
IPL 2023 ની 34 મેચ સમાપ્ત થઈ ચુકી છે. દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે સોમવારે મેચ રમાઈ હતી. દિલ્હીના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. દિલ્હીની શરુઆત પણ ખરાબ રહી હતી. દિલ્હીએ 144 રનનો સ્કોર નિર્ધારીત ઓવર્સમાં કર્યો હતો. જેની સામે હૈદરાબાદની શરુઆત પણ ખરાબ રહી હતી. હૈદરાબાદની રમત ધીમી અને મુશ્કેલ રહી હતી. દિલ્હી કેપિટલ્સે સિઝનમાં કોલકાતા બાદ હવે હૈદરાબાદ સામે જીત મેળવી છે. આમ સિઝનમાં બીજી જીત મેળવી છે. શાનદાર બોલિંગ વડે દિલ્હીએ જીત મેળવી છે.
દિલ્હીએ સમયાંતરે વિકેટ ગુમાવી હતી, જેને લઈ દિલ્હીએ પ્રથમ બેટિંગ કરવાની યોજના ટોસ જીતીને અમલમાં મુકી હોવા છતાં મોટો પડકાર ખડકી શકાયો નહોતો. જોકે અક્ષર પટેલ અને મનિષ પાંડેએ સ્કોર વધારવાનો પ્રયાસ કર્યો હતો. દિલ્હીએ પોઈન્ટ્સ ટેબલમાં પોતાના ખાતામાં વધુ 2 આંક સોમવારે ઉમેર્યા છે. જોકે દિલ્હી અને હૈદરાબાદ પરિણામ બાદ ટેબલમાં પોતાના સ્થાન પર જ રહ્યા છે.
સનરાઈઝર્સ હૈદરાબાદના સામે 145 રનનુ લક્ષ્ચ હતુ. હૈદરાબાદની શરુઆતની પાંચ ઓવર સારી રહી હતી. જોકે છઠ્ઠી ઓવરમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ત્યાર બાદ વિકેટ પડવાની સિલસિલો અટકાવવા હૈદરાબાદ માટે મુશ્કેલ બનતા પરેશાનીઓ સર્જાઈ ગઈ હતી. હેરી બ્રુકે 14 બોલમાં 7 રન નોંધાવ્યા હતા અને નોર્ખિયાના બોલ પર બોલ્ડ થયો હતો. મયંક અગ્રવાલ બીજી વિકેટના રુપમાં પરત ફર્યો હતો. તે એક જ રન માટે અડધી સદી ચૂક્યો હતો. તેણે 39 બોલમં 49 રન નોંધાવ્યો હતો.
રાહુલ ત્રિપાઠીએ 21 બોલમાં 15 રન નોંધાવ્યા હતા. અભિષેક શર્માએ 5 રન નોંધાવ્યા હતા. એડન માર્કરમે 3 રન નોંધાવી વિકેટ ગુમાવી હતી. અક્ષર પટેલે તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. હેનરીક ક્લાસેવે 19 બોલમાં 31 રન 1 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદ વડે નોંધાવી મેચને રોમાંચક બનાવી હતી. અંતમાં વોશિંગ્ટન સુંદરે 15 બોલમાં 24 રન નોંધાવ્યા હતા. સુંદર અણનમ રહી ટીમ માટે લડતો રહ્યો હતો.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 11:16 pm, Mon, 24 April 23