દુનિયામાં ક્રિકેટ સાથે લાખો લોકોની લાગણીઓ જોડાયેલી હોય છે. 150 વર્ષોથી રમાતી આ રમતમાં હમણા સુધી ઘણી યાદગાર ક્ષણો જોવા મળી છે. હાલમાં જ 73 વર્ષીય ભારતીય ક્રિકેટ દિગ્ગજ સુનિલ ગાવસ્કરે 41 વર્ષના ભારતીય ક્રિકેટ દિગ્ગજ ધોનીનો ઓટોગ્રાફ માંગ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો. આ ઘટના અંગે ફરી વાત કરતા સમયે સુનિલ ગાવસ્કર ભાવુક થયા હતા. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
લિટિલ માસ્ટરે એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યુ કે, જ્યારે મેં ધોનીને લેપ ઓફ ઓનર કરતા જોયો તો મને ખ્યાલ આવ્યો કે હું પોતાની શર્ટ પર ધોનીનો ઓટોગ્રાફ લઉં. તેથી હું દોડીને તેની પાસે જતો રહ્યો.
આ સમયે ગાવસ્કર ઈમોશનલ થઈ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે ધોનીનો ઓટોગ્રાફ લેવો એ મારા માટે ખરેખર ઈમોશનલ સમય હતો. તેમણે ભારતીય ક્રિકેટ માટે ઘણું કામ કર્યું છે. હું મારા જીવનની અંતિમ 2 મિનિટમાં 2 ઘટનાઓ ફરી જોવા ઈચ્છુ છું. પહેલું કપિલ દેવ જ્યારે વર્લ્ડ કપ ઉપાડે છે અને બીજું જ્યારે એમએસ ધોની 2011માં વર્લ્ડ કપ ફાઈનલમાં વિનિંગ સિક્સર ફટકારે છે.
Legend #SunilGavaskar reveals why Thala Dhoni’s autograph will be ♾ treasured.
The Little Master remembers two of #TeamIndia‘s most iconic moments ft. @msdhoni & @therealkapildev that he will cherish forever! 💯
Tune-in to more heartfelt content at #IPLonStar. #BetterTogether pic.twitter.com/QM2ozYZTJO— Star Sports (@StarSportsIndia) May 16, 2023
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે આખા સ્ટેડિયમમાં ફરીને ફેન્સનો આભાર માન્યો હતો. આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી લિટલ માસ્ટર સુનિલ ગાવસ્કરે ધોની પાસે ઓટોગ્રાફ માંગ્યો હતો. આ સાંભળી એક સમયે ધોની પણ દંગ રહી ગયો હતો. સુનિલ ગાવસ્કરના કહેવા પર એમએસ ધોનીએ તેમની દિલની નજીક શર્ટ પર ઓટોગ્રાફ કર્યો હતો. અને તેમને ભેટી પડયો હતો. બે દિગ્ગજોને એક ફ્રેમમાં જોઈ ક્રિકેટ ફેન્સ પણ ભાવુક થયા હતા.
For the fans..
Of the fans..
By the fans..!#YellorukkumThanks #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/n5D5yLdp3h— Chennai Super Kings (@ChennaiIPL) May 14, 2023
ચેન્નાઈની ટીમ પોતાના હોમગ્રાઉન્ડ પર સિઝનની અંતિમ લીગ મેચ રમી હતી. ચેન્નાઈની ટીમે હાર સાથે ઘર આંગણેથી પોતાની વિદાય લીધી હતી. આ સાથે જ હવે ધોનીની ટીમની ચેન્નાઈથી વિદાયની ચર્ચા શરુ થઈ હતી. ધોનીના ઘૂંટણમાં ઈજા હોવા છતા તે આ સિઝનમાં ચેન્નાઈની ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. મેચ બાદ ચેન્નાઈના ફેન્સના આભાર માનવા તે આખા સ્ટેડિયમમાં ફર્યો હતો. ચેન્નાઈના ટીમના ખેલાડીઓએ ફેન્સ માટે આ સમય યાદગાર બનાવવા તેમના તરફ ગિફ્ટ પણ ફેંકી હતી.