IPL 2023 ની 58મી મેચ હૈદરાબાદમાં રમાઈ હતી. હોમગ્રાઉન્ડ પર રમતા સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. આ દરમિયાન સનરાઈઝર્સ હૈદરાબાદે 6 વિકેટના નુક્શાન પર 182 રનનો સ્કોર ખડક્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પડકારજનક સ્કોર લખનૌ સામે ખડકીને હૈદરાબાદના બોલર્સે લક્ષ્ય બચાવવાનો પ્રયાસ કર્યો હતો. લખનૌને નિકોલસ પૂરને અંતમાં તોફાની રમત વડે જીત અપાવી હતી. એક સમયે મેચમાં હૈદરાબાદે પોતાનુ પલડું ભારે કરી લીધુ હતુ. પરંતુ પૂરને તોફાની રમત વડે લક્ષ્ય પાર કરી લીધુ હતુ. પ્રેરક માંકડે અડધી સદી નોંધાવી હતી.
હૈદરાબાદ તરફથી સૌથી વધુ રન ક્લાસેને નોંધાવ્યા હતા તેણે 29 બોલમાં જ 47 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે સુકાની એડન માર્કરમે 20 બોલનો સામનો કરીને 28 રન નોંધાવ્યા હતા. અંતમાં અબ્દુલ સમદે 4 છગ્ગા વડે 25 બોલનો સામનો કરીને 37 રન નોંધાવ્યા હતા. જ્યારે લખનૌનુ સુકાન સંભાળતા કૃણાલ પંડ્યાએ 2 વિકેટ ઝડપી હતી
શરુઆત લખનૌની સારી રહી નહોતી. લખનૌની ઓપનિંગ જોડી માત્ર 12 રનમાં જ તૂટી ગઈ હતી. કાઈલ માયર્સના રુપમાં લખનૌએ પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ચોથી ઓવરમાં ઓપનર માયર્સ માત્ર 2 રન નોંધાવીને પરત ફર્યો હતો. માયર્સે 2 રન માટે 14 બોલનો સામનો કર્યો હતો. બીજી વિકેટના રુપમાં ઓપનર ક્વિન્ટન ડિકોક આઉટ થયો હતો. ટીમનો સ્કોર 9મી ઓવરમાં 54 રન પર હતો, ત્યારે જ ડિકોક મંયક માર્કંડેયનો શિકાર થયો હતો. 19 બોલમાં જ મયંકે 29 રન નોંધાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.
That winning feeling! 🙌
A superb chase from @LucknowIPL 💪🏻#TATAIPL | #SRHvLSG pic.twitter.com/xWHS0yy6sQ
— IndianPremierLeague (@IPL) May 13, 2023
પ્રેરક માંકડે શાનદાર અડધી સદી નોંધાવી હતી. પ્રેરક માંકડે 35 બોલનો સામનો કરીને અડધી સદી નોંધાવી હતી. 45 બોલમાં 64 રન 2 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી અણનમ નોંધાવ્યા હતા. અંતમાં મુશ્કેલ સમયે નિકોલસ પૂરને મેદાનમાં જ ઉતરતા જ સળંગ 3 છગ્ગા વડે તોફાની રમત વડે ટીમને જીત સુધી પહોંચાડી હતી. પૂરને 4 છગ્ગાની મદદ વડે 13 બોલમાં 44 રન નોંધાવ્યા હતા. માંકડ અને માર્ક્સ સ્ટોઈનિસે ટીમને લક્ષ્ય તરફ આગળ વધારવાનો ભાગીદારી રમત વડે પ્રયાસ કર્યો હતો. સ્ટોઈનીસે 25 બોલમાં 40 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 છગ્ગા ફટકાર્યા હતા. નિકોલસ પૂરને ક્રિઝ પર આવતા જ છગ્ગાવાળી કરી હતી. પૂરને સળંગ 3 છગ્ગા જમાવ્યા હતા. આ ઓવરમાં છ છગ્ગાનો માર અભિષેક શર્માએ સહન કર્યો હતો.. જોકે તેણે સ્ટોઈનીસની વિકેટ આ ઓવરમાં ઝડપી હતી.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 7:16 pm, Sat, 13 May 23