ક્રિકેટર સુરેશ રૈનાના પિતા કેન્સર સામેની જંગ હારી ગયા, ગાઝિયાબાદમાં પોતાના ઘરમાં લીધા અંતિમ શ્વાસ

|

Feb 06, 2022 | 9:08 PM

ભારતના પુર્વ ક્રિકેટર સુરેશ રૈનાના પિતા ત્રિલોક ચંદ રૈના છેલ્લા ઘણા સમયથી બિમાર હતા અને કેન્સરની બિમારીથી પીડાઇ રહ્યા હતા.

ક્રિકેટર સુરેશ રૈનાના પિતા કેન્સર સામેની જંગ હારી ગયા, ગાઝિયાબાદમાં પોતાના ઘરમાં લીધા અંતિમ શ્વાસ
Suresh Raina with his Father (File Photo)

Follow us on

ક્રિકેટની દુનિયામાં 6 ફેબ્રુઆરી 2022 ઘણો ઉતાર ચઢાવવાળો રહ્યો. એક બાજુ આઈસીસી અંડર-19 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાએ (Team India) શાનદાર પ્રદર્શન કરતા જીત મેળવી ચેમ્પિયન બન્યું. તો બીજી તરફ પુર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાના (Suresh Raina) પિતા કેન્સર સામેની જંગ હારી ગયા હતા. મહત્વનું છે કે આજના દિવસે સુર કોકિલા લતા મંગેશકરનું પણ નિધન થયું છે. સુરેશ રૈનાના પિતા ત્રિલોક ચંદ રૈના લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા. ત્યારબાદ 6 ફેબ્રુઆરીએ તેમણે ગાઝિયાબાદમાં પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા. ગત વર્ષે ડિસેમ્બરમાં પિતાની તબિયત ખરાબ થઇ ગઇ હતી. ત્યારથી સુરેશ રૈના સતત તેના પિતાની દેખભાળ કરી રહ્યા હતા.

ત્રિલોક ચંદ રૈનાનું પૈતૃક ગામ ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મિરનું રૈનાવરી છે. જોકે 1990માં કાશ્મીરી પંડિતોની હત્યા થવાથી પોતાનું ગામ છોડીને પરિવાર સહિત ગાઝિયાબાદ મુરાદાબાદમાં રહેવા આવી ગયા હતા. તે સમયે તેના પિતા ભારતીય સેનામાં કાર્યરત હતા અને તેઓ ઓર્ડિનેન્સ ફેક્ટરીમાં બોમ્બ બનાવવાનું કામ કરી રહ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

મહત્વનું છે કે સુરેશ રૈનાએ 15 ઓગસ્ટ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. પુર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીની સાથે જ સુરેશ રૈનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી જાહેર કરી દીધી હતી. તેણે ભારત માટે 18 ટેસ્ટ મેચ, 226 વન-ડે અને 78 ટી20 મેચ રમી છે. તેની સાથે તે આઈપીએલમાં સૌથી સફળ બેટ્સમેનમાના એક માનવામાં આવે છે.

સુરેશ રૈનાના પુર્વ ભારતીય અને ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના સાથી ખેલાડી હરભજન સિંહએ ત્રિલોક ચંદ રૈના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું. તેણે ટ્વિટ કરીને લખ્યું, ‘સુરેશ રૈનાના પિતાના સમાચાર સાંભળીને દુખ થયું. ઈશ્વર તેમની આત્માને શાંતી આપે.’

સુરેશ રૈના ફરી IPLની હરાજીમાં ઉતરશે

ઘણા વર્ષ બાદ સુરેશ રૈના ફરી એકવાર આઈપીએલની હરાજીમાં ઉતરશે. તે ફરી ચેન્નઈ ટીમ સાથે જોડાવા ઇચ્છશે. મહત્વનું છે કે આઈપીએલ 2022ના મેગા ઓક્શનથી પહેલા ચેન્નઈએ ચાર ખેલાડીઓ રિટેન કર્યા છે. પણ સુરેશ રૈના તેમાંથી નથી. ચેન્નઇએ રવિન્દ્ર જાડેજા, મહેન્દ્ર સિંહ ધોની, મોઈન અલી અને રુતુરાજ ગાયકવાડને રિટેન કર્યા છે.

 

આ પણ વાંચો : IND vs WI: અમદાવાદ વન ડે માં ટીમ ઇન્ડિયાનો વેસ્ટ ઇન્ડિઝ સામે 6 વિકેટે વિજય, રોહિત શર્માની ફીફટી

આ પણ વાંચો : ચહલે PayTm પર હરભજનને 4 રૂપિયા મોકલ્યા ! ક્રિસ ગેલે કહ્યું- ભાઈ, મને કઇ રીતે મળશે ?

Next Article