IPL 2022 માં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે. સનરાઇઝર્સ હૈદરાબાદ આજે લીગમાં પોતાની બીજી જ મેચ રમશે. જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ લીગમાં પોતાની ત્રીજી મેચ રમવા જઇ રહી છે.
જોસન હોલ્ડરની અંતિમ ઓવર શાનદાર રહી હતી. અંતિમ ઓવરમાં જેસન હોલ્ડરે 3 વિકેટ ઝડપીને ટીમની જીતમાં મહત્વનો ફાળો આપ્યો હતો…
પૂરન પછી, બીજા જ બોલ પર અવેશ ખાને અબ્દુલ સમદને આઉટ કર્યો. જે ડી કોકના હાથે કેચ થયો. બોલ બેટની કિનારી સાથે અથડાયો અને વિકેટકીપર પાસે ગયો. સમદ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ચાર ઓવરમાં અવેશ ખાને 24 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
એન્ડ્રુ ટાઈએ તેની ત્રીજી ઓવરમાં 8 રન આપ્યા. આ ઓવરમાં વોશિંગટન સુંદરે ચોગ્ગો ફટકાર્યો. તેણે કવર તરફ ચોગ્ગો માર્યો
14મી ઓવરમાં આવેલા કૃણાલ પંડ્યા અને આ વખતે સારી લયમાં દેખાઈ રહેલા રાહુલ ત્રિપાઠીને આઉટ કર્યો. સ્લોપ સ્વીપ કરવાનો પ્રયાસ કર્યો અને ડીપ મિડ વિકેટ પર બોલને રમ્યો અને રવિ બિશ્નોઈના હાથે કેચ થયો.
આઠમી ઓવર બોલિંગ કરવાની જવાબદારી ફરી એકવાર રાહુલ ત્રિપાઠીને આપવામાં આવી હતી. તેણે 15 રન આપ્યા હતા. ઓવરના બીજા બોલ પર ત્રિપાઠીએ મિડવિકેટ પર ચોગ્ગો ફટકાર્યો. જ્યારે પછીના બોલે બીજો ચોગ્ગો ફટકાર્યો. ત્રિપાઠીએ ઓવરના છેલ્લા બોલ પર ફ્લિક કર્યું અને સ્ક્વેર લેગ પર ચોગ્ગો ફટકાર્યો.
અવેશ ખાને છઠ્ઠી ઓવરમાં બીજી વિકેટ લીધી. ઓવરના પહેલા જ બોલ પર અભિષેકે કવરની ઉપર બોલ રમ્યો. પરંતુ મનીષ પાંડેએ કોઈ ભૂલ ન કરી અને કેચ પકડી લીધો. તે 11 બોલમાં 13 રન બનાવીને પરત ફર્યો હતો.
એન્ડ્રુ ટાઈએ પાંચમી ઓવર નાખી અને 10 રન આપ્યા. ઓવરના ત્રીજા બોલ પર અભિષેક શર્મા મિડ-ઓફ પર ચોગ્ગો ફટકાર્યો. ત્રિપાઠીએ ઓવરના પાંચમા બોલ પર પણ ચોગ્ગો ફટકાર્યો.
લખનૌ ટીમે 20 ઓવરમાં 7 વિકેટના ભોગે 169 રન કર્યા. લખનૌ ટીમ તરફથી સુકાની લોકેશ રાહુલે શાનદાર પ્રદર્શન કરતા 68 રન કર્યા હતા. તો દીપક હુડ્ડાએ પણ આક્રમક રમત રમતા 33 બોલમાં 51 રન કર્યા હતા.
ભુવનેશ્વર કુમારને 18મી ઓવર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં માત્ર 7 રન આપ્યા હતા. ભુવીની આ છેલ્લી ઓવર હતી. તેણે તેની 4 ઓવરના સ્પેલમાં 25 રન આપ્યા. જોકે, તે કોઈ વિકેટ મેળવી શક્યો ન હતો.
દીપક હુડ્ડા અડધી સદી ફટકારી પેવેલિયન પરત ફર્યો હતો. રોમારિયો શેફર્ડે તેની ત્રીજી ઓવરના પહેલા બોલ પર હુડાને આઉટ કર્યો. હૂડાએ બોલને ડીપ મિડ વિકેટ પર સ્લોગ સ્વીપ કરીને રમ્યો. જ્યાં રાહુલ ત્રિપાઠીએ કેચ પકડ્યો. તે 33 બોલમાં 51 રન બનાવીને પાછો ફર્યો જેમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે.
ટી નટરાજન 15મી ઓવર લઇને આવ્યો હતો. ઓવરના ચોથા બોલ પર, હુડ્ડાએ લોંગ ઓન પર બોલ રમ્યો અને આ સાથે તેની અડધી સદી પૂરી કરી. હુડ્ડાએ 30 બોલમાં 50 રન પૂરા કર્યા. તેણે પોતાની ઇનિંગમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.
રોમારિયો શેફર્ડ 12મી ઓવર લાવ્યો અને 9 રન આપ્યા હતા. ઓવરના પ્રથમ બોલ પર, હુડ્ડાએ ડીપ મિડ-વિકેટ પર તાકાત સાથે શાનદાર સિક્સર ફટકારી. આ પછી ભુવીએ આગલી ઓવરમાં 7 રન આપ્યા હતા. જો કે કોઈ બોલ બાઉન્ડ્રી ઓળંગી શક્યો ન હતો.
પ્રથમ શાનદાર ઓવર પછી ઉમરાન મલિકની મોંઘી ઓવર. ઓવરના પહેલા બોલ પર હુડ્ડાએ એક્સ્ટ્રા કવર પર ચોગ્ગો ફટકાર્યો. ઓવરનો ત્રીજો બોલ મલિકે 151 કિમી પ્રતિ કલાકની ઝડપે ફેંક્યો હતો,. જેના પર રાહુલે બીજો ચોગ્ગો ફટકાર્યો. પછીના બોલ પર કેએલ રાહુલે બીજો ચોગ્ગો ફટકાર્યો. હુડ્ડાએ ઓવરના છેલ્લા બોલ પર સિક્સર ફટકારી હતી. હુડ્ડાએ કટ કર્યો હતો. ભુવીએ ત્રીજા હાથે એક હાથે કેચ લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ થઈ શક્યો નહોતો.
શેફર્ડ પાંચમી ઓવર લાવ્યો. મનીષ પાંડેએ એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યા બાદ તે આઉટ થયો હતો. મનીષ પાંડે ઓવરના પાંચમા બોલ પર યોગ્ય સમય સાથે શોટ રમી શક્યો ન હતો અને મિડ ઓન પર ભુવનેશ્વર કુમારને કેચ પકડી લીધો હતો. તેણે 10 બોલમાં 11 રન બનાવ્યા હતા.
વોશિંગ્ટન સુંદર ચોથી ઓવર લઈને આવ્યો અને આ વખતે તેને લુઈસની વિકેટ મળી. લુઈસ સ્લોગ સ્વીપ કરવાનો પ્રયાસ કર્યું. પણ બોલ થાઈ પેડ પર વાગ્યો હતો. અમ્પાયરે આઉટ આપ્યો અને આ વખતે લુઈસે રિવ્યુ લીધો ન હતો. લુઈસ 5 બોલમાં માત્ર એક રન બનાવી શક્યો હતો.
ભુવનેશ્વરે ઓવરના છેલ્લા બોલ પર કેએલ રાહુલે થર્ડ મેન તરફ ચોગ્ગો ફટકાર્યો.
બીજી ઓવરના ચોથા બોલ પર ડી કોકે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ડી કોકે એક્સ્ટ્રા કવર પર શોટ રમ્યો. પરંતુ બોલ બેટની વચ્ચે ન આવ્યો અને બોલ કેન વિલિયમસન પાસે ગયો જેણે શાનદાર ટાઈમિંગ સાથે ડાઈવ કરીને કેચ લીધો. ડી કોક ચાર બોલમાં 1 રન બનાવીને પરત ફર્યો હતો.
હૈદરાબાદ ટીમની પ્લેઇંગ ઇલેવનઃ
કેન વિલિયમસન (સુકાની), અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, નિકોલસ પૂરન (વિકેટકીપર), એડન માર્કરામ, અબ્દુલ સમદ, રોમારિયો શેફર્ડ, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, ઉમરાન મલિક.
Here’s our playing XI for the 2️⃣nd match of our #IPL2022 season. #SRHvLSG #OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/bmHQtYvIs7
— SunRisers Hyderabad (@SunRisers) April 4, 2022
લખનૌ સુપર જાયન્સ્ટ ટીમની પ્લેઇંગ ઇલેવનઃ
લોકેશ રાહુલ (સુકાની), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), મનીષ પાંડે, એવિન લુઈસ, દીપક હુડા, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, જેસન હોલ્ડર, એન્ડ્રુ ટાય, રવિ બિશ્નોઈ, અવેશ ખાન.
If one Super Giant can shake up Lucknow,
Imagine having XI of them!
Here’s our line up for today.#AbApniBaariHai #bhaukaalmachadenge#AbApniBaariHai💪#IPL2022 🏆 #LucknowSuperGiants #T20 #TataIPL #Lucknow #UttarPradesh #LSG2022 pic.twitter.com/aV3vvVUxu7— Lucknow Super Giants (@LucknowIPL) April 4, 2022
લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ સામે સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો.
Published On - 7:01 pm, Mon, 4 April 22