શું સૂર્યાકુમાર આજે તોડી શકશે વિરાટ કોહલીનો વિક્રમ ? ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20માં બની શકે છે નવો રેકોર્ડ

સૂર્યકુમાર યાદવે ભારત માટે અત્યાર સુધીમાં 54 T20 મેચ રમી છે. આ દરમિયાન તેણે 1921 રન બનાવ્યા છે. સૂર્યાએ 3 સદી અને 16 અડધી સદી ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં સ્કોર 117 રન છે. જો સૂર્યકુમાર યાદવનો વન ડે ઈન્ટરનેશનલ રેકોર્ડ જોઈએ તો તે બહુ સારો રહ્યો નથી.

શું સૂર્યાકુમાર આજે તોડી શકશે વિરાટ કોહલીનો વિક્રમ ? ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20માં બની શકે છે નવો રેકોર્ડ
Suryakumar Yadav ( file photo )
| Edited By: | Updated on: Nov 26, 2023 | 2:25 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 શ્રેણીની બીજી મેચ આજે રવિવારે 26મી નવેમ્બરના રોજ તિરુવનંતપુરમમાં રમાશે. ભારતે પાંચ મેચોની T20 શ્રેણીમાં 1-0ની સરસાઈ ભોગવે છે. 23મી નવેમ્બરે રમાયેલ પ્રથમ T20 મેચમાં ભારતે છેલ્લી ઓવરમાં રોમાંચક વિજય મેળવ્યો હતો. સૂર્યકુમાર યાદવે 80 રનની તોફાની ઇનિંગ રમી હતી. સૂર્યાકુમાર પાસે ફરી એકવાર પોતાની આક્રમક બેટીંગ બતાવવાનો મોકો છે. સૂર્યાકુમાર પાસે વિરાટ કોહલીનો એક વિક્રમ તોડી શકે તેવો મોકો છે. આ માટે સૂર્યાકુમાર યાદવને આજની મેચમાં વધુ કેટલાક રનની જરૂર છે.

સૂર્યાકુમાર યાદવ T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં 2000 રન કરવાની ખૂબ નજીક છે. T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં પાકિસ્તાનના  બાબર આઝમે સૌથી ઝડપી 2000 રન બનાવ્યા છે. બાબક આઝમની સાથે પાકિસ્તાનનો વિકેટ કિપર મોહમ્મદ રિઝવાન પણ આ મામલે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે. વિરાટ કોહલી હાલ T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં બીજા નંબર પર છે. મોહમંદ રિઝવાન અને બાબર આઝમે T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં 52 ઇનિંગ્સમાં 2000 રન પૂરા કર્યા છે. જ્યારે વિરાટ કોહલીએ આ માટે 56 ઇનિંગ્સ લીધી છે. સૂર્યાએ 51 ઇનિંગ્સમાં 1921 રન બનાવ્યા છે. સૂર્યાકુમાર યાદવને 2000 રન પૂરા કરવા માટે વધુ 79 રનની જરૂર છે.

સૂર્યકુમાર યાદવે ભારત માટે અત્યાર સુધીમાં 54 T20 મેચ રમી છે. આ દરમિયાન તેણે 1921 રન બનાવ્યા છે. સૂર્યાએ 3 સદી અને 16 અડધી સદી ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં સ્કોર 117 રન છે. જો સૂર્યકુમાર યાદવનો વન ડે ઈન્ટરનેશનલ રેકોર્ડ જોઈએ તો તે બહુ સારો રહ્યો નથી. તેણે 37 મેચમાં માત્ર 773 રન બનાવ્યા છે. આ દરમિયાન સૂર્યા કુમારે વન ડે ઈન્ટરનેશનલમાં 4 અડધી સદી ફટકારી છે. સૂર્યાકુમાર એક ટેસ્ટ મેચ પણ રમ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરીઝની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 2 વિકેટથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 208 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 8 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. સૂર્યકુમાર યાદવે 80 રનની તોફાની ઇનિંગ રમી હતી. હવે ટીમ ઈન્ડિયા આજે રવિવારે તિરુવનંતપુરમમાં T20 શ્રેણીની બીજી મેચ રમવા મેદાનમાં ઉતરશે. આ પછી 28 નવેમ્બરે ગુવાહાટીમાં ત્રીજી T20 મેચ રમાશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 11:46 am, Sun, 26 November 23