IND vs AUS: સૂર્યકુમાર યાદવ ODI શ્રેણીમાં એક પણ વાર બોલને બેટ અડાડી શક્યો નહીં, આ 3 ભૂલ ને લઈ મળ્યા 3 શૂન્ય

|

Mar 23, 2023 | 9:19 AM

Suryakumar Yadav ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝમાં ત્રણેય વનડેમાં બેટિંગ કરવાના મોકા મેળવ્યા હતા. પરંતુ ત્રણમાંથી એક પણ વાર તે પોતાના બેટનો બોલ સાથે સંગમ કરાવી શક્યો નહીં અને આખી સિરીઝમાં શૂન્યમાં પરત ફર્યો હતો.

IND vs AUS: સૂર્યકુમાર યાદવ ODI શ્રેણીમાં એક પણ વાર બોલને બેટ અડાડી શક્યો નહીં, આ 3 ભૂલ ને લઈ મળ્યા 3 શૂન્ય
Suryakumar Yadav Golden Duck reasons

Follow us on

સૂર્યાકુમાર યાદવ મેદાનમાં ઉતરતા જ ચિચિયારો જેના નામની પડતી હતી. આ ચિચિયારીઓ વચ્ચે તે હરીફ બોલરોને ખૂબ ધુલાઈ કરીને પરત ફરતો. નાની ઈનીંગ હોય કે મોટી ઈનીંગ પણ જે બોલર સામે હોય એની એવરેજ બગાડવાનુ કામ કરીને જ સૂર્યા મોટે ભાગે પરત ફરતો. જોકે આજકાલ સૂર્યાના બેટની આગ અચાનક જ ઠંડી થઈ ગઈ છે. ધખધકતુ સૂર્યાનુ બેટ બોલને જ સ્પર્શ્યા વિના ઈનીંગ સમાપ્ત થઈ ગઈ. જેના નામથી સ્ટેડિયમ ગૂંજતુ અને સોશિયલ મીડિયા પર વાહવાહી લૂંટાતી હતી ત્યાં વનડે સિરીઝમાં જુદી જ જોવા મળી. કારણ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે સિરીઝમાં સૂર્યા ત્રણેય મેચમાં માત્ર શૂન્ય રન પર રહીને વિકેટ ગુમાવી છે.

ભારતે વનડે સિરીઝને 1-2 થી ગુમાવી દીધી છે. ઘર આંગણે ભારતે લાંબા સમય બાદ વનડે સિરીઝ ગુમાવી છે. આમ થવાનુ સ્પષ્ટ કારણ બેટિંગમાં ભારતીય ખેલાડીઓ ફ્લોપ રહ્યા. ત્રણેય વનડેમાં ભારતીય બેટરો રન નિકાળવામાં સંઘર્ષ કરતા રહ્યા હતા. એમાય સૂર્યાકુમાર જેવા વિસ્ફોટક બેટરની હાલત અત્યંત કફોડી રહી હતી. તે ત્રણેય મેચમાં બેટિંગ કરવા માટે ઉતર્યો ખરો પરંતુ ત્રણેય વાર પ્રથમ બોલ પર જ વિકેટ ગુમાવીને પરત ફર્યો હતો.

આ ત્રણ કારણોને લઈ સૂર્યકુમાર યાદવ વનડે સિરીઝમાં ત્રણેય મેચમાં ગોલ્ડન ડક વિકેટ ગુમાવીને પરત ફર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

1. સૌથી મોટી ભૂલ-ફુટવર્ક

ત્રણેય વનડે મેચમાં ત્રણેય વાર શૂન્ય રને વિકેટ ગુમાવનારા સૂર્યકુમાર યાદવનુ ફુટવર્ક ખૂબ જ ખરાબ રહ્યુ હતુ. તેના ખરાબ પ્રદર્શનનુ સૌથી મોટુ કારણ ફુટવર્કને જ માનવામાં આવી રહ્યુ છે. મુંબઈ અને વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ બંને વનડેમાં તે પ્રથમ બોલે જ લેગબિફોર વિકેટ ગુમાવી પરત ફર્યો હતો. જ્યારે ચેન્નાઈમાં તે ક્લીન બોલ્ડ આઉટ થયો હતો. પ્રથમ બંને વનડે મેચમાં તેનો બોડી વેટ ઓફ સ્ટંપ તરફ વધારે ટ્રાન્સ્ફર જોવા મળ્યો હતો. જ્યારે ચેન્નાઈમાં તે આગળ વાળા બોલ પર પાછળ રહીને રમી લીધુ હતુ.

2. ખરાબ હેંડ-આઈ કોઓર્ડિનેશન

પ્રથમ બોલ પર જ વિકેટ ગુમાવનાર સૂર્યાકુમારની બીજી ભૂલ તેની આંખ અને હાથના ખરાબ તાલમેલને માનવામાં આવી રહી છે. હેંડ-આઈ કોઓર્ડિનેશન ખૂબ જ મહત્વની બાબત છે. આમાં ચૂક એટલે કે જોખમ રમતમાં માનવાવાાં આવે છે. સહેજપણ ચૂક થવી એટલે કે શિકાર થવાનો ખતરો રહેતો હોય છે. ખતરા વચ્ચે રન નિકળવા પણ મુશ્કેલ બની જતા હોય છે.

3. પ્રેશરમાં જોવા મળ્યો

રમતમાં માનસિક મજબૂતાઈ હોવી ખૂબ જ જરુરી છે. સાએથ આત્મવિશ્વાસ પણ હોવો એટલો જ જરુરી છે. સૂર્યામાં આ બંનેનો અભાવ જોવા મળ્યો હતો. સૂર્યાને સતત દબાણ લાગી રહ્યુ હતુ. કાંતો એ વિશ્વકપને લઈ ચિંતા અનુભવી રહ્યો હોય અથવા પોતાના પ્રદર્શનને લયમાં લાવવાની ચિંતા હોઈ શકે છે. જોકે આ બધા વચ્ચે ટીમ ઈન્ડિયાની અપેક્ષાઓ પુરી ના થઈ શકી. સંતુલન ખોરવાઈ ગયુ. જોકે હવે સૂર્યા માટે આ સિરીઝ કરિયરમાં કાળી ટીલી બનીને યાદ રહેવાની છે.

 

 

Next Article