન્ફરન્સમાં એક પ્રશ્ન પુછવામાં આવ્યો કે, ટીમ મેનેજમેન્ટે અનુભવી ખેલાડીઓની ઉપસ્થિતિમાં અનેક યુવા ખેલાડીઓની પસંદગી કરી છે. જેમાં સૂર્યકુમારે કહ્યું કે, હું પણ હજુ યુવાન જ છુ. રોહિત શર્મા વર્લ્ડકપમાં અલગ જ હતા અને તેણે મિસાલ કાયમ રાખી છે. જે રીતે વાત કરી તેમણે મેદાનમાં પણ આવું જ કામ કર્યું છે. અમને તેમના પર ગર્વ છે.
વર્લ્ડકપમાં સામેલ ત્રણ ખેલાડીઓની જ ટી 20 સિરીઝમાં પસંદગી કરવામાં આવી છે. જેમાં પ્રસિદ્ધ કૃષ્ણા, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ સામેલ છે.વેસ્ટઈન્ડિઝ અને અમેરિકામાં રમાનારી આગામી 20 વર્લ્ડકપ માટે ભારત પોતાના અભિયાનની શરુઆત આજથી કરશે,સૂર્યકુમાર યાદવે પ્રેસકોન્ફરન્સમાં એ પણ કહ્યું કે, ટી 20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને જે મેચ અમે રમવા જઈ રહ્યા છીએ તે ખુબ જ મહત્વપુર્ણ છે.
ઈશાન કિશન (w), યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ (c), તિલક વર્મા, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, મુકેશ કુમાર, વોશિંગ્ટન સુંદર, અવેશ ખાન, ઋતુરાજ ગાયકવાડ , જીતેશ શર્મા.
આ પણ વાંચો : સૂર્ય કુમાર યાદવ આજે કરશે ભારતીય T20 ટીમની કેપ્ટનશીપ, પરિવારે અહિ સુધી પહોંચાડવા કર્યો છે ખુબ જ સપોર્ટ