Stuart Binny Birthday Special: સ્ટુઅર્ટ બીન્ની થી વધારે જાણીતી છે તેની ખૂબસૂરત પત્નિ, વિશ્વકપ 1983માં પિતાએ સૌથી વધુ વિકેટ ઝડપી હતી

સ્ટુઅર્ટ બિન્ની એ ભારતીય ક્રિકેટમાં જાણીતુ નામ છે. જોકે ભારતીય ક્રિકેટમાં તે ખાસ યોગદાન નથી આપ્યો શક્યો છતા પણ તેના નામથી સૌ કોઈ પરિચીત છે. બિન્ની આજે 3 જૂનના રોજ પોતાનો જન્મ દિવસ મનાવી રહ્યો છે.

| Edited By: | Updated on: Jun 03, 2022 | 11:21 AM
1 / 6
સ્ટુઅર્ટ બીન્ની એ ભારતીય ક્રિકેટમાં જાણીતુ નામ છે. જોકે ભારતીય ક્રિકેટમાં તે ખાસ યોગદાન નથી આપ્યો શક્યો છતા પણ તેના નામથી સૌ કોઈ પરિચીત છે. બિન્ની આજે 3 જૂનના રોજ પોતાનો જન્મ દિવસ મનાવી રહ્યો છે. તેના પિતાનુ નામ જ તેના માટે ઓળખ છે. તેના પિતા 1983 માં ભારતને વિશ્વકપ અપાવનારી ટીમના હિસ્સો હતા. બીન્ની અને ભારતીય સ્પોર્ટ્સ જર્નાલીસ્ટ મયંતિ લાંગર વચ્ચે પ્રેમ પણ ખૂબ પાંગર્યો હતો. બંનેના લગ્નને પણ દશ વર્ષ પૂરા થયા છે.

2 / 6
બીન્ની જર્નાલિસ્ટ મયંતિ લાંગરના સંપર્કમાં ઇન્ડિયન ક્રિકેટ લીગની એક મેચમાં આવ્યો હતો. જ્યાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. 2007 થી બંને વચ્ચે ડેટીંગની શરુઆત થઈ હતી. બંનેએ 2012માં લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર છે.

3 / 6
ખૂબસૂરત મયંતિ એ ફિફા વિશ્વકપ, કોમનવેલ્થ ગેમ્સ અને 2011, 2015, 2019 ક્રિકેટ વિશ્વકપ, આઇપીએલ સહિતની મોટી ટૂર્નામેન્ટમાં હોસ્ટ કરતી જોવા મળી હતી. ગ્લેમરસ લુક ધરાવતી લાંગર ખૂબ જ સ્ટાઈલિસ્ટ જીવન જીવવુ પસંદ કરે છે.

4 / 6
મયંતિ દિલ્હીની રહેવાસી છે અને તેના પિતા આર્મી અધિકારી હતા. તેણે 2006માં સ્પોર્ટસ પત્રકારત્વની શરુઆત કરી હતી. જેમાં શરુઆતનો સમય તેણે અમેરિકામાં કામ કરીને વિતાવ્યો હતો. બાદમાં તે ભારત આવી હતી.

5 / 6
સ્ટુઅર્ટ બીન્નીની મોટી ઓળખ તેના પિતા છે, પિતા રોજર બિન્ની 1983 ના વિશ્વકપ વિજેતા ટીમના હિસ્સો હતા. ભારત માટે ક્રિકેટ રમનારા તેઓ પ્રથમ એંગ્લો ઈન્ડિયન રહ્યા છે. પિતા બિન્નીએ 1983 ના વિશ્વકપમાં સૌથી વધુ 18 વિકેટ ઝડપી હતી. 1985માં પણ વિશ્વ સિરીઝ ક્રિકેટ ચેમ્પિયનશિપમાં પણ તેઓએ 17 વિકેટ ઝડપીને ધમાલ મચાવી હતી. પિતાના પગલે સ્ટુઅર્ટ પણ ભારતીય ક્રિકેટનો હિસ્સો રહ્યો પરંતુ તેની કાર્કિર્દી ટૂંકી રહી હતી. ભારતીય ક્રિકેટમાં સ્ટુઅર્ટ બીન્નીનુ કરિયર ખૂબ જ ટુંકુ રહ્યુ છે. બિન્નીએ ટેસ્ટ ક્રિકેટમાં 194 રન અને 3 વિકેટ પોતાના નામે નોંધાવેલી છે. જ્યારે વન ડે ફોર્મેટમાં તે 230 રન અને 20 વિકેટ નોંધાવી ચૂક્યો છે.

6 / 6
સ્ટુઅર્ટ બીન્ની આઇપીએલમાં પણ હિસ્સો બન્યો હતો. હૈદરાબાદ હિરોઝ ટીમથી તેણે શરુઆત કરી હતી અને તે 2018માં રાજસ્થાન રોયલ્સ ટીમનો હિસ્સો રહ્યો હતો. આ દરમિયાન તે આઇપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં પણ રહ્યો હતો. ઘરેલૂ ક્રિકેટમાં તે નાગાલેન્ડની ટીમમાં સામેલ છે.

Published On - 11:20 am, Fri, 3 June 22

Follow Us