Asia Cup 2022: શ્રીલંકા કટોકટીને લઈ એશિયા કપના આયોજન પર પ્રશ્નાર્થ સર્જાઈ શકે છે, ટૂર્નામેન્ટને શ્રીલંકાથી બાંગ્લાદેશ શિફ્ટ કરવાનો નિર્ણય લેવાઈ શકે છે

|

Jul 13, 2022 | 3:07 PM

શ્રીલંકા ક્રિકેટ 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર એશિયા કપને દેશની બહાર શિફ્ટ કરવા માટે એશિયન ક્રિકેટ કાઉન્સિલને રજુઆત કરે તેવી અપેક્ષા છે, કારણ કે, દેશ હાલમાં આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહ્યો છે.

Asia Cup 2022: શ્રીલંકા કટોકટીને લઈ એશિયા કપના આયોજન પર પ્રશ્નાર્થ સર્જાઈ શકે છે, ટૂર્નામેન્ટને શ્રીલંકાથી બાંગ્લાદેશ શિફ્ટ કરવાનો નિર્ણય લેવાઈ શકે છે
Asia Cup 2022: શ્રીલંકા કટોકટીને લઈ એશિયા કપનું આયોજન આ દેશમાં થઈ શકે છે
Image Credit source: PTI

Follow us on

Asia Cup 2022: આ વર્ષે એશિયા કપ (Asia Cup)નું આયોજન શ્રીલંકા (Sri Lanka Cricket team)માં કરવામાં આવ્યું હતુ,શ્રીલંકા દેશ હાલમાં આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહ્યો છે. સમાચારો આવી રહ્યા છે કે, એશિયાઈ ક્રિકેટ પરિષદ (Asian Cricket Council) બાંગ્લાદેશને હાલ પુરતુ સ્ટેન્ડબાય રાખ્યું છે, જો શ્રીલંકાની હાલતમાં સુધારો નહિ આવે તો ઓગસ્ટમાં એશિયા કપ 2022ની મેજબાની બાંગ્લાદેશ કરી શકે છે.રિપોર્ટ્સ અનુસાર આવા વાતાવરણમાં ક્રિકેટરોની સુરક્ષાનો સવાલ ઊભો રહેશે, એટલે ટૂર્નામેન્ટને શ્રીલંકાથી બાંગ્લાદેશ શિફ્ટ કરવાનો નિર્ણય લઈ શકાય છે.

શ્રીલંકાએ ક્રિકેટે ટૂર્નામેન્ટના આયોજનમાં રસ દાખવ્યો છે, પરંતુ ACC તેનો અંતિમ નિર્ણય આ મહિનાના અંતમાં લઈ શકે છે.

sportskeedaના રિપોર્ટ મુજબ શ્રીલંકામાં હાલમાં સ્થિતિ ખુબ ખરાબ છે. ત્યારે ACC કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી, હાલમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાનો પ્રવાસ કર્યો છે, તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પણ હાલમાં શ્રીલંકાનો પ્રવાસ ખેડીને આવી છે. તમને જણાવી દઈએ કે, ઉપમહાદ્રીપ દેશમાં નાગરિક રાષ્ટ્રપતિના ધરની અંદર ધુસી ગયા છે અને પ્રધાનમંત્રીના ઘરમાં આગ ચાપી દીધી હતી. ત્યારબાદ બંન્ને લીડરોએ પોતાના પદ્દથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.

બાંગ્લાદેશે 2016 એશિયા કપનું આયોજન કર્યું હતું અને 2014 T20 વર્લ્ડ કપનું પણ આયોજન કર્યું હતું, જ્યાં શ્રીલંકાએ ફાઇનલમાં ભારતને હરાવીને ટાઇટલ જીત્યું હતું. શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ટૂર્નામેન્ટમાં ભાગ લેશે, જેમાં અન્ય એશિયન દેશ ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટ દ્વારા જોડાશે. આ ટીમ UAE, કુવૈત, સિંગાપોર અને હોંગકોંગની હોઈ શકે છે. હાલમાં, ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટનું શેડ્યૂલ હજી નક્કી કરવામાં આવ્યું નથી.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

રાજીનામું આપવાની જાહેરાત કરી

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે(Gotabaya Rajapakse) બુધવારે આર્મી પ્લેનમાં દેશ છોડીને માલદીવ પહોંચ્યા હતા. રાજપક્ષેએ દેશની અર્થવ્યવસ્થાને ન સંભાળવા બદલ તેમની અને તેમના પરિવાર વિરુદ્ધ વધી રહેલા લોક આક્રોશ વચ્ચે બુધવારે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.રાષ્ટ્રપતિ રાજપક્ષેએ સંસદના અધ્યક્ષ મહિન્દા યાપા અભયવર્ધને અને વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને જાણ કરી હતી કે, તેઓ 13 જુલાઈએ રાજીનામું આપશે. ટાપુ દેશમાં બગડતી પરિસ્થિતિ અંગેના ગુસ્સા વચ્ચે વિરોધીઓ તેમના સત્તાવાર નિવાસસ્થાનમાં ઘૂસી ગયા બાદ તેમણે આ જાહેરાત કરી હતી.

Next Article