
શ્રીલંકાની કેપ્ટન ચમારી અટાપટ્ટુએ ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાં શાનદાર બેટિંગ કરતા 140 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 11 ફોર અને 9 સિક્સર ફટકારી હતી. શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડને ત્રણ મેચની વનડે શ્રેણીમાં 2-1થી હરાવ્યું હતું. સાથે જ ચમારી અટાપટ્ટુએ મિતાજી રાજનો મોટો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો.
શ્રીલંકાની મહિલા ટીમની કેપ્ટન ચમારી અટાપટ્ટુનું બેટ ફરી એકવાર જોરદાર ચાલ્યું હતું. ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી મેચમાં ચમારીએ શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી હતી, જેના આધારે યજમાન ટીમે 8 વિકેટે જીત મેળવી હતી. શ્રીલંકાની કેપ્ટને ODI ક્રિકેટમાં તેની આઠમી સદી ફટકારવાની સાથે સાથે મિતાલી રાજના મોટા રેકોર્ડને તોડી નાખ્યો હતો.
Another day, another Chamari Athapaththu brilliance 🤩
📝 #SLvNZ: https://t.co/RYgAtrENK2 pic.twitter.com/Ayf0EemkK5
— ICC (@ICC) July 3, 2023
ચમારી અટાપટ્ટુએ શાનદાર બેટિંગ કરી હતી. ચમારીએ 175ના સ્ટ્રાઈક રેટથી માત્ર 80 બોલમાં 140 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ આક્રમક સદીની ઇનિંગ્સ દરમિયાન ચમારીએ 13 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. શ્રીલંકાની કેપ્ટન સામે ન્યૂઝીલેન્ડની બોલરો સંપૂર્ણપણે લાચાર દેખાતી હતી અને ચમારીએ મેદાનના ચારેય ખૂણામાં શોટ ફટકાર્યા હતા.
ચમારીના બેટથી વનડે ક્રિકેટમાં આ આઠમી સદી હતી. આ સાથે, ચમારી 50 ઓવરના ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે મિતાલી રાજથી આગળ નીકળી ગઈ છે. મિતાલીએ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ODI ક્રિકેટમાં કુલ 7 સદી ફટકારી છે. ચમારી એશિયન દેશોમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી પણ બની ગઈ છે. ટીમ ઈન્ડિયાની વર્તમાન કેપ્ટન હરમનપ્રીત કૌર અને વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ પણ પાંચ સદી ફટકારી છે અને આ યાદીમાં ત્રીજા અને ચોથા નંબર પર છે.
Chamari Athapaththu surpasses Mithali Raj to become the leading Asian batter with the most ODI hundreds in women’s cricket. #SKY11 #Cricket #ChamariAthapaththu #MithaliRaj #SriLanka #India pic.twitter.com/vMvF76iymi
— Sky11 (@sky11official) July 3, 2023
ચમારી અટાપટ્ટુ ODI ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનારી એશિયન મહિલા બેટ્સમેન બની ગઈ છે. તેણે ન્યૂઝીલેન્ડ સામે માત્ર 60 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ સાથે નીલાક્ષી ડી સિલ્વા સાથે મળીને તેણે શ્રીલંકા માટે વનડે ક્રિકેટમાં સૌથી મોટી ભાગીદારી પણ કરી હતી. ચમારીએ નીલાક્ષી સાથે મળીને ત્રીજી વિકેટ માટે 190 રનની ભાગીદારી કરી હતી.