SRH vs GT Cricket Highlights Score, IPL 2022 : હૈદરાબાદે 8 વિકેટે ગુજરાતને હરાવ્યું, કેન વિલિયમ્સનની કેપ્ટન ઇનિંગ, ગુજરાત સિઝનમાં પહેલી મેચ હાર્યું

|

Apr 11, 2022 | 11:22 PM

IPL 2022: સનરાઇઝર્સ હૈદરાબાદે શાનદાર પ્રદર્શન કરતા 8 વિકેટે જીત મેળવી. સુકાની કેન વિલિયમ્સને 57 રન અને અભિષેકે 42 રન કર્યા હતા.

SRH vs GT Cricket Highlights Score, IPL 2022 : હૈદરાબાદે 8 વિકેટે ગુજરાતને હરાવ્યું, કેન વિલિયમ્સનની કેપ્ટન ઇનિંગ, ગુજરાત સિઝનમાં પહેલી મેચ હાર્યું
SRH vs GT, IPL 2022

Follow us on

IPL 2022 માં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ ટીમ વચ્ચે ટક્કર થશે. જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમની વાત કરીએ તો તેણે અત્યાર સુધી રમેલી કુલ 3 ટીમમાંથી માત્ર એક જ મેચમાં જીત મેળવી છે. જ્યારે ગુજરાત ટાઇટન્સ ટીમે રમેલી તમામ ત્રણ મેચમાં જીત મેળવી છે. જ્યારે જોવામું એ રહે છે કે શું આજે હૈદરાબાદની ટીમ ગુજરાતનો વિજય રથ રોકી શકે છે કે નહીં.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 11 Apr 2022 11:22 PM (IST)

    Hyderabad vs Gujarat Match : હૈદરાબાદે મેચ 8 વિકેટે જીતી

    સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે શાનદાર પ્રદર્શન કરતા ગુજરાત ટાઇટન્સ ટીમને 8 વિકેટે હરાવ્યું. હૈદરાબાદે ચાર મેચમાં બીજી મેચમાં જીત મેળવી. જ્યારે ગુજરાતે લીગમાં પહેલી મેચમાં હાર મળી હતી.

  • 11 Apr 2022 11:13 PM (IST)

    Hyderabad vs Gujarat Match : પુરનને મળ્યું જીવનદાન

    18મી ઓવરના પહેલા બોલ પર લોકી ફર્ગ્યુસને પોતાના જ બોલ પર તેનો કેચ છોડ્યો હતો. ફર્ગ્યુસને બાઉન્સર ફેંક્યો અને નિકોલસે પુલ કર્યો. બોલ બેટમાં ટોચની ધાર પર લાગીને હવામાં ગયો. ફર્ગ્યુસને પાછળ દોડતી વખતે કેચ પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પકડી શક્યો ન હતો. આ પછી, તેણે આગલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, અને પછી ત્રીજા બોલ પર, પૂરને ડીપ સ્ક્વેર લેગ પર સિક્સર ફટકારી.

  • 11 Apr 2022 11:12 PM (IST)

    Hyderabad vs Gujarat Match : સુકાની આઉટ

    કેન વિલિયમસન આઉટ થઇ ગયો છે. હાર્દિક પંડ્યાએ 17મી ઓવરનો પહેલો બોલ ફોરવર્ડ ફેક્યો. વિલિયમસને તેને લોંગ ઓન તરફ સિક્સર માટે મોકલવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમ કરી શક્યો નહીં અને બોલ સીધો રાહુલ તેવટિયાના હાથમાં ગયો.

  • 11 Apr 2022 10:37 PM (IST)

    Hyderabad vs Gujarat Match : સુકાનીએ 2 બોલમાં 2 છગ્ગા ફટકાર્યા

    હાર્દિક પંડ્યાની ઓવરમાં હૈદરાબાદના સુકાની કેન વિલિયમ્સને ઇનિંગની 13મી ઓવરમાં બીજા અને ત્રીજા બોલ પર છગ્ગો ફટકારીને પોતાની ટીમને જીતની નજીક લઇ જવાનો પ્રયાસ કર્યો હતો.

  • 11 Apr 2022 10:35 PM (IST)

    Hyderabad vs Gujarat Match : રાહુલ ત્રિપાઠીનો શાનદાર ચોગ્ગો

    રાહુલ ત્રિપાઠીએ 10મી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. દર્શન નલકાંડે ઓફ-સ્ટમ્પની બહાર બોલ ફેંકે છે જેને રાહુલ ચાર રન માટે ડ્રાઇવ દ્વારા મોકલે છે.

  • 11 Apr 2022 09:42 PM (IST)

    Hyderabad vs Gujarat Match : હૈદરાબાદની ધીમી શરૂઆત

    હૈદરાબાદે ધીમી શરૂઆત કરી છે. પ્રથમ ઓવરમાં માત્ર 4 રન જ આવ્યા હતા. કેન વિલિયમસન આ ઓવરમાં આઉટ થતા બચી ગયો હતો. ચોથો બોલ મોહમ્મદ શમીએ તેના પેડ પર માર્યો હતો અને અપીલ કરી હતી. પરંતુ અમ્પાયરે આઉટ આપ્યો ન હતો. ગુજરાતે રિવ્યુ લીધો ન હતો કારણ કે તેમને લાગતું હતું કે બોલ બેટ સાથે અથડાયો છે પરંતુ એવું નથી. જો આ રિવ્યુ લેવામાં આવ્યો હોત તો વિલિયમસન આઉટ થઈ ગયો હોત.

  • 11 Apr 2022 09:15 PM (IST)

    Hyderabad vs Gujarat Match : ગુજરાતે 7 વિકેટે 162 રન કર્યા

    ગુજરાત ટાઇટન્સ ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 162 રનનો સ્કોર કર્યો. ગુજરાતના સુકાની હાર્દિક પંડ્યાએ 42 બોલમાં અણનમ 50* રનની ઇનિંગ રમી. હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર અને નટરાજને 2-2 વિકેટ ઝડપી.

  • 11 Apr 2022 09:09 PM (IST)

    Hyderabad vs Gujarat Match : અભિનવ મનોહર આઉટ

    ભુવનેશ્વર કુમારે અભિનવ મનોહરને આઉટ કરીને હૈદરાબાદને મોટી સફળતા અપાવી. ઇનિંગની 19મી ઓવરના છેલ્લા બોલ પર અભિનવ આઉટ થયો. તેણે 21 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 35 રન બનાવ્યા હતા.

  • 11 Apr 2022 09:06 PM (IST)

    Hyderabad vs Gujarat Match : મનોહરનો ચોગ્ગો

    મનોહરે 17મી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. મનોહર ભુવીના બાઉન્સર બેટની ઉપરની કિનારી પર લાગી ગયો હતો અને વિકેટકીપરના ઉપરથી ફટકાર્યા બાદ ચાર રન સુધી ગયો હતો.

  • 11 Apr 2022 08:43 PM (IST)

    Hyderabad vs Gujarat Match : મિલર આઉટ

    ડેવિડ મિલર આઉટ થઇ ગયો છે. 14મી ઓવરનો ત્રીજો બોલ માર્કો યાનસન દ્વારા થોડો શોર્ટ ફેંકવામાં આવ્યો હતો. જેને મિલરે શોર્ટ મિડવિકેટ પર ફટકાર્યો અને ત્યા અભિષેક શર્માના હાથે કેચ થયો હતો.

  • 11 Apr 2022 08:36 PM (IST)

    Hyderabad vs Gujarat Match : નટરાજનની શાનદાર ઓવર

    12મી ઓવર લાવનાર નટરાજને શાનદાર બોલિંગ કરી છે. તેણે આ ઓવરમાં કુલ 5 રન આપ્યા છે અને આ ઓવરમાં એક પણ બાઉન્ડ્રી આવી ન હતી. 12 ઓવર પછી ગુજરાતનો સ્કોર 3 વિકેટે 89 રન છે.

  • 11 Apr 2022 08:15 PM (IST)

    Hyderabad vs Gujarat Match : હાર્દિક પંડ્યા આક્રમક મુડમાં

    હાર્દિક પંડ્યા આક્રમક મુડમાં જોવા મળ્યો હતો. ઇનિંગની નવમી ઓવર કરવા આવેલ માર્કરમેની ચોથા બોલમાં હાર્દિક પંડ્યાએ છગ્ગો ફટકાર્યો હતો.

  • 11 Apr 2022 08:13 PM (IST)

    Hyderabad vs Gujarat Match : મેથ્યુ વેડ આઉટ

    ઉરમાન મલીકે મેથ્યુ વેડને આઉટ કરીને હૈદરાબાદને મોટી સફળતા અપાવી. મલીકે આઠમી ઓવરના છેલ્લા બોલ પર 149.3 ની સ્પીડથી બોલ નાખીને મેથ્યુ વેડને આઉટ કર્યો. વેડે 19 બોલમાં 19 રન કર્યા.

  • 11 Apr 2022 08:07 PM (IST)

    Hyderabad vs Gujarat Match : સુદર્શન આઉટ

    ટી. નટરાજને ફેકેલી છટ્ઠી ઓવરમાં સુદર્શન આઉટ થયો હતો. સુદર્શને નટરાજનના લેન્થ બોલ પર ડ્રાઇવ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ તેની પીઠના ઉપરના ભાગમાં અથડાયો અને હવામાં ગયો અને વિલિયમસને તેનો કેચ પકડ્યો. આ પહેલા પણ સુદર્શને ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 11 Apr 2022 07:30 PM (IST)

    Hyderabad vs Gujarat Match : ગુજરાતની પ્લેઈંગ XI

    હાર્દિક પંડ્યા (સુકાની), શુભમન ગિલ, મેથ્યુ વેડ (વિકેટકીપર), સાઈ સુદર્શન, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, અભિનવ મનોહર, રાશિદ ખાન, લોકી ફર્ગ્યુસન, દર્શન નલકાંડે, મોહમ્મદ શમી.

     

  • 11 Apr 2022 07:28 PM (IST)

    Hyderabad vs Gujarat Match : હૈદરાબાદની પ્લેઈંગ XI

    કેન વિલિયમસન (સુકાની), અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નિકોલસ પૂરન (વિકેટકીપર), શશાંક સિંહ, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, માર્કો યાનસન, ઉમરાન મલિક અને ટી નટરાજન.

     

  • 11 Apr 2022 07:06 PM (IST)

    Hyderabad vs Gujarat Match : હૈદરાબાદ ટીમે ટોસ જીત્યો

    સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો.

     

Published On - 7:03 pm, Mon, 11 April 22